પેટ્રોલનું ટેંશન ખતમ કરશે હીરોનું આ સ્કૂટર, એકવાર ચાર્જ કરો અને 210 કિમી સુધી ભૂલી જાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે સામાન્ય લોકોનું બજેટ બગાડવા લાગ્યા છે કારણ કે કાર હોય કે બાઇક, તેનો ઉપયોગ હવે ખૂબ જ મોંઘો થઈ રહ્યો છે. પરંતુ તેનો એક તોડ છે અને તેને હવે ગ્રાહકો અપનાવી રહ્યા છે, હા અમે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિક વાહનોની. તેને ખરીદવામાં જ ખર્ચ થાય છે અને પછી તમને તેના ફાયદા મળવાનું શરૂ થાય છે. તેમાં ફક્ત ઇલેક્ટ્રિક મોટર અને બેટરી હોય છે, જે વીજળીથી ચાર્જ થાય છે. આ વાહનો લાંબી રેન્જ સાથે આવે છે અને મેઈન્ટેન કરવા માટે પણ ખૂબ સસ્તા છે. એવામાં અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છે હીરો ઇલેક્ટ્રિકના Nyx-Hx ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે

એકવાર ચાર્જ કરવાથી 210 કિમી ચાલશે

image source

હીરો ઈલેક્ટ્રીકનું આ સ્કૂટર હાલમાં કોમર્શિયલ ઉપયોગ માટે વેચાઈ રહ્યું છે અને તેને એક વાર ચાર્જ કરવા પર 210 કિમી સુધી ચલાવી શકાય છે. આ ઈ-સ્કૂટરના ઘણા વેરિયન્ટ્સ માર્કેટમાં વેચાઈ રહ્યા છે અને તેને ખાસ કરીને ફૂડ ડિલિવરી કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવી છે. હીરો ઈલેક્ટ્રીકનું કહેવું છે કે કંપનીઓ તેમની જરૂરિયાતો અનુસાર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફેરફાર કરી શકે છે, જેમાં આગળ એક બકેટ અને પાછળ એક મોટું બોક્સ લગાવી શકાય છે.

શરૂઆતની એક્સશોરૂમ કિંમત 63, 900 રૂપિયા

image soucre

આ સ્કૂટરની સાથે 600 અથવા 1300 વોટની ઇલેક્ટ્રિક મોટર્સની પસંદગી સાથે ઓફર કરવામાં આવે છે જે 51.2 વોટ્સ અથવા 30 Ah ની ત્રણ લિથિયમ-આયન બેટરી સાથે જોડાયેલી હોય છે. હીરો ઈલેક્ટ્રિકના આ સ્કૂટરમાં સ્કૂટર ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સ સિવાય સ્માર્ટફોન કનેક્ટિવિટી, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ રિમોટ સર્વેલન્સ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આ ઈ-સ્કૂટરને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે – LI, LI ER અને HS500 ER જેની દિલ્હીમાં પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 63,900 છે, આ કિંમત ટોચના મોડલ માટે રૂ. 79,900 સુધી જાય છે.

image socure

Hero NYX HX ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત રૂ. 67,540 છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર રાજ્યો તરફથી સબસિડી પણ મળશે. પ્રદૂષણ મુક્ત વાહન હોવાને કારણે તેની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા આ સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત, તે એક વર્ષની રોડસાઇડ સહાય યોજના સાથે આવે છે. તમે આ ઈલેક્ટ્રિક સ્કૂટરને બ્લેક અને સિલ્વર એમ બે કલર વિકલ્પોમાં ખરીદી શકો છો