તમારા સ્માર્ટફોનનું હદય છે સ્માર્ટફોનમાં રહેલી બેટરી, આ રીતે જાણો તેની હેલ્થ કેપિસિટી

સ્માર્ટફોન આજના સમયમાં બહુ અગત્યની વસ્તુ છે અને જીવન જરૂરિયાતના અનેક કામો માટે માણસને આજે સ્માર્ટફોનની જરૂર પડે છે. ત્યારે સ્માર્ટફોન વ્યવસ્થિત કામ આપે તે માટે તેમાં બેટરીની કેપિસિટી હોવી પણ જરૂરી છે. બેટરી કેપિસિટી દ્વારા જ એ જાણી શકાય કે ફોન તમારો સાથ ક્યાં સુધી નિભાવશે. જો કે વિશ્વની લગભગ દરેક ચીજ સમય સાથે ખરાબ થતી જ હોય છે અને પોતાની કેપિસિટી ખોઈ જ દે છે. પરંતુ તમારા સ્માર્ટફોનની બેટરી જો સમય પહેલા જ પુરી થવા લાગે છે તો તમારે તેને વધુ ને વધુ ચાર્જ કરવાની જરૂર પડતી હશે. આવી સ્થિતિમાં તમારે તમારી બેટરી હેલ્થ ચેક કરવાની જરૂર છે. જો બેટરી વધુ જૂની થઈ ગઈ હોય તો તેને બદલી નાખવી જોઈએ.

image soucre

આ રીતે કરો બેટરીને ચેક

  • 1. સૌથી પહેલા ફોન પર સ્ક્રીન ઓન ટાઇમ ચેક કરો કે તે પહેલાની જેમ જ કામ કરે છે કે ઓછો થઈ ગયો છે.
  • 2. આમ કરવા માટે Settings > Battery > Battery Usage > Show full device usage પર જવું
  • 3. અમુક ડિવાઇસમાં તમને ઉપરની બાજુએ એક તરફ એક ઘડિયાળ જેવું આઈકન દેખાશે. તેના પર ટેપ કરો, હવે તમને એક ગ્રાફ દેખાશે જેમાં તમારે જોવું જોઈશે કે તમારી બેટરી કેટલી ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે.

થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરો

image source

બેટરીની હેલ્થને સારી રીતે સમજવા માટે તમે AccuBattery એપ ડાઉનલોડ કરી શકો છો. જે અમુક ડિસ્ચાર્જ અને ચાર્જ સાયકલ પર તમારી બેટરી વિશે જણાવે છે. અને તમને તેના વિશ્લેષણથી સૌથી ચોક્કસ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

image soucre

આ રીતે કરો AccuBattery એપ ડાઉનલોડ

  • 1. ગુગલ પ્લે સ્ટોર પરથી AccuBattery એપ ડાઉનલોડ કરો
  • 2. એપ ઓપન કરો અને બધી જરૂરી પરમિશન પ્રદાન કરો, હવે તમને એપમાં ચાર ટેબ દેખાશે.
  • 3. ડિસ્ચાર્જીંગ ટેબમાં તમે બેટરી ડિસ્ચાર્જનો કરંટ રેટ અને વિભિન્ન ઉપયોગના આંકડાઓ જોઈ શકો છો.
  • 4. નીચે આપવામાં આવેલા બાર પર હેલ્થ આઈકન પર ક્લિક કરીને હેલ્થ ટેબ પર જાવ. જો તમારી પાસે AccuBattery એપ ઇન્સ્ટોલ કરવા માટે પૂરતો સમય હોય તો પેનલ તમારી બેટરીની બચેલી હેલ્થને પણ દેખાડશે.
  • 5. ડિઝાઇન કેપિસિટી ફિલ્ડ તમારી બેટરીની મેક્સિમમ કેપિસિટી વિશે જણાવશે.
image socure

એક વખત આ પ્રોસેસ થઈ ગયા બાદ તમે એ સમજવા માટે એસ્ટીમેટેડ કેપિસિટી અને ડિઝાઇન કેપિસિટીની વેલ્યુની સરખામણી કરી શકશો કે સમય સાથે તમારી બેટરીએ કેટલો પાવર ગુમાવી દીધો છે. જો તમને એમ લાગતું હોય કે તમારા ફોનની બેટરી હેલ્થ વધુ ખરાબ છે તો તમારે એ બેટરી બદલાવી નાખવાની જરૂર છે.