લાખોની ઘડિયાળ, લાખોનો ડ્રેસ, ઓસ્કર નોમિનેશન દરમિયાન આવો હતો પ્રિયંકા ચોપરાનો અંદાજ.

૩૨ લાખની ઘડિયાળ, ૧.૭ લાખની ડ્રેસ, ઓસ્કર નોમિનેશન દરમિયાન આવો હતો પ્રિયંકા ચોપરાનો અંદાજ.

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસ દ્વારા સોમવારના રોજ કુલ ૨૩ કેટેગરીઝમાં ૯૩મા ઓસ્કર એવોર્ડ નોમિનેશન્સની ઘોષણા કરવામાં આવી છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટોસ શેર કર્યા છે જેમાં પ્રિયંકા ચોપરા ઓસ્કરની એક વિશાળકાય ટ્રોફીને પોતાના પતિની મદદથી ઉઠાવીને લઈ જવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહી છે.

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપરા ડાર્ક બ્લુ કલરની ડિઝાઈનર મીડી ડ્રેસમાં જોવા મળ્યા જેની કીમત અંદાજીત ૧.૭ લાખ રૂપિયા છે. જયારે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ગોલ્ડન કલરના સુટ પેંટ અને વાઈટ શર્ટમાં જોવા મળ્યા હતા.

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપરાના આ ફોટોસમાં અન્ય એક વસ્તુ છે જે ચર્ચામાં રહી છે, તે વસ્તુ છે પ્રિયંકા ચોપરાની ઘડિયાળ. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાની કલાઈ પર એક ડિઝાઈનર ઘડિયાળ પહેરી રાખેલ જોવા મળ્યા હતા. આ ઘડિયાળમાં પ્રિયંકાના ડ્રેસને મેચિંગ બ્લુ કલરના સ્ટ્રાઈપ હતા.

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ Bvlgari Diva ની ડ્રીમ વોચને પોતાની કલાઈમાં પહેરી હતી, જેની સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પ્રસંશા કરતા જોવા મળ્યા છે. ઈ- કોમર્સ પોર્ટલ પર અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આ ઘડિયાળની કીમત અંદાજીત ૩૨.૪૭ લાખ રૂપિયા જેટલી છે.

સ્વાભાવિક રીતે હવે આપના મનમાં પ્રશ્ન પણ આવી રહ્યો હશે કે, અંતે આ ઘડિયાળની કીમત આટલી વધારે કેમ છે. તો આપને જણાવી દઈએ કે, આ ઘડિયાળ ૧૮ કેરેટ રોઝ ગોલ્ડ કેસ અને ખુબસુરતીથી તરસવામાં આવેલ હીરાઓની સાથે સજાવવામાં આવી છે.

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઓસ્કારમાં પહેરેલ બ્લુ કલરની ઘડિયાળમાં ખુબસુરત નીલા રંગના ડાયમંડની સાથે જ ખુબ ઝીણી પેઈન્ટીંગની સાથે બનાવવામાં આવેલ મોર, સ્ટાર્સ અને ઈન્ડેક્સની સાથે દરેક જગ્યાએ હીરા લગાવવામાં આવ્યા છે અને એના બ્લુ સ્ટ્રાઈપ પર એક ખુબસુરત એલિગેટર બનાવવામાં આવ્યું છે.

એટલું જ નહી, અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જે પિંક કલરના હિલ્સ પહેરેલ જોવા મળી રહી છે એમની કીમત પણ અંદાજીત ૫૪ હજાર રૂપિયા છે. કેટ પંપના ગુલાબી રંગના શેડ ધરાવતા Maison Christian Louboutin ના આ એક શાનદાર ફૂટવેર છે.

image source

આ ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, આવી રીતે કે પછી તેવી રીતે….. બધા નોમિનીઝને શુભકામનાઓ અને ધન્યવાદ એકેડમી એવોર્ડ્સ આ સ્પેશિયલ અવસર માટે. આપ આપ અમારા પાગલપનથી ભરેલ આ સોમવારમાં ફિટ થયા છો. આપને ખુબ ખુબ ધન્યવાદ આ ફોટો માટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!