થઈ ગયો ખુલાસો, તો આ કારણે પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પરથી હટાવી પતિની સરનેમ જોનાસ

સોશિયલ મીડિયા પરથી પતિ નિક જોનાસની સરનેમ હટાવી દેનાર પ્રિયંકા ચોપરાએ આ મામલે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. પ્રિયંકાએ નિક જોનાસથી છૂટાછેડાના સવાલ પર પણ વાત કરી છે. TOI અનુસાર, જ્યારે પ્રિયંકાને તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી જોનાસ સરનેમ હટાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “હું ઈચ્છું છું કે મારું યુઝરનેમ મારા ટ્વિટર સાથે મેળ ખાય.” મને એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે લોકો માટે આ આટલો મોટો મુદ્દો કેમ બની ગયો છે. આ સોશિયલ મીડિયા છે યાર તમે બધા શાંત રહો.

નિકની પત્ની તરીકે ઓળખવા પર ગુસ્સે થઈ હતી પ્રિયંકા

image source

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક સમાચારોના સ્ક્રીનશોટ શેર કર્યા હતા જેમાં તેને ‘નિક જોનાસ’ની પત્ની તરીકે સંબોધવામાં આવી હતી. પ્રિયંકા ચોપરાએ એમ પણ પૂછ્યું હતું કે હજુ પણ મહિલાઓ સાથે આવું વર્તન કેવી રીતે થઈ શકે છે. તેને કહ્યું હતું કે, હું અત્યાર સુધીની સૌથી આઇકોનિક ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાંથી એકનું પ્રમોશન કરી રહી છું અને મને હજુ પણ ‘નિક જોનાસની પત્ની’ તરીકે ઓળખવામાં આવે છે.

image soucre

પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા દિવસોથી તેની હોલીવુડ ફિલ્મ ‘ધ મેટ્રિક્સ રિસર્ક્શન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આમાં તે કીયાનુ રીવ્સ સાથે જોવા મળશે. પ્રિયંકા ચોપરા આમાં સતીનો રોલ કરી રહી છે. પ્રિયંકા ચોપરાના પાત્રના પોસ્ટરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ 22મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે.

image soucre

સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાની અટક પ્રિયંકા ચોપરાથી બદલીને પ્રિયંકા ચોપરા જોનાસ કરી હતી. પરંતુ હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી પતિ નિક જોનાસની સરનેમ હટાવી દીધી છે, ત્યારબાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાના સમાચાર પણ આવ્યા. પરંતુ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટે તમામ સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

image soucre

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા છેલ્લે ‘ધ વ્હાઇટ ટાઇગર’ અને ‘ધ સ્કાય ઇઝ પિંક’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. એટલું જ નહીં પ્રિયંકા ચોપરાએ મોસ્ટ એડમાર્ડ વુમન-2021ની યાદીમાં ટોપ 10માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટોપ 10ની યાદીમાં સ્થાન મેળવનારી પ્રિયંકા ચોપરા એકમાત્ર ભારતીય અભિનેત્રી છે.

image soucre

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં નિક અને પ્રિયંકાએ રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. કેટરિના અને વિકીની જેમ તેમના લગ્નમાં પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. બંનેના લગ્નની વિધિ 5 દિવસ સુધી ચાલી હતી. પીઠી સંગીત અને મેંદી સહિતની તમામ ધાર્મિક વિધિઓ એક જ મહેલમાં કરવામાં આવી હતી. નિક અને પ્રિયંકાએ ક્રિશ્ચિયન અને હિંદુ બંને રીત રિવાજોથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.