રાહુલ અને દિશાના ઘરે આવવાનુ છે નાનું મહેમાન, સિંગરે આપ્યો ઈશારો

બિગ બોસ 14 ફેમ રાહુલ વૈદ્યની ફેન ફોલોઈંગ હવે ઘણી વધી ગઈ છે. જ્યારથી તેણે બિગ બોસમાં પોતાનો દમ બતાવ્યો છે ત્યારથી તે હેડલાઈન્સમાં છે. તેણે દિશા પરમાર સાથે લગ્ન કર્યા છે જે એક ટીવી એક્ટ્રેસ છે. આમ તો રાહુલના ફેન્સને તેની ગાયકી ખૂબ જ પસંદ છે. આ દરમિયાન રાહુલ અને દિશાના ફોટો પણ ફેન્સને પસંદ આવી રહ્યા છે. હવે બંનેના ફેન્સ બંને તરફથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે હવે રાહુલનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

image soucre

આમાં તેણે નાના બાળકના આગમનને લઈને મોટી વાત કહી છે. આ નિવેદન સામે આવ્યા બાદ ફેન્સ તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. હા, સિંગરે તાજેતરમાં ટ્વિટર પર આસ્ક મી એનિથિંગ સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે, ‘તેમની શું ઈચ્છા છે, જેને તે જલ્દી પૂરી કરવા માંગે છે.’ આના પર રાહુલે કહ્યું કે ‘તે એક છોકરીનો પિતા બનવા માંગે છે’. આ દરમિયાન જ્યારે અન્ય એક પ્રશંસકે રાહુલને તેની શ્રેષ્ઠ યાદશક્તિ અંગે પ્રશ્ન પૂછ્યો તો રાહુલે કહ્યું, ‘જ્યારે દિશાએ બિગ બોસના ઘરમાં લાલ સાડીમાં એન્ટ્રી લીધી હતી. એ જોઈને મારા રૂંવાટાં ઉભા થઇ ગયા હતા. એ સાથે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે એ આવનારા 10 વર્ષમાં પોતાને ક્યાં જુવે છે.

image soucre

આના પર રાહુલે કહ્યું, “સર્વશ્રેષ્ઠ પિતા, મહાન પતિ એક ભારતીય જેણે ભારતને ગૌરવ અપાવ્યું છે. હું મારા દેશ માટે કંઈક કરવા માંગુ છું! જય હિંદ.” તમને એ પણ જણાવી દઈએ કે રાહુલ 18 અઠવાડિયા સુધી બિગ બોસ 14 ના ઘરમાં હતો. તો તેણે તેની ખરાબ તબિયતને કારણે શો છોડી દીધો હતો, પરંતુ પછીથી તે ફરીથી ઘરે પાછો ફર્યો અને પ્રથમ રનર-અપ તરીકે સામે આવ્યો હતો

image soucre

તમને જણાવી દઈએ કે રાહુલ વૈદ્યને નાનપણથી જ ગાવાનો શોખ છે. રાહુલ વૈદ્યએ સરજ મોરારજી સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. આ સાથે તેણે નાનપણથી જ સિંગિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. રાહુલ વૈદ્યના બાળપણમાં જ્યારે તેમની માતાએ તેમને ગાતા સાંભળ્યા ત્યારે તેમણે તેમને સંગીત શીખવા મોકલ્યા. રાહુલ વૈદ્યએ હિમાંશુ મનોચા હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો અને ઘણી બાળ પ્રતિભા સ્પર્ધાઓમાં ભાગ લીધો. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, રાહુલ વૈદ્ય વધુ અભ્યાસ માટે મીઠીબાઈ કોલેજમાં ગયા. અહીંયા સેકન્ડ યરના અભ્યાસ દરમિયાન જ રાહુલ વૈધે ઇન્ડિયન આઇડલમાં ભાગ લીધો હતો