ટેલીવિઝનની લોકપ્રિય વહુઓ કરતા પણ ઉંચો આંકડો છે રાહુલ વૈધની ફી નો? જાણીને તમને પણ લાગશે નવાઈ….

રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’ ટૂંક સમયમાં શરૂ થશે. આ શોમાં તેર સ્પર્ધકોએ ડેર ડેવિલ સ્ટન્ટ્સ કર્યાં છે. આ સ્ટન્ટ્સ માટે આ તેર સ્પર્ધકો ને મસમોટી રકમ પણ મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેર સ્પર્ધકોમાંથી સિંગર રાહુલ વૈદ્ય ને સૌથી વધુ રૂપિયા મળે છે. રાહુલ વૈદ્ય ને ટીવીની જાણીતી વહુઓ પ્રેરણા (શ્વેતા તિવારી) તથા ઈશિતા ભલ્લા (દિવ્યાંકા ત્રિપાઠી) કરતાં પણ વધુ ફી મળી છે.

રાહુલને એક એપિસોડના મળે છે આટલા રૂપિયા

image source

સૂત્રોના મતે, રાહુલ વૈદ્યને ‘ખતરો કે ખિલાડી અગિયાર’ના એક એપિસોડ માટે પંદર લાખ રૂપિયા મળે છે. રાહુલ વૈદ્ય ‘બિગ બોસ 14’નો ફર્સ્ટ રનર અપ પણ રહી ચૂક્યો છે. રાહુલ બાદ દિવ્યાંકા ત્રિપાઠી ને સૌથી વધુ ફી મળે છે. દિવ્યાંકા એક એપિસોડના દસ લાખ રૂપિયા લે છે.

રીયાલીટી શોમાં બીજા સ્પર્ધકોને મળતી ફ્રી

image source

અર્જુન બિજલાણી ને સાત લાખ રૂ., અનુષ્કા સેન ને પાંચ લાખ રૂ., શ્વેતા તિવારી ને ચાર લાખ રૂ. અભિનવ શુક્લા ને ચાર લાખ પચીસ હજાર રૂ., નિક્કી તંબોલી ને ચાર લાખ તેતાલીસ હજાર રૂ., વરુણ સૂદને ત્રણ લાખ ત્યાસી હજાર રૂ., વિશાલ આદિત્ય સિંહને ત્રણ લાખ તેતાલીસ હજાર રૂ., સના મકબૂલને બે લાખ પિસ્તાલીસ હજાર રૂ., સૌરભ રાજ જૈનને બે લાખ રૂ., આસ્થા ગીલને એક લાખ પંચ્યાસી હજાર રૂ., મહેક ચહલને એક લાખ પંદર હજાર રૂ. મળે છે.

રોહિત શેટ્ટીને કેટલાં રૂપિયા મળે છે ?

image source

‘ખતરો કે ખિલાડી અગિયાર ’ ને બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે. રોહિત ને એક એપિસોડના ઓગણચાલીસ લાખ રૂપિયા મળતા હોવાની ચર્ચા છે. આ પહેલાં રોહિતે ‘ખતરો કે ખિલાડી’ની સિઝન પાંચ, છ, આઠ, નવ તથા દસ હોસ્ટ કરી હતી.

ટોપ 3માં ક્યાં સ્પર્ધકો હોવાની ચર્ચા

ટોપ પાંચમાં રાહુલ વૈદ્ય, વરુણ સૂદ, અર્જુન બિજલાણી, વિશાલ આદિત્ય સિંહ તથા દિવ્યાંકા ત્રિપાઠી છે, આમાંથી દિવ્યાંકા ત્રિપાઠી તથા અર્જુન બિજલાણી એલિમિનેટ થઈ જાય છે. ટોપ 3 માં રાહુલ, વરુણ તથા વિશાલ છે. આ ત્રણ માંથી એક સ્પર્ધક વિજેતા બનશે. હાલમાં જ ‘ખતરો કે ખિલાડી 11’ની ટીમે સાઉથ આફ્રિકા ના કેપ ટાઉનમાં શોનું શૂટિંગ પૂરું કર્યું હતું. માનવામાં આવે છે કે જુલાઈ ના બીજા અઠવાડિયા થી આ શો ને દર શનિ-રવિ ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!