જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનુ વિચારતા હોવ તો વાંચી લો આ લેટેસ્ટ ન્યૂઝ, કારણકે થયા છે અનેક ફેરફારો

આ તારીખ પહેલા તમે કોઈ મુસાફરી કરવાનો પ્લાન હોય તો રેલવેની આ જાહેરાત તમારે અચૂક જાણવી જોઈએ.

image source

દેશમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ખુબજ વધી રહ્યું છે. તારીખ 24 માર્ચથી ટ્રેન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રમિકોને પોતાના ઘરે પાછા જવા માટે ટ્રેનની શરૂઆત થઈ અને ત્યારબાદ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ વડાપ્રધાનની જાહેરાત બાદ 1 જુલાઈથી ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવાનો હતો જે હાલ વધતા સંક્રમણને કારણે બંધ રાખવો એવો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના 5 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે અને દિવસેને દિવસે કેસની સંખ્યા વધતી જાય છે.

image source

દેશમાં કોરોના સંક્રમણના લીધે કરવામાં આવેલા લોકડાઉનને કારણે ટ્રેનોના પૈંડા પણ અટકી ગયા હતા. જો કે બાદમાં કેટલીક શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી અને બીજી ઘણી ટ્રેનો પણ પાટા પર દોડી હતી. પરંતુ હવે રેલવે બોર્ડે ફરી એકવાર કહ્યું છે કે હાલ 12 ઓગસ્ટ સુધી નિયમિત રીતે ચાલનારી તમામ મેલ, એક્સપ્રેસ, પેસેન્જર અને પરા સેવાઓ રદ રહેશે. એટલે જો તમે હાલ ક્યાંય કામ અર્થે બહાર નીકળવાના હોય તો પહેલા એ જાણી લેજો કે તમે જે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તે બંધ થઈ છે કે નહીં. નહિતર તમારે રસ્તામાં અટવાવાનું રહેશે.

image source

આ સાથે જ રેલવે બોર્ડે પણ નિર્ણય લીધો છે કે 1 જુલાઇથી 12 ઓગસ્ટની વચ્ચે આ ટ્રેનોમાં મુસાફરી માટે બુક કરાવેલ તમામ ટિકિટ રદ કરવામાં આવશે. આ સાથે, રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે 12 મેથી રાજધાની ટ્રેનોના રૂટો પર દોડતી તમામ સ્પેશ્યલ ટ્રેનો અને 12 ટ્રેનો બીજી 1 જૂનથી દોડતી 100 જોડી ટ્રેનોનું ઓપરેશનલ ચાલુ રહેશે.

આ ઉપરાંત કેટલીક વિશેષ ઉપનગરીય સેવાઓ જે હાલમાં જરૂરી સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓને લાવવા અને લઈ જવા માટે મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી તે પણ ચાલુ રાખશે.

ટ્રેન બોર્ડ એ પણ જાહેરાત કરી છે કે ટિકિટ પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

image source

ભારતીય રેલવેએ 14 એપ્રિલ અથવા તે પહેલાં નિયમિત ટ્રેનો માટે બુક કરાવેલ તમામ ટિકિટને રદ કરવાની જાહેરાત કરી છે. સાથો સાથ આ ટિકિટોનું સંપૂર્ણ રિફંડ પણ પરત કરવાનું કહેવામાં આવ્યું છે. રેલવે બોર્ડે કહ્યું કે રેલવે મંત્રાલયે નક્કી કર્યું છે કે નિયમિત ટ્રેનો માટે 14 એપ્રિલ, 2020 અથવા તે પહેલાં બુક કરાયેલ તમામ ટ્રેન ટિકિટને રદ કરી દેવામાં આવે. ઉપરાંત આ ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવું જોઈએ.

image source

આપને જણાવી દઇએ કે રેલવે એ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે પેસેન્જર, મેલ અને એક્સપ્રેસ ટ્રેન સેવાને સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ 14મી મેના રોજ રેલવેએ તમામ જૂના રિઝર્વેશનને રદ કરી દીધા હતા. જો કે સંજોગોને ધ્યાનમાં રાખીને, રેલવેએ હજારો શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવી હતી અને લાખો પ્રવાસી મજૂરો અને કામદારોને તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા. હાલમાં, રેલવે ફક્ત 230 સ્પેશ્યલ ટ્રેનો ચલાવી રહ્યું છે. મુસાફરો આ ટ્રેનોની ટિકિટ માટે 120 દિવસ અગાઉથી બુકિંગ કરાવી શકે છે. આ ટ્રેનોમાં મુસાફરી માટે રેલવે દ્વારા અનેક પ્રકારની ગાઇડલાઇન પણ રજૂ કરવામાં આવી છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત