રેલવે પાર્સલમાંથી 10 ક્વિન્ટલ વાળ ચોરાયા, વેપારીની મહેનત પાણીમાં ગઈ, વાળની કિંમત જાણીને ઉડી જશે હોંશ

ઇન્દોરથી કોલકાતા મોકલવામાં આવી રહેલા વાળની થઈ ચોરી, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

ઇન્દોરથી હાવડા જઈ રહેલી ટ્રેનમાંથી વાળ ચોરી થવાનો એક અનોખો મામલો સામે આવ્યો છે. જો કે ચોરીના આ મામલામાં હજી સુધી એફઆઈઆર નથી થઈ. પણ ચોરી થયેલા વાળની કિંમત 60 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. મળેલી માહિતી અનુસાર ઇન્દોરથી હાવડા જતી ટ્રેનમાંથી 10 કવીંટલથી વધુ વાળ ચોરી થઈ ગયા છે. ચોરી થયેલા વાળની આ ઘટનામાં મહારાષ્ટ્રના ફેરી વાળાઓ એફઆઈઆર નોંધાવવા માટે સતત RPFના ચક્કર લગાવી રહ્યા છે.

image source

ફેરી વાળાઓએ જણાવ્યું કે એ એક કિલો વાળ પાંચ હજાર રૂપિયામાં વેચે છે અને વાળ ભેગા કરવા માટે એ ગલી ગલીમાં ફરે ક્ષહે. વાળને ખરીદવાની શરત એ જ હોય છે કે વાળ કાપેલા નહિ પણ ફક્ત કાંસકો ફેરવતી વખતે ઉતરેલા જ હોય અને એ સ્ત્રીઓના જ હોય. એટલે કે દરેક વાળની લંબાઈ ઓછામાં ઓછી 8 ઇંચ હોવી જોઈએ, એનું કારણ એ છે કે આ વાળમાંથી વિગ બનાવવાં આવે છે. કોલકાતાથી 90% વાળ વિગ બનાવવા માટે ચીન મોકલવામાં આવે છે અને 10% વાળને વિગ કોલકાતામાં જ બનાવવામાં આવે છે.

image source

ફેરી લગાવનાર સુનિલે એક વાતચીતમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના 150 લોકો ઇન્દોર સહિત આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને વાળ ભેગા કરે છે અને 10 ગ્રામ વાળ 20 રૂપિયા સુધીમાં ખરીદે છે. 6 જુલાઓ 2021ના રોજ ઇન્દોર રેલવે સ્ટેશન પરથી કોલકાતા હાવડા માટે 22 બોરી વાળ બુક કરાવ્યા હતા જેનો બીલતી નંબર 63598 હતો. એમાં નક્કી કરેલા સમયે ફક્ત 3 બોરી જ હાવડા પહોંચ્યા જ્યારે વાળથી ભરેલી 19 બોરી ચોરી થઈ ગઈ.

image source

એ પછી ફેરીવાળાઓ જ્યારે ઇન્દોરમાં એફઆઈઆર કરાવવા પહોંચ્યા તો પોલીસે મામલો નોંધવાની ના પાડી દીધી અને કહ્યું કે એમની પાસે જે બિલટી છે એમના નકલી વાળની વાત છે અને કિંમત પણ ઓછી લખવામાં આવી છે. એ કારણે FIR ન નોંધી શકાય. તો ઇન્દોર RPFના પ્રભારી હરીશ કુમારનું કહેવું છે કે અમે કોલકાતાના હાવડા પાર્સલ વિભાગનો સંપર્ક કર્યો છે. અને જો અમને હાવડામાં વાળની બોરીઓ ન મળી તો કેસ નોંધવામાં આવશે.

ફેરીવાળાનું કહેવું છે કે અમે ઘણા વર્ષોથી વાળ હાવડા મોકલવાનું કામ કરી રહ્યા છે પણ આ વખતે રેલવેમાં પાર્સલ વિભાગની બેદરકારીના લીધે અમારી એક વર્ષની કમાણી પર પાણી ફરી ગયું છે અને પોલીસ પણ અમારી મદદ નથી કરી રહી.