રાજકોટમાં બની કાળજું કંપાવી દે તેવી ઘટનાઃ માસુબ બાળકો સાથે સગા પિતાએ…
રાજકોટમાં બનેલી હત્યા અને ત્યારબાદ આત્મહત્યાની ઘટનામાં એક જ દિવસમાં એક પરિવારના 5 સભ્યોએ દમ તોડ્યો છે. થોડા વર્ષો પહેલા સુખેથી જીવતા દંપતિના જીવનમાં એવી તો ઊથલપાથલ સર્જાઈ કે જેના કારણે એક યુવક પોતાની પત્ની, બે બાળકો અને મામાની હત્યા નીપજાવી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાના કારણે રાજકોટ શહેરમાં જ નહીં રાજ્યભરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ગુરુવારે શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં આ ખુની ખેલ ખેલાયો હતો. જેમાં પહેલા યુવાને તેની પત્ની અને મામાને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ પોતે બાળકો સાથે સળગી ગયો. સળગેલી હાલતમાં પિતા અને સંતાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનો પણ જીવ બચાવી શક્યો નહીં અને 12 કલાકમાં એક પરીવારના 5 સભ્યોના મોત થયા.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝિયા અને તેના મામા નઝીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. આરોપી પતિ ઈમરાન પઠાણે હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા વચ્ચે ઝઘડો ચાલતો હતો. બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય કર્યો હતો. જેનો કેસ કોર્ટમાં ચાલતો હતો, પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે એ મામલે બંને વચ્ચે ઝઘડો શરુ થયો હતો. આ તકે ઈમરાનની પત્નીએ 181 પર કોલ કરી ટીમને મદદ માટે બોલાવી હતી. બાદમાં પરિવારના સભ્યોને પોલીસ સ્ટેશન બોલવવામાં આવ્યાં. મહિલા પોલીસ સ્ટેશનથી બધાં નીકળ્યાં ત્યારે પાછળથી ઈમરાને છરી વડે પત્ની, સાસુ અને મામા પર હુમલો કરી દીધો હતો.
આ હત્યા કરી ઈમરાન તેના બંને બાળકોને સાસુ પાસેથી છીનવી બાઇક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો. તેણે રસ્તામાં હત્યા કરી હતી તે છરીને ફેંકી દીધી હતી. પોલીસ તેની પાછળ નીકળી અને તમામ પુરાવા પણ એકત્ર કર્યા હતા. ત્યારબાદ આરોપીએ પોતાના બાળકો સાથે અગ્નિસ્નાન કરી લીધું. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત