રાજકોટ સિવિલે રંગ રાખ્યો, બાળકના નાક-આંખની વચ્ચેની મોટી ગાંઠની કરી દુર્લભ સર્જરી, આ રીતે બન્યું શક્ય

ગુજરાતમાં સિવિલ હોસ્પિટલની બેદરકારીના સમાચાર તો અવાર નવાર વાયરલ થતાં જ રહે છે. પણ આજે સારા સમાચારની વાત કરવી છે. આ વાત છે રાજકોટની સિવિલ હોસ્પિટલની. આમ તો ગુજરાતમાં ઘણી સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી કરવાના રેકોર્ડ છે અને વખણાઈ ચૂકી છે. ત્યારે આજે ફરી એકવાર સિવિલ હોસ્પિટલમાંથી એક ખુબ સારા સમાચાર આવ્યા છે. આ દવાખાનામાં કોરાનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર અને નિદાનની સાથે રોગના મૂળમાં જઇ તેની સારવાર કરવા માટે તબીબોની ટીમ કામ કરી રહી છે.

image source

વિગતે વાત કરવામાં આવે તો ગોંડલના 16 વર્ષના સમીર ગફારભાઇની આંખમાંથી પાણી અને રસી નીકળવાની સાથે આંખની કીકી ડાબી બાજુ ખસી રહયાની ફરિયાદનું રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીઓએ સચોટ નિદાન કરી આંખની પાછળના ભાગે ઓપરેશન કરતા આ કિશોરને આંખની પીડામાંથી મુકિત મળી છે. સમયે યોગ્ય સારવાર મળી જતા અને બાળકની આંખ બચી જતા દર્દીના પરિવારજનોએ સરકારી સેવા સાથે તબીબોનો આભાર માન્યો હતો.

જો આગળ માહિતી મળે છે એ પ્રમાણે જોઈએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી વિભાગના પ્રોફેસર અને દર્દીનું ઓપરેશન કરનાર ડો. સેજલ નરેશકુમાર મિસ્ત્રીએ આ અલગ કેસ અંગે વાત કરતાં જણાવ્યું હતુ કે, ગોંડલના સમીર ગફારભાઇ ઉ.વ.16ને ત્રણ મહિનાથી આંખમાં સોજો રહેતો હતો. સોજા પછી આંખમાંથી પાણી નીકળતુ હતુ. આ ઉપરાંત આંખનો ડોળો કીકી સાથે ડાબી બાજુ ખેચાતો હોવાની પણ ફરિયાદ હતી. ડો. સેજલબેને વધુંમાં જણાવ્યું કે આ બાળકના નાકમાં દૂરબીન નાંખતા નાકમાં દુરબીન જઇ ન શકે એ રીતે નાકનો પડદો જોવા મળતા અને નાકનું છીદ્ર સાંકડું થઇ જતું હતું.

image source

આટલું જોયા બાદ ડોક્ટરોને લાગ્યું કે મગજની બાજુમાં કંઇક હોવું જોઈએ. પછી સીટી સ્કેન કરવામાં આવતા વિવિધ રીપોર્ટના આધારે નિદાન કરવામાં આવ્યું હતું. તબીબના જણાવ્યા અનુસાર આ બાળકના નાક અને આંખની વચ્ચે 9 સેમીની મોટી ગાંઠ જોવા મળી હતી. આ ઉપરાંત ગાંઠમાં 10 એમએલ જેટલુ રસી પણ હોય અને ગાંઠ વધારે સમય રહે તો મગજને અસર અને બીજા જોખમી કોમ્પ્લીકેટસ ન થાય તે માટે ચીવટતાપુર્વક અને સારી રીતે ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. જો હવે પછીની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ ઓપરેશન થઇ જતા સમીરને આંખ પરનો સોજો ઉતરી ગયો છે. દુખાવો પણ થતો નથી. સ્વસ્થ થયેલા દર્દીના માતા નજરાબેને જણાવ્યું હતુ કે તેમના બાળકને પ્રાથમિક સારવારથી સારુ થતું ન હતુ. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારી રીતે સાચવવામાં આવે છે. તેમણે સફળ ઓપરેશન બદલ સરકાર અને તબીબોનો અભાર માન્યો હતો.

image source

તેમજ સાથે સાથે ડો. સેજલબેને બાળકોના વાલીઓને જાગૃત કરતા જણાવ્યું હતું કે બાળકોને આંખમાં સોજો કે પાણી પડતું હોય કે નાક આસપાસ તકલીફ રહેતી હોય તો હળવાશથી ન લેવાના બદલે નિષ્ણાતો પાસે નિદાન કરાવવું જોઇએ. સારવારમાં મોડું થાય તો ગંભીર પરીણામ આવી શકે છે. સિવિલમાં આ પ્રકારના રોગોના ઓપરેશન સચોટ નિદાન સાથે સારી રીતે કરવામાં આવે છે. આ સિવાય એક સર્જરી પણ ચર્ચામાં આવી હતી.

image source

અમદાવાદના શાહીભાગ વિસ્તારના ઉષાબેન પટણીની 8 મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત મોઢામાં લીંબુ કદની ગાંઠ હતી. જે તકલીફના કારણે લાંબા સમયથી ઋષિકા ખાવા-પીવામાં મુશકેલી અનુભવી રહી હતી. ઉષાબેનના પતિ ભાડાની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉષાબેનના પતિની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતીમાંથી ઉષાબેન પસાર થઇ રહ્યા હતા. એક તરફ પતિની તકલીફ બીજી તરફ દિકરીની અસહ્ય વેદના. આમ બંને બાજુ તકલીફોથી ધેરાયેલા ઉષાબેનને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ આજે એક તકલીફમાંથી છુટકારો અપાવ્યો છે. ઋષિકાને જીભ પર અસામાન્ય સોજો આવવાને કારણે ઉષાબેન પટણી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના તબીબોને બતાવવા આવ્યા. તબીબી તપાસ દરમિયાન બાળકીને હિમેન્જીયોમાની એટલે કે જીભમાં લોહીની ગાંઠ હોવાનું જાણવા મળ્યુ અને તેની સફળ સર્જરી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત