આઉટ ઓફ કન્ટ્રોલ કોરોના, રાજકોટના સ્મશાનમાં મૃતદેહોની અને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇન જોઈ હચમચી જશો

હાલમાં માહોલ એવો થઈ ગયો છે કે કોરોનાએ આખા વિશ્વને થથરાવી મૂક્યું છે. ઠેર ઠેર કેસો વધી રહ્યા છે, એ જ રીતે ગુજરાતમાં પણ લોકો કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે અને મોત પણ થઈ રહ્યા છે. પરંતુ એમાં અમુક જિલ્લાઓની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે અને ત્યાંના દ્રશ્યો પણ રડાવી મૂકે એવા છે. એમાં રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે જે સૌથી મોટી ચિંતાની વાત છે.

image source

આ સાથે જ જો ત્યાંની પરિસ્થિતિ સાચી હકીકત અને રિયાલીટીની જો વાત કરવામાં આવે તો સતત વધતા સંક્રમણ વચ્ચે સ્વજનોએ સારવારથી લઇ અંતિમવિધી સુધી વેઈટિંગમાં ઉભુ રહેવું પડી શકે છે. હાલ વધતા સંક્ર્મણને અટકાવવા તંત્ર ઊંધે માથે થઈ રહ્યું છે. અમદાવાદ અને સુરત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આજે અલગ દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે 20 જેટલી એમ્બ્યુલન્સ હોસ્પિટલ બહાર લાઇનમાં ઉભી હતી અને જેમાં દર્દીઓ પણ સારવાર માટે વેઇટિંગમાં ઉભેલી હાલમાં જોવા મળ્યા હતા.

image source

એ જ રીતે રાજકોટના સ્મશાન ગૃહમાં ખૂબ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી પરંતુ હવે મૃત્યુની સંખ્યા એટલી હદે વધી છે કે શબવાહિનીઓ મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને બીજો મૃતદેહ લેવા માટે પરત ફરી રહી છે.

image source

આ સિવાય વાત કરવામાં આવે તો કોવિડ હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ જતાં દર્દીઓ વેઇટિંગમાં ઉભું રહેવું પડે તેવી સ્થિતિ સામે આવતા જ હવે રાજકોટમાં પણ હાહાકાર મચી ગયો છે. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ બહાર 20 જેટલી એમ્બ્યુલન્સ બહાર ઉભી હતી. આ એમ્બ્યુલન્સ હોસ્પિટલ બહાર જોતા એક વાત સ્પષ્ટ છે કે સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઇ રહ્યા છે જો કે સરકાર આ વાત સ્વીકારે કે ના સ્વીકારે એ પણ જોવા જેવી વાત છે.

image source

રાજકોટમાં સારવારથી લઇ મૃતદેહના અંતિમ સંસ્કાર સુધી દર્દીના સ્વજનોને લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડી શકે એવો માહોલ છે. રાજકોટમાં બેડ ફૂલ થઇ જતાં દર્દીઓને સારવાર માટે પ્રતીક્ષા કરવી પડે છે જ્યારે રાજકોટમાં કુલ 4 સ્મશાન આવેલ છે જેમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ કલાકો સુધી વારો નથી આવી રહ્યો એ પણ એક હકીકત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!