રેમ્પ વોક કરીને આ સેલેબ્રિટિઓએ પોતાના બેબી બમ્પ કર્યા હતા ફ્લોન્ટ, જેમાં સૌથી સ્માર્ટ છે…..

આ સેલેબ્રિટિઓએ પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કર્યા હતા રેમ્પ વોક કરીને – જુઓ કોણ છે આ લીસ્ટમાં

તાજેતરમાં જ કરીના કપૂરે પોતે ફરી માતા બનવા જઈ રહી છે તેના ખબર સોશયિલ મિડિયા દ્વારા પોતાના ફેન્સને આપ્યા હતા. તેના માતા બનવાના સમાચાર મડિયામાં ફેલાયા છે ત્યા બીજી બાજુ જ્યારે કરીના પહેલીવાર તૈમુર વખતે પણ તેણીએ પ્રગ્નન્સી અનાઉન્સ કરી હતી અને ત્યાર બાદ તેણી અવારનવાર પોતાના બેબીબંપ સાથે જોવા મળી હતી તેની તો પણ સોશિયલ મિડિયા પર તાજી થઈ ગઈ છે.

image source

અને તે વખતના તેના લૂકને તેના ફેન્સે ખૂબ પસંદ પણ કર્યો હતો. તે વખતે કરીનાએ બેબી બંપ સાથે રેમ્પ વોક પણ કરી હતી અને એક નવો ટ્રેન્ડ પણ સેટ કર્યો હતો. કરીના ઉપરાંત પણ બોલીવૂડની બીજી કેટલીક હસ્તિઓ પણ છે જેમણે બેબી બંપ ફ્લોન્ટ કરતા રેમ્પ વોક કરી હતી. તો ચાલો જાણીએ તે સેબેલ્સ વિષે.

મલાઈકા અરોરા

image source

મલાઈકા અરોરા આમ તો બોલીવૂડની એક આઇટમ ડાન્સર છે પણ તેણી દેશની જાણીતી સુપર મોડેલ પણ છે. તેણીએ પણ પોતાની પ્રેગ્નન્સી વખતે રેમ્પ વોક કર્યું હતું. તેણીએ 2009માં જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે લેક્મે ફેશન વીકમાં ગ્રે-મોવ કલરના ગાઉનમાં રેંપ વોક કર્યું હતું. આ દરમિયાન તેનો બેબી બંપ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

લારા દત્તા

image source

લારા દત્તા ભૂતપૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકી છે. તેણી પોતાની સુંદરતા માટે જાણીતી છે. તેણીએ ઇન્ડિયા ઇટરનેશનલ જૂલરી વીકના ફિનાલેમાં રેંપ વોક કર્યું હતું અને તે વખતે તેણી પ્રેગ્નન્ટ હતી. તે વખતે તેણી ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ હતી અને તેની રેમ્પ વૉક વખતે તેણીનો બેબી બંપ પણ દેખાયો હતો.

કરિના કપૂર ખાન

image source

કરિના કપૂર ખાન 2016માં યોજાયેલા લેક્મે ફેશન વીકમાં સબ્યસાચી ડિઝાઇન્સની શો સ્પોટપર બની હતી. આ ઇવેન્ટમાં તેણી પોતાના બેબી બંપ સાથે દેખાઈ હતી અને અત્યંત સુંદર લાગી રહી હતી. તેણીએ એક શાનદાર રેંપવોક કરી હતી અને લોકો તેનાથી ખૂબ જ ઇમ્પ્રેસ હતા. તેણીએ સબ્ચસાચી દ્વારા ડીઝાઈન કરવામાં આવેલો હેવી વર્કવાળો લહેંગો પહેર્યો હતો. અને તેણી કોઈ મહારાણી જેવી જાજરમાન લાગી રહી હતી.

નેહા ધૂપિયા

image source

નેહા ધૂપિયાએ પણ પ્રેગ્નન્સી દરમિયાન પતિ અંગદ બેદી સાથે રેમ્પ વૉક કર્યું હતું. તેણીએ એક ભારતીય પરંપરાગત અટાયર પહેર્યો હતો. અને તેમાં તેણીનો બેબી બંપ જોઈ શકાતો હતો. તેણી અત્યંત જાજરમાન લાગી રહી હતી. તેણીએ 2018માં યોજાયેલા લેક્મે ફેશન વીકમાં અંગત સાથે ડિઝાઈનર પાયલ સિંહની ડિઝાઈન્સની શો સ્ટોપર બની હતી.

શ્વેતા સાલ્વે

image source

શ્વેતા સાલ્વે પણ રેંપ વોક કરીને પ્રેગ્નન્સી ટેબુઝને તોડી ચૂકી છે. તેણીએ સાડીમાં ખૂબ જ સુંદર રીતે બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો. સોશયિલ મિડિયા પર પણ તેણી પોતાની પ્રેગ્નન્સીની તસ્વીર અવારનવાર શેર કરતી રહે છે.

કેરલ ગ્રેશિયસ

image source

કેરલ ગ્રેશિયલ દેશી એક જાણીતી સુપર મોડેલ છે. તેણી દેશની જ નહીં પણ આંતરરાષ્ટ્રિય મોડેલિંગ ક્ષેત્રે એક જાણીતુ નામ છે. તેણીએ એકવાર નહીં પણ બે વાર રેમ્પ પર બેબી બંપ ફ્લોન્ટ કર્યો છે.

મીરા રાજપૂત

image source

2016માં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરી હતી. તે સમયે તેણીએ પોતાની પ્રેગ્નન્સીનું અનાઉંસમેન્ટ નહોતુ કર્યું પણ તેણીનો બેબી બંપ જોઈ લોકોમાં તેણીના પ્રેગ્નન્ટ હોવાની ખબર ફેલાઈ ચૂકી હતી. રેંપ વૉક દરમાયન તેણીએ પિચ કલરના દુપટ્ટામાં પોતાનો બેબી બંપ સ્માર્ટલી છૂપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

થોડા વર્ષો પહેલાં અભિનેત્રીઓ પોતાની પ્રેગ્નન્સીની વાતો છૂપાવતી હતી પણ હવે અભિનેત્રીઓ બોલ્ડ બની છે. અને માતૃત્વને ગર્વથી ફ્લોન્ટ કરી રહી છે. અને ગર્ભાવસ્થા દરમિયાન પોતાના વધી ગયેલા શરીર બાબતે જરા પણ સંકોચ નથી રાખતી. પણ પ્રસૂતિ બાદ તેઓ ફરી પાછા ડાયેટ તેમજ વ્યાયામને ફોલો કરીને પોતાનું પહેલા જેવું સુડોળ શરીર પાછુ મેળવી લે છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત