દીપિકા પાદુકોણને રણવીર સિંહે કહ્યું સિંહણ, કહ્યું કે દુનિયામાં ફક્ત પત્નીથી લાગે છે બીક

કલર્સના ધ બિગ પિક્ચરના મંચ પર અત્યાર સુધી સેલિબ્રિટીઝની સાથે સાથે સામાન્ય માણસો સુધી બધા ક્ષેત્રોના અલગ અલગ લોકોને જોયા છે. તસ્વીરથી લઈને તકદીર સુધી લઈ જતા આ અનોખા શોમાં કન્ટેસ્ટન્ટ પિન્ટુ બેન સામેલ થઈ છે. જૂનાગઢ ગુજરાતના વન અધિકારી પિન્ટુ બેનને જોઈ રણવીર ખૂબ જ પ્રભાવિત થયા. એ દરમિયાન પિન્ટુ બેનના વખાણ કરતા કરતા રણવીર સિંહ એમની પત્ની દીપિકા પાદુકોણના વખાણ કરવાનું પણ બિલકુલ ન ભૂલ્યા, એટલું જ નહીં રણવીર સિંહ દીપિકા પાદુકોણને સિંહણ પણ કહેવાના છે.

image source

આ કવિઝ શોના મંચ પર સુપરસ્ટાર, રણવીર સિંહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યા પછી પિન્ટુ બેન એ જણાવતા દેખાઈ કે એ એમના કામના ભાગ રૂપે એમનો દરેક દિવસ વન્યજીવો સાથે કેવી રીતે પસાર કરે છે. એ પછી રણવીર સિંહ દીપિકા પાદુકોણ સાથે એમની સફારી ટ્રીપનો ખુલાસો કરતા જણાવ્યું કે એમને વાઘને જોવામાં કેટલી મજા આવી હતી. રણવીર સિંહે જાનવરોના એમના ડરને સ્વીકાર કરતા પિન્ટુ બેનના નીડર સ્વભાવના ખૂબ જ વખાણ કર્યા.

દિપીકા પાદુકોણને કહ્યું સિંહણ

image soucre

રણવીર સિંહે દીપિકા પાદુકોણને યાદ કરતા પિન્ટુ બેનના પતિને કહ્યું કે તમારી પત્નીની જેમ મારી પત્ની પણ સિંહણ છે અને જો મને કોઈનાથી બીક લાગે છે તો એ છે મારી પત્ની દીપિકા પાદુકોણ

પિન્ટુ બેને રણવીર સિંહને આપી ભેટ

image soucre

ફક્ત સવાલ અને જવાબ જ નહીં રણવીર સિંહ પિન્ટુ બેન સાથે શૂટ ધ બલૂન ગેમ પણ રમતા દેખાયા. જો કે બન્ને વચ્ચેની આ કોમ્પિટિશનમાં રણવીર સિંહે પિન્ટુ બેનને હરાવ્યા અને એ ગેમ જીતી ગયા. એમની આ જીત પર પિન્ટુ બેને ન ફક્ત એમને શુભકામનાઓ પાઠવી પણ એમને રણવીર સિંહને એક ભેટ પણ આપી. વાત જાણે એમ છે કે પિન્ટુ બેને રણવીર સિંહને બે ખાસ ટીશર્ટ ભેટમાં આપી જેમાંથી એક એમના માટે હતી અને એક દીપિકા પાદુકોણ માટે.

રણવીર સિંહનો ખાસ મેસેજ

image soucre

પિન્ટુ બેન દ્વારા આપવામાં આવેલી આ ભેટ રણવીર સિંહ તરત જ પહેરી લીધી. આ એપિસોડ દરમિયાન રણવીર સિંહ વન સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો જેમાં એમને જણાવ્યું કે એનાથી વન સંરક્ષણનું સમર્થન કરવું કેટલું મહત્વપૂર્ણ છે. છેલ્લે પિન્ટુ બેનની માતૃભાષા ગુજરાતીમાં પોતાનો સંદેશ સમાપ્ત કરતા એમને કહ્યું કે જે સેવા કરે.