આરબીઆઈના ગ્રોથ અનુમાનમાં પણ કોઈ ફેરફાર નહીં, જાણો શું રહેશે રેપોરેટ અને જીડીપી ગ્રોથ

ભારતીય રિઝર્વ બેંકે સતત 7મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે લોકોને હોમ લોન અથવા ઓટો લોનની ઈએમઆઈ પર કોઈ ફેરફાર નહીં થાય. કોવિડ 19 મહામારીની ત્રીજી લહેરની આશંકા અને રીટેલ મોંઘવારી વધવાના જોખમને લઈ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત રાખ્યા છે. આરબીઆઈએ તેનો અકોમોડેટિવ વલણ પણ યથાવત રાખ્યું છે. બેંક રેટ અને એમએસએફ રેટમાં પણ કોઈ ફેરફાર કર્યા નથી.

image soucre

મે 2020માં છેલ્લીવાર રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી સતત 7મી વખત પોલિસીમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકે ગ્રોથના અનુમાનોમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી જો કે નાણાકીય વર્ષ 2022 માટે સીપીઆઈ મોંઘવારી દરનો લક્ષ્ય વધાર્યો છે બાકી પુરી પોલિસી બજારના અનુમાનો અનુસાર જ રહ્યા છે. રિઝર્વ બેન્કની આ પોલિસીથી હોમ લોનની ઈએમઆઈ પર કોઈ અસર નહીં થાય.

image soucre

રિઝર્વ બેન્કના ગર્વરન શક્તિકાંત દાસે આ અંગે કહ્યું હતું કે કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી. વેકસીનેશનથી ગ્રોથમાં તેજી આવશે તેવી આશા છે. શક્તિકાંત દાસનું કહેવું છે કે આપણે બેદરકાર રહી શકીએ નહીં. કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને તૈયાર અને સતર્ક રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જૂન માસમાં મોંઘવારી દર વધારે રહ્યો હતો.

આરબીઆઈએ પોતાનું વલણ એકોટમોડેટિવ રાખ્યો છે. તેના પર એમપીસીમાં 5:1 પર સહમતિ બની છે એટલેક 6 સભ્યમાંથી 5નું વલણ અકોમોડેટિવ રાખવા માટેનું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી જરૂરી હશે ત્યાં સુધી અકોમોડેટિવ વલણ યથાવત રાખવામાં આવશે.

image soucre

આરબીઆઈના ગવર્નરે કહ્યું તે વધતી રીટેલ મોંઘવારના દરે મે માસમાં બધાને ચોંકાવી દીધા હતા. જો કે ભાવમાં વધારો વધારે પડતો ન હતો. બજારમાં માંગમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ હજુ પણ સ્થિતિ નબળી જણાય છે. હાલ સપ્લાય અને ડિમાંડ વચ્ચે બેલેન્સ રાખવા માટે જરૂરી પગલા ભરવા પડશે. રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી મોંઘવારી એ ચિંતા વધારી છે. પરંતુ આવી સ્થિતિ વધારે સમય સુધી રહેશે નહીં. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022 માટે કંઝ્યુમર પ્રાઈઝ ઈંડેક્સ મોંઘવારીનું અનુમાન 5.1 ટકાથી વધારી 5.7 ટકા કર્યું છે. આ ઉપરાંત જુલાઈ-સપ્ટેમ્બરમાં મોંઘવારી દરનું અનુમાન 5.9 ટકા છે. ઓક્ટોબર ડિસેમ્બર માટે આ અનુમાન 5.3 ટકા છે.

image soucre

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023ની પહેલી ત્રીમારી માટે સીપીઆઈ મોંઘવારી દરનું પ્રોજેકશન 5.1 ટકા છે. રિઝર્વ બેન્કે વર્ષ 2022 માટે જીડીપી ગ્રોથ 9.5 ટકા યથાવત રાખ્યો છે. જ્યારે 2023 માટે જીડીપી ગ્રોથનું લક્ષ્ય 17.2 ટકા છે. આ સાથે જ તેમણે ઓન ટૈપ ટારગેટેડ લોન્ગ ટર્મ રેપો ઓપરેશંસ સ્કીમને 3 મહિના માટે લંબાવી છે. તેમનું કહેવું છે કે હોમ લોનના દરમાં ઘટાડો થવાથી ઈકોનોમીને ફાયદો થયો છે.