શિયાળામાં રૂમ હીટર વાપરવામા જો તમે આવી ભૂલ કરી તો મોત મળશે, જાણી લો નુક્સાન અંગેની બધી જ વિગતો

દિલ્હી સહિત દેશભરના શહેરોમાં શીત લહેર છવાઈ ચૂકી છે. દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડીથી પોતાની જાતને બચાવવા માટે લોકો ગરમ કપડાં વગેરેનો ઉપયોગ તો કરતાં જ હોય છે પરંતુ સાથે જ ઘરમાં રૂમ હીટર નો ઉપયોગ પણ કરવામાં આવે છે. રૂમ હીટર રૂમને ગરમ રાખવાનું કામ કરે છે જેનાથી ઠંડીમાં રાહત મળે છે. પરંતુ નિષ્ણાતો જણાવે છે કે રૂમ હીટર ના ઉપયોગથી કેટલાક નુકસાન પણ થાય છે.

image soucre

નિષ્ણાંતોનું માનીએ તો હિટરની સામે બેસવાથી ઠંડી તો નથી લાગતી પરંતુ સ્કિન ડ્રાય થઇ જાય છે અને તેનાથી એલર્જી થવાનો પણ ભય રહે છે. આ સિવાય રૂમમાં રાત્રે રૂમ હીટર કે બ્લોઅર ચાલુ કરીને સૂવાથી રૂમ માં ઓક્સિજન નું પ્રમાણ ઘટી જાય છે.

ઠંડીથી બચવા માટે રૂમ માં બારી દરવાજા બંધ રાખવામાં આવે છે. તેવામાં બહારની હવા અંદર આવતી નથી અને અંદરની હવા માં ઓક્સિજન નું પ્રમાણ ઘટી જાય છે. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ રાત્રે હીટર ચાલુ રાખીને સૂઈ પણ જાય છે આમ કરવું સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ હાનિકારક છે.

image soucre

હીટર સતત ચાલતું રહે તો ઓક્સિજન કમી થઈ જાય છે જેના કારણે અસ્થમા અને એલર્જીની સમસ્યા થાય છે. ઘણી વખત હીટરના કારણે માથામાં દુખાવો ઊંઘ ન આવવી જેવી તકલીફો પણ થાય છે. કોન્ટેક્ટ લેન્સ પહેરતા લોકોને હીટર ના કારણે આંખમાં નુકસાન થઈ શકે છે. હીટર ની અંદર થી નીકળતા કેમિકલ શરીરના અંદરના અવયવોને નુકસાન પહોંચાડે છે.

જીરુંમાં હીટર ચાલતું હોય ત્યાં ઓક્સીજન ઓછું હોય છે જેના કારણે શરીરમાં સુસ્તી રહે છે. આ ઉપરાંત શ્વાસના દર્દીઓને કફવાળી ઉધરસ થઈ શકે છે. જો રાત આખી હીટર ચાલુ રહે તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

અસ્થમાના દર્દી, બ્રોન્કાઇટીસ ના દર્દી, સાયનસની સમસ્યા હોય તે, નાના બાળકો અને વૃદ્ધો એ હિટર થી દૂર જ રહેવું જોઈએ.

image source

જો વધારે ઠંડી હોય અને હીટર ચાલુ કરવું જરૂરી હોય તું તે રૂમમાં એક વાસણમાં પાણી ભરીને પણ રાખી દેવું. આ સિવાય તે રૂમની બારી દરવાજો થોડો ખુલ્લો રાખવો. શક્ય હોય તો હિટરને એક યોગ્ય ટેમ્પરેચર પર સેટ કરી દેવું જેથી તે થોડી વાર બાદ બંધ થઈ જાય.