આટલી બધી સુવિધાઓથી સજ્જ છે સલમાન ખાનનું પનવેલનું ફાર્મ હાઉસ, જોઈ લો અંદરની તસવીરો

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા ચર્ચામાં જળવાઈ રહે છે. એમની આવનારી ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું ટ્રેલર
રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાનનું જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. એમના ફેન્સ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ
થવાની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનનો ક્રેઝ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એટલે જ તો ભાઈ જાન ટ્રેન્ડમાં રહે છે. તો
બીજી બાજુ લોકડાઉનમાં સેલેબ્સ પોતપોતાના ઘરે જ સમય પસાર કરી રહ્યા છે. ત્યારે સલમાન ખાનના આલિશાન બંગલાની ઝલક
આજે અમે તમને બતાવીશું.

image source

સલમાન ખાનનું ફાર્મ હાઉસ એકદમ શાનદાર છે , જેને ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે. અહીંયા સલમાન ખાન રિલેક્સ
થવા માટે આવે છે. ઘણી એમને પોતાના ખાસ મિત્રો અને પરિવારજનો સાથે અહીંયા જોવામાં આવ્યા છે. આ ફાર્મ હાઉસ નવી
મુંબઈના પનવેલમાં છે. સલમાન ખાન ઘણીવાર પોતાના હોલિડે એમના પરિવાર અને મિત્રો સાથે અહીંયા પસાર કરે છે.

image source

પનવેલમાં આવેલું સલમાન ખાનનું આ ફાર્મ હાઉસનું નામ અર્પિતા ફર્મ્સ છે. રિપોર્ટ અનુસાર આ ફાર્મ હાઉસ 150 એકરમાં વસેલું
છે, જેમાં ખેતીથી લઈને ઘોડેસવારી પણ છે. આખા ફાર્મ હાઉસમાં હરિયાળી છે, સાથે જ સ્વિમિંગ પુલ પણ. પાલતુ જાનવર માટે
એક એરિયામાં ઘર બનાવવામાં આવ્યું છે.

image source

વર્ષ 2020માં કોરોના સંક્રમણથી બચવા માટે જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે સલમાન ખાન પોતાના અમુક ખાસ મિત્રો
સાથે અહીંયા રોકાયા હતા.

image source

લોકડાઉન દરમિયાન સલમાન ખાનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં એ ક્યારેક ખેતી કરતા તો ક્યારેક શૂટિંગ કરતા દેખાયા હતા.

image source

સલમાન ખાનના પનવેલમાં આવેલા ફાર્મ હાઉસમાં ઘણી વસ્તુઓનો બંદોબસ્ત છે. એ સાથે જ સલમાન ખાન ક્યારેક અહીંયા
સાઇકલ ચલાવતા પણ દેખાય છે. એ માટે અલગથી ટ્રેક બનાવવામાં આવ્યો છે. સલમાન ખાને ફાર્મ હાઉસમાં બધી જ સુવિધાઓની
વ્યવસ્થા કરાવી છે. અહીંયા એક મોટું જિમ છે, જેમાં વર્કઆઉટ કરવા માટે અલગ અલગ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે.

સલમાન ખાનના ફાર્મહાઉસમાં એક વિશાળ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. જ્યાં સલ્લુ મિયાં ઘણીવાર મસ્તી કરતા જોવા
મળે છે. તેમની ગર્લ ફ્રેન્ડ લૂલિયા પણ આ પૂલની પાસે બેસીને યોગા કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ એટલું મોટું અને સુંદર છે કે ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીંયા થઈ ચૂક્યું છે. બજરંગી ભાઈજાન
અને ટ્યુબલાઈટ સહિત ઘણી ફિલ્મોનું શૂટિંગ અહીંયા થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!