150 એકરમાં ફેલાયેલુ છે સલમાન ખાનનું ફાર્મ હાઉસ, ઘણી ફિલ્મોનું થયું છે શૂટિંગ

આમ તો તમે સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની ઘણી તસવીરો જોઈ હશે, પરંતુ શું તમે બોલિવૂડના દબંગ ખાનનું ફાર્મ હાઉસ જોયું છે? તે ખૂબ જ સુંદર છે અને અહીં સલમાન પોતાને આરામ કરવા માટે આવે છે. ઘણી વખત તે અહીં તેના ખાસ મિત્રો અને પરિવાર સાથે જોવા મળ્યો હતો.

મુંબઈના પનવેલમાં છે ફાર્મ હાઉસ

image soucre

સુપરસ્ટાર સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ નવી મુંબઈના પનવેલમાં આવેલું છે. સલમાન અવારનવાર અહીં તેના પરિવાર અને મિત્રો સાથે તેની રજાઓ ઉજવે છે.

બહેનના નામ પર છે ફાર્મ હાઉસ

image source

નવી મુંબઈના પનવેલમાં સ્થિત સલમાન ખાનના આ ફાર્મ હાઉસનું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. સમાચાર અનુસાર, સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ લગભગ 150 એકરમાં આવેલું છે.

તમને જણાવી દઈએ કે અર્પિતા ખાન શર્મા સુપરસ્ટાર સલમાન ખાનની નાની બહેન છે અને આ ફાર્મ હાઉસ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. પરંતુ લોકો તેને સલમાન ખાનના ફાર્મ હાઉસના નામથી જ જાણે છે.

કાંઈક આવું છે ફાર્મ હાઉસ

image soucre

તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ ફાર્મ હાઉસ કેટલું સુંદર છે. આખા ફાર્મ હાઉસમાં હરિયાળી છે, સાથે જ સ્વિમિંગ પૂલ પણ છે. ફાર્મ હાઉસમાં પાલતુ પ્રાણીઓ માટે મોટો વિસ્તાર બનાવવામાં આવ્યો છે.

સલમાને અહીં ઉજવે છે જન્મદિવર્ષ

આ ફાર્મ હાઉસમાં સલમાન દર વર્ષે પોતાના જન્મદિવસની પાર્ટી આપે છે. તેના નજીકના મિત્રો પણ અવારનવાર તેની સાથે અહીં સમય વિતાવે છે. સાથે જ અહીં સલમાન માટે ખાસ જીમ પણ છે.

સલમાન લે છે ઘોડેસવારીની મજા

image soucre

સલમાન ખાનનું પનવેલ ફાર્મ હાઉસ મુંબઈથી લગભગ 2 કલાકના અંતરે છે. અહીં તેણે પોતાની પસંદગીની વસ્તુઓને સ્થાન આપ્યું છે, જેમાંથી ઘોડેસવારી એક છે. સલમાન તેના ભાઈ સોહેલના પુત્રો સાથે અહીં બાઇક ચલાવે છે અને એટીવી વાહન પણ ચલાવે છે.

ગર્લફ્રેન્ડ યુલિયાને પણ ફાર્મ હાઉસ છે પસંદ

image soucre

સલમાનની ફેમસ ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુર આ ફાર્મ હાઉસમાં સલમાન સાથે ઘણી વખત જોવા મળી છે. તે પણ અહીં તેના સ્ટાર મિત્રો સાથે આવે છે.

આ ફિલ્મનું શૂટિંગ થયું છે અહીંયા

સલમાનને આ જગ્યા એટલી પસંદ છે કે તેણે તેની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને ટ્યૂબલાઈટ સહિત અન્ય ફિલ્મોના ભાગો અહીં શૂટ કર્યા હતા અને ટૂંક સમયમાં જ તે દર વર્ષે પોતાનો જન્મદિવસ અહીં ઉજવે છે.