સંકટમાંથી મુક્તિ મેળવવી છે, આ રીતે કરો હનુમાનજીની આરાધના

કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી જ સ્થાયી ભગવાન છે. તેમની નિરંતર ભક્તિ કરવાથી અનેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. જ્યારે તમારા પર હનુમાનજીની કૃપા વરસવાની શરૂ થાય છે ત્યારે કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકતું નથી. 10 દિશા અને ચારેય યુગમાં તેમનો પ્રતાપ છે. મંગળવાર અને શનિવારે જો તમે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરો છો તો તમારા તમામ ભય અને સંકટ દૂર થાય છે.

image source

હનુમાનજીની પૂજાથી ભૂત, પિશાચ, મંગળ દોષ,કોર્ટ કચેરીના કામ, જેલથી મુક્તિ, રોગ અને શોક, શનિ અને બાધા ગ્રહ, બેરોજગારી,. ચિંતા, ઉધાર વગેરેમાંથી રાહત મળે છે. બજરંગબલીના 12 નામનું સ્મરણ કરવાથી ઉંમરમાં વૃદ્ધિ થાય છે અને સાથે સમસ્ત સુખની પ્રાપ્તિ થાય છે. હનુમાનજીની કૃપામાં આ વાતો અપનાવી લેવાથી વધારે ફળ મળે છે. તો આજે જ શરૂ કરી લો આ રીતે હનુમાનજીની પૂજા અપાર લાભની થશે અનુભૂતિ.

image source

આ ઉપાય કરવાથી મળશે પુણ્ય

રોજ એક જ જગ્યાએ બેસીને હનુમાન ચાલીસા વાંચો.

રોજ હનુમાનજી સામે ત્રણ ખૂણાનો દીપક કરો. તેમાં ચમેલીનું તેલ ચઢાવો.

જ્યારે પણ ઈચ્છા થાય હનુમાનજીને ચૌલા ચઢાવો. બીડું અર્પણ કરો અને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવો.

image source

ॐ श्री हनुमंते नमः મંત્રનો રોજ 108 વાર જાપ કરો.

મહિનામાં એક વાર સુંદર કાંડ અને બજરંગબાણનો પાઠ કરો.

સિદ્ધ કરેલા હનુમાનજીનું કડું પહેરો. આ કડું પિત્તળનું હોવું જરૂરી છે.

હનુમાનજીને મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતિ પર કેસરિયા બૂંદીના લાડુ, ઈમરતી, બેસનના લાડુ, ચુરમો, માલપુઆ, મલાઈ મિસરીના લાડુનો ભોગ ચઢાવો.

image source

હનુમાનજીની સાથે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાની પણ પૂજા કરો.

દરેક મંગળવારે વ્રત રાખો અને વિધિવત રીતે હનુમાનજીની પૂજા કરો.

જો તમે મોટા સંકટમાં ફસાયા છો તો હનુમાનજીની પૂર્ણ ભક્તિ કરો. આ સિવાય માંસ, મદિરાનું વ્યસન ત્યાગો.

બ્રહ્મચર્યનું પાલન કરો અને વિધિ વત રીતે હનુમાનજીની પૂજા કરો અને તેમના મંત્રનો જાપ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત