શિક્ષકો સંચાલકો અને વાલીઓની 30 ટકાનો કોર્સ ઘટાડવાની માંગ બહેરા કાને અથડાઇ

કોરોના વાયરસ ના કારણે છેલ્લા બે વર્ષથી સૌથી વધુ જો કોઈને સમસ્યા થઈ હોય તો તે વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓને કોરોના ના કારણે એક આખું વર્ષ ઓનલાઇન અભ્યાસ કરવો પડ્યો અને પરીક્ષા આપવી પડી જેની અસર તેમની ટકાવારી પર સૌથી વધુ જોવા મળી હતી. કોરોના ની પરિસ્થિતિ હાલ પણ જેમની તેમ જ છે ત્યારે cbse બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

image soucre

વર્ષ 2021 22ના અભ્યાસક્રમમાં સીબીએસસી બોર્ડ દ્વારા 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓને આ કપરા સમયમાં હાલાકીનો સામનો ન કરવો પડે. આવી જ અપેક્ષા શાળા સંચાલકો શિક્ષકો અને વાલીઓ ગુજરાત બોર્ડ પાસે પણ રાખી રહ્યા હતા. વાલીઓ શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા ગુજરાત બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી હતી કે આગામી અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવે.

image socure

પરંતુ શિક્ષણ વિભાગના બહેરા કાને આ વાત જાણે પહોંચી જ ન હોય તેમ વિભાગે 100% કોર્સ સાથે જ ધોરણ 12 અને 10 ની પરીક્ષા લેવાનો નિર્ણય કરી નાખ્યો છે. શિક્ષણ વિભાગના કઠોર વલણ થી તેને તો કોઈ અસર નહીં થાય પરંતુ બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામ પર તેની ગંભીર અસર જોવા મળશે. કારણ કે આગામી વર્ષમાં બોર્ડના ધોરણ માં કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેને ગત વર્ષે કોરોના ના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

image socure

એ વાતથી તો કોઈ પણ ઇનકાર ન કરી શકે કે માસ પ્રમોશન ના કારણે ગત વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 11 માં હતા તેનો પાયો થોડો કાચો જ રહ્યો હોય. એક આખું વર્ષ ઓનલાઇન અભ્યાસ અને પછી પરીક્ષામાં માસ પ્રમોશન લઇને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 માં આવ્યા છે.તેમને આ વર્ષે 100 ટકા કોર્સ સાથે પરીક્ષા આપવાની રહેશે તેથી સ્પષ્ટ છે કે તેનું પરિણામ વિદ્યાર્થીઓ માટે અઘરું આવવાનું છે.

image soucre

હાલ પણ ગુજરાતમાં જ્યારે કોરોના ના કેસ વધી રહ્યા છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા છે ત્યારે ધીરે-ધીરે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ફરીથી શરૂ કરવું પડ્યું છે તેવામાં તો સો ટકા કોર્સ સાથે પરીક્ષા લેવામાં આવશે તો બાળકોને મુશ્કેલીઓ પડશે. મુશ્કેલી પડવા ના બે કારણો છે એક કે બોર્ડના વિદ્યાર્થીઓ દર વર્ષે પહેલા પરીક્ષાની તૈયારી શરૂ કરતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાવાયરસ ના કારણે શરૂઆતમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રહ્યું અને શિક્ષણ ખૂબ મોડેથી શરૂ થયું જેના કારણે ઘણું અભ્યાસક્રમ ડિસેમ્બર મહિનો પૂરો થતાં પણ બાકી છે.

image socure

તેવામાં હવે બે મહિના જેટલો જ સમય રહ્યો છે બોર્ડની પરીક્ષાને ત્યારે વાલીઓ શાળા સંચાલકો અને શિક્ષકો પણ માંગ કરી રહ્યા છે કે અભ્યાસક્રમમાં ૩૦ ટકાની ખોટ કરવામાં આવે જેથી બાળકોને સમસ્યા ન થાય પરંતુ અનેક રજૂઆત છતાં પૂર્ણ શિક્ષણ વિભાગે 100% કોર્સ સાથે જ પરીક્ષા લેવાશે તેવો મક્કમ નિર્ણય કરી લીધો છે જોકે શિક્ષણ વિભાગે બે અઠવાડિયા પરીક્ષા પાછી થઈને ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેનાથી વિદ્યાર્થીઓને ખાસ ફરક પડશે નહીં