શહેનાઝ ગિલને દુલ્હનનાં વેશમાં જોઈ સોશિયલ મીડિયા પર કરવામાં આવી ટ્રોલ, સિદ્ધાર્થ પ્રત્યેના પ્રેમ પર ઉઠ્યા સવાલ
પંજાબની કેટરિના કૈફ અને બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ ધીમે ધીમે સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરી આગળ વધી રહી છે. શહેનાઝ તેના સૌથી નજીકના મિત્ર સિદ્ધાર્થ શુક્લાના અચાનક ગુમાવવાથી આઘાતમાં હતી, પરંતુ થોડો સમય બ્રેક લીધા પછી, શહનાઝ ફરીથી તમામ કામ સંભાળી રહી છે. તો શહનાઝને ચાહકો તરફથી પણ જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હાલમાં જ શહનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે.
આ વીડિયોમાં શહનાઝ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોએ પણ તેના જોરદાર વખાણ કર્યા પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ એવા છે જેમને ટ્રોલ કરવાની આદત છે. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ શહનાઝને ટ્રોલ કરવા લાગ્યા. સનાનો બ્રાઈડલ અવતાર જોઈને ઘણા યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને શહનાઝને નિશાન બનાવવા લાગ્યા.
વાત જાણે એમ છે કે યુઝર્સનું કહેવું છે કે સિદ્ધાર્થના મૃત્યુને થોડો જ સમય થયો છે અને શહનાઝ આ રીતે કેવી રીતે ખુશ થઈ શકે. ઘણા યુઝર્સે એવો સવાલ ઉઠાવ્યો છે કે શહનાઝ સિદ્ધાર્થ પર દિલ ખોલીને પ્રેમ લૂંટાવતી હતી, તો પછી તેના મૃત્યુના થોડા સમય પછી તેને આવી દુલ્હનના રૂપમાં કેવી રીત દેખાઈ શકે છે
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણે અચાનક અવસાન થયું હતું. માત્ર 40 વર્ષની વયે સિદ્ધાર્થે અચાનક જ આ દુનિયા છોડી દીધી ત્યારે બધાને આશ્ચર્ય થયું. આ સમાચારની શહનાઝ પર ખૂબ જ ખરાબ અસર પડી. તેના ઘણા વીડિયો અને તસવીરો પણ વાયરલ થયા હતા, જેમાં તે એકદમ પાગલ જેવી દેખાઈ રહી હતી.
શહેનાઝના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જણાવ્યું કે, સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પછી શહનાઝ ન તો યોગ્ય રીતે ખાતી હતી કે ન તો ઉંઘી રહી હતી. જો કે ધીમે ધીમે તે હવે તેના કામ પર પાછી આવી છે અને તેની પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરી કરી રહી છે, પરંતુ યુઝર્સ તેને બિનજરૂરી ટ્રોલ કરી રહ્યા છે.
શહનાઝનો આ વાયરલ વીડિયો પણ ઘણો જૂનો છે. હાલમાં, શહનાઝ તેની કોમેડી ફિલ્મ ‘હૌંસલા રાખ’ના પ્રમોશનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો હીરો દિલજીત દોસાંઝ છે. આ સાથે થોડા સમય પહેલા સિદ્ધાર્થ અને શહનાઝનો હેબિટ વીડિયો પણ રિલીઝ થયો હતો, જેમાં સિદ્ધાર્થને છેલ્લી વાર જોઈને ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.