શિલ્પાની આ ગુલાબી સાડી છે ખૂબ જ સુંદર, પણ ભાવ સાંભળીને તમારી આંખો થઈ જશે ચાર

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઘણીવાર એમના સ્ટનિંગ લુકસને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એક્ટ્રેસ દરેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે હાલમાં જ શિલ્પા શેટ્ટીએ ગુલાબી કલરની સાડીમાં દેખાઈ હતી. આ સાડીમાં એ ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ સુપર ડાન્સર ચેપટર 4ના સેટ પર પિંક કલરની રફલ સાડી પહેરેલ દેખાઈ હતી એ પહેલાં પણ શિલ્પા ઇન્ડો વેસ્ટર્ન સાડી લુકમાં દેખાઈ ચુકી છે. છેલ્લા કેટલાક સિથી ઓર્ગેજા સાડીનો ટ્રેન્ડ ખૂબ જ પોપ્યુલર થયો છે. ઘણી એક્ટ્રેસ આ સાડીને અલગ અલગ રીતે પહેરેલી દેખાઈ ચુકી છે.

image source

શિલ્પા શેટ્ટીને એમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં એ ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસે આ સાડીને સ્લીવલેસ બ્લાઉઝ સાથે કેરી કરી છે. આ સાડીમાં વર્ક કરવામાં આવ્યું છે અને કમર પર બેલ્ટ ડિઝાઇન આપવામાં આવી છે. એક્ટ્રેસે ઓર્ગેજા સાડીને એથનીક સાથે વેસ્ટર્ન ટચ આપતા સ્ટાઇલ કરી છે.

image source

શિલ્પા શેટ્ટી આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એમને ગ્લેમ મેકઅપ કરતા ચીકસને હાઇલાઇટ કરી છે. એક્ટ્રેસે આંખોને બોલ્ડ લુક આપતા કોહલ લાઇન્ડ આઈલાઈનર, લિપસ્ટિક સાથે મેચ કરતો આઈશેડો, આઈલાઈનર, મસકરા એપ્લાય કર્યું છે. એક્ટ્રેસે વાળને મેસી લુક આપતા પોની ટેઇલ બનાવી છે. શિલ્પા શેટ્ટીએ સાડીને ચંકી જવેલરી અને ફિંગર રિંગ્સ સાથે એક્સેસઇઝ કરી છે.

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ફેમાં ઇન્ડિયન ડિઝાઈનર રિધિમાં ભસીનની ડિઝાઈનર સાડી પહેરી છે. એમની ડિઝાઇનમાં ઇન્ડો અને વેસ્ટર્ન લુકનું એક્સપરિમેન્ટ ઘણીવાર જોવા મળે છે. એક્ટ્રેસનો સ્ટાઇલ સંજના બત્રા અને પુણ્યએ કરી છે. જો તમે આ સાડીને ખરીદવા માંગો છો તો ડિઝાઇનરની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકો છો. ડિઝાઈનરની વેબસાઈટ પર સેમ યલો કલરમાં સાડી છે જેની કિંમત 52, 500 રૂપિયા છે.

image source

તમને જણાવી દઈએ કે તાજેતરમાં શિલ્પા માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચી હતી. માતાના આશીર્વાદ લેવા માટે શિલ્પા જમ્મુ -કાશ્મીર પહોંચી, તેણે સાંજે 5 વાગ્યાની આસપાસ ચડવાનું શરૂ કર્યું. એમનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં એ ઘોડા પર બેઠેલી દેખાઈ રહી છે. શિલ્પા શેટ્ટીએ માસ્ક પહેરેલું છે અને એમની આસપાસ ઘણી પોલીસ પણ દેખાઈ રહી છે.

image source

શિલ્પા શેટ્ટીને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.