કોરોના કાળમાં શૂટિંગ બંધ અને સેક્સ રેકેટ શરૂ, ટોપની મોડલે જણાવ્યું કેમ ખોટા ધંધામાં આવી?

મુંબઈમાં એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો ખુલાસો થયો છે. આ સેક્સ રેકેટના કેસમાં ટોપની મોડલ અને એક્ટ્રેસને પકડવામાં આવી છે. એમાંથી એક ટોપની મોડલ છે અને ઘણા મોટા બ્રાન્ડ્સની જાહેરાતમાં કામ કરી ચુકી છે અને બીજી એક્ટ્રેસ છે જેને ટીવી સીરિયલમાં કામ કર્યું છે. આ મોડલ અને અભિનેત્રી 2 કલાકના બે લાખ ચાર્જ કરતી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમને જુહુના એક ફાઈવ સ્ટાર હોટલમાંથી પકડ્યા છે. આ મોડલ અને અભિનેત્રીને મુંબઈ પોલીસે અરેસ્ટ નથી કર્યા પમ એમને સેક્સ રેકેટમાં ચંગુલમાંથી રેસ્ક્યુ કરવાની વાત કહી છે. અભિનેત્રી અને મોડલને બદલે સેક્સ રેકેટ ચલાવનારી મહિલા દલાલને અરેસ્ટ કરવામાં આવી છે.

image soucre

અરેસ્ટ થયા પછી પૂછપરછ દરમિયાન ઈશા ખાને જણાવ્યું છે કે આ સેક્સ રેકેટને છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહી છે. એ બે કલાકના બે લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. એમાં 50 હજાર રૂપિયા એ પોતાનું કમિશન રાખતી હતી અને બાકીના દોઢ લાખ રૂપિયા સંબંધિત મોડલ અને એક્ટ્રેસને આપી દેતી હતી.

image soucre

પૂછપરછમાં મોડલ અને અભિનેત્રીએ જણાવ્યું છે કે કોરોનાના કારણે લાગેલા લોકડાઉનના કારણે શૂટિંગ બંધ હતું, કામ નહોતું મળી રહ્યું. એટલે એ સેક્સ રેકેટ સાથે જોડાઈ ગઈ. આ રેકેટ કંઈક એવી રીતે ચાલતું હતું જેમાં ઈશા ખાન ગ્રાહકોનો સંપર્ક કરતી હતી. એ ગ્રાહકોને મોડલ, અભિનેત્રીઓ અને કોલ ગર્લ્સની પ્રોફાઈલ અને ફોટોગ્રાફ્સ શેર કરતી હતી. ગ્રાહક જેને પસંદ કરી લેતા હતા એમની સાથે રેટ, ડેટ અને ટાઈમ ફિક્સ કરી લેવામાં આવતો હતો. પછી જુહી જેવા પોઝ વિસ્તારમાં હોટલોમાં રૂમ બુક કરી દેવામાં આવતા હતા. મોડલને એ રૂમમાં મોકલી દેવામાં આવતી હતી. બે કલાક માટે બે લાખ વસુલવામાં આવતા હતા.

image soucre

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને ઈશા ખાનનો સંપર્ક કર્યો. ઈશા ખાનને કહ્યું કે એમને અને એમના એક મિત્રને ટોપ મોડલ્સ જોઈએ છે. એ પછી ઈશા ખાને ઘણા ફોટા વોટ્સએપ પર મોકલ્યા.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બે છોકરીઓના ફોટા સિલેક્ટ કર્યા. એમાંથી એકે ઘણી એડ ફિલ્મ્સમાં કામ કર્યું છે અને બીજીએ ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

image soucre

ઈશા ખાને પ્રતિ છોકરીના બે કલાકના બે લાખ રૂપિયામાં સોદો ફિકસ કર્યો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ સોદા માટે હા પાડી દીધી. જુહુની હોટલમાં રૂમ પણ બુક કરી દેવામાં આવ્યો. ગુરુવારે રાત્રે જેવી મહિલા દલાલ અને મોડલ તેમજ અભિનેત્રી હોટલની બહાર પહોંચ્યા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમને એમની ગિરફતમાં લઈ લીધા.