સિધ્ધાર્થ શુકલાના ગયા પછી ખાસ મિત્ર કુશાલ ટંડને લીધો આ મોટો નિણર્ય, કહ્યું સોરી સિદ્ધાર્થ

બાલિકા વધુ ફેમ અને બિગ બોસ 13ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુકલાના અચાનક નિધનથી હર કોઈને શોક લાગ્યો છે. બૉલીવુડ અને ટીવી જગતના સ્ટાર્સે સિદ્ધાર્થના જવાનો શોક વ્યક્ત કર્યો. તમને જણાવી દઈએ કે ગુરુવારે સવારે હાર્ટ એટેકના કારણે સિદ્ધાર્થ શુકલાનું નિધન થઈ ગયું. સિદ્ધાર્થ શુકલા એકદમ ફિટ હતા અને એકદમ સરસ જિંદગી જીવી રહ્યા હતા. એમની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ હતા એવામાં અચાનક એમના નિધનની ખબરે ન ફક્ત એમના પરિવાર અને ફેન્સ પણ મનોરંજન જગતના લોકોને પણ સંપૂર્ણ રીતે હચમચાવી મુક્યા છે.

અંતિમ સંસ્કારનો વિડીયો જોઈ ભડકયા કુશાલ ટંડન.

image source

શુક્રવારે સિદ્ધાર્થ શુકલાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. એ દરમિયાન શહનાઝ ગિલ સહિત બધા લોકો પોતાના મિત્ર સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા. પણ એ દરમિયાન પેપરાજી દ્વારા કરવામાં આવેલા વર્તનથી કલાકારો ઘણા દુઃખી થયા અને સોશિયલ મીડિયા પર એમની નારાજગી વ્યક્ત કરી. ઘણા વાયરલ ફોટા અને વીડિયો જોયા પછી સિદ્ધાર્થના નજીકના મિત્ર કુશાલ ટંડન પણ ખૂબ જ નારાજ થયા અને એમને પેપરાજીને વ્યવહારને શરમજનક કહ્યો.

કુશાલ ટંડને સ્ટાર્સને પણ ઝાટકી નાખ્યા.

image source

કુશાલે ન ફક્ત પેપરાજીની આ હરકત પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે પણ એમને એ સ્ટાર્સની પણ ઉઘડી લઈ નાખી છે જે માસ્ક નીચે કરીને કેમેરા માટે પોઝ આપી રહ્યા હતા. કુશાલે એમનો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો શેર કરતા લખ્યું છે કે તમારું માથું શરમથી ઝુકાવી લો. જે પણ થઈ રહ્યું છે એ ખૂબ જ ખરાબ છે. જો તમે કોઈને ખરેખર સમ્માન આપવા માંગો છો તો દિવંગતની આત્મા માટે પ્રાર્થના કરો ન કે એ અવસર પર ફોટા પડાવો.

સિદ્ધાર્થ શુકલાને કહ્યું સોરી.

image source

કુશાલ ટંડને એમની પોસ્ટમાં સિદ્ધાર્થ શુકલાને સોરી કહેતા લખ્યું છે કે દુઃખદ સોરી સિડ રેસ્ટ ઇન પીસ સુપરસ્ટાર. મીડિયા પર પણ કુશાલે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ ખૂબ જ શરમજનક છે. બધા મીડિયાને આ પ્રકારની કવરેજ કરવા માટે શરમ આવવી જોઈએ કોઈને નજીકના વ્યક્તિને ગુમાવ્યું છે એ પછી તમારો આ વ્યવહાર છે તો તમારું માથું શરમથી જુકી જવું જોઈએ. ખૂબ જ શરમજનક.

કુશાલે છોડ્યું સોશિયલ મીડિયા.

image source

કુશાલ ટંડને સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પર આ પ્રકારની હરકત જોઈ એટલું દિલ તૂટ્યું કે એમને સોશિયલ મીડિયાથી દુર જવાનો નિર્ણય કર્યો. એક પોસ્ટ શેર કરતા કુશાલે લખ્યું કે સોશિયલ મીડિયાથી દુર જઈ રહ્યો છું ત્યાં સુધી સમાજમાં અને પરિવારમાં માણસ બનીને રહો.

સિદ્ધાર્થ શુકલાના ખાસ મિત્ર હતા કુશાલ ટંડન.

image source

તમને જણાવી દઈએ કે કુશાલ ટંડન ટીવીના એ અભિનેતાઓમાંથી એક છે જે સિદ્ધાર્થ શુકલાની ખૂબ જ નજીક હતા. જ્યારે કુશાલે એમના રેસ્ટોરેન્ટના ઉદઘાટનની પાર્ટી રાખી હતી તો સિડ પણ એમાં સામેલ થયા હતા. સિદ્ધાર્થના નિધન પછી કુશાલ ટંડને એક ફોટો શેર કરને લખ્યું હતું કે દુઃખદ ભગવાન એમની માતા અને એમના પરિવારને હિંમત આપે. રેસ્ટ ઇન પીસ ભાઈ.