સોમનાથ મંદિરમાં ભક્તોને લાગશે જાણે શિવલિંગ પર જાતે અભિષેક કર્યો,મંદિરમાં 4-D પ્રોજેક્ટ કાર્યરત કરાયો

આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને સાથે જ આજે સોમવાર પણ છે અને આજથી ભાવિકો સોમનાથ મહાદેવના શિવલિંગને પોતાની જાતે જળાભિષેક કરતા હોય તેવી અનુભવ કરાવતા વર્ચ્યુઅલ 4 ડી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ 4 ડી પ્રોજેકટ દ્વારા શિવભકતો જાણે જાતે જ મહાદેવના જળ ચડાવતા હોવાની અનુભુતિ કરી શકે અને એને યાદગીરી રૂપે તેનો ફોટો પડાવી પોતાની સાથે લઇ જઇ શકે તેવી સુવિઘા ઉપલબ્ધ કરાવાવમાં આવી છે.

આખી દુનિયામાં પ્રખ્યાત સોમનાથ મંદિરમાં શિવભકતો માટે આજથી નવી સુવિઘાનો પ્રાંરભ કરવામાં આવેલ છે. જે વિશે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ છે કે, સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીઓ સિવાય કોઇને પ્રવેશ કરવાની પરવાનગી નથી. જેથી સામાન્ય ભાવિક ભક્તો સોમનાથ મહાદેવના શિવલિંગ પર જાતે જળાભિષેક કરી શકતા નથી.

image soucre

હવે ભાવિકો જાણે જાતે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકે તે માટે ખાસ વર્ચ્યુઅલ 4 ડી પ્રોજેકટ તૈયાર કરવામાં આવેલ છે. સોમનાથ મંદિર પરિસરમાં આવેલા ક્લોકરૂમની બાજુના એક રૂમમાં આ સુવિધા માટે જરુરી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. આ સુવિધા માટે કોઈ ચાર્જ નક્કી કરવામા આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ભાવિક ભક્તોએ જળાભિષેક કરતા હોય તેવો ફોટો યાદગીરી રૂપે મેળવવા માટે રૂપિયા 150નો ચાર્જ ચુકવવાનો રહેશે. ભક્તોને અહીંયા થોડાક જ સમયમાં ફોટોગ્રાફ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

image soucre

સપનાબેન રાદડીયાએ આ પ્રોજેકટ વિશે માહિતી આપતા એક વાતચીતમાં જણાવ્યુ કે, સોમનાથ મહાદેવના શિવલિંગ પર ભાવિકો પોતાના હાથે જળાભિષેક કરી શકે તે માટે 4 ડી પ્રોજેકટ એક હજાર સ્કવેર ફીટની જગ્યાવાળા રૂમમાં કાર્યરત કરાયેલ છે.

image soucre

તમને જણાવી દઈએ કે આ રૂમમાં 360 ડીગ્રીની સુવિઘાવાળો હાઇ રીઝોલ્યુશનની સુવિઘાવાળો કેમેરો, એક મોટી ટીવી સ્ક્રીન અને એક કળશ ગોઠવી મંદિરના ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરવામાં આવેલ છે. જેમાં સામેની દીવાલમાં રખાયેલ ટીવી સ્ક્રીનમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ અને શિવલીંગ દર્શાવતો ફોટો હશે જેની આગળ નીચે જમીનમાં એક કળશ રાખવામાં આવેલ છે.

image soucre

આ ઉપરાંત કળશથી સાઇડમાં થોડે દૂર ઉભી ભક્તો જળાભિષેક કરશે ત્યારે તેમનું પાણી નીચે રખાયેલ કળશમાં જશે પરંતુ 360 ડીગ્રીની સુવિઘાવાળા કેમેરામાં તે આખું દ્રશ્ય શિવલીંગ પર જળાભિષેક થતુ હોય તેવું કેદ થશે.

image soucre

4 ડી ટેકનીક થકી શિવભકતો પોતાના હાથે‍તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકશે. આ અનુભૂતિને કાયમી યાદગીરી રાખવા માટે શિવભકતો ફોટોગ્રાફ યાદગીરીરૂપે લઇ જઇ શકે તેવી સુવિઘા રાખવામાં આવી છે. આ ઉપરાંત ફોટો પ્રીન્ટ લઇ જનાર ગુગલ પ્લેના ધોરણે તેને ઘરે પણ દર્શન જોઇ શકે છે.