સોનાનો ભાવ આસમાને, જાણો કેટલો વધારો થયો સોનાના ભાવમાં

અમદાવાદમાં સોનું અધધ સપાટીએ – અરધા લાખ ઉપર પહોંચ્યો ભાવ

છેલ્લા લગભગ છ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. બધે જ આર્થિક મંદી વર્તાઈ રહી છે. તો વળી અમેરિકા જેવી મહાસત્તાની પણ અર્થવ્યવસ્થા હાલકડોલક થઈ રહી છે. તેની સામે સોનામાં સતત તેજી આવી રહી છે. સોના ભાવમાં કૂદકેને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. સોનાના અમદાવાદ ખાતેના ભાવ પર નજર નાખીએ તો હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 51000 રૂપિયાની સપાટીને પહોંચી ગયો છે.

image source

સોનાના આંતરરાષ્ટ્રિય પર્ફોમન્સની વાત કરીએ તો છેલ્લા 8 વર્ષની સૌથી વધારે ઉંચાઈ પર સોનું પહોંચી ગયું છે. છેલ્લા લગભગ 3 મહિનથી સોનાના ભાવમાં સડસડાટ 9 હજાર રૂપિયાનો વધારો થઈ ગયો છે. એવા પણ અહેવાલ છે કે આ ભાવ વધારો ટ્રેડવોર અને અમેરિકાની આવનારી ચૂંટણીના પગલે પણ થઈ રહ્યો છે. વેપારીઓ એવું જણાવી રહ્યા છે કે સોનાના વધતા ભાવના કારણે મંદીનો પણ માહોલ છે. જો કે સોનાની લગડી અને સિક્કાનું વેચાણ વધ્યું છે અને ગુજરાતીઓ પણ સોનામાં હાલ રોકાણ કરી રહ્યા છે.

image source

નિષ્ણાતોનું માનવામાં આવે તો છેલ્લા દોઢ વર્ષમાં સોનાએ લગભગ 50 ટકા જેટલું વળતર આપ્યું છે. અને માત્ર જાન્યુઆરી મહિનાથી જુલાઈ મહિના સુધીમાં જ સોનાએ 25 ટકાનું વળતર આપ્યું છે. બીજી બાજુ એવું પણ અનુમાન લગાવવામા આવી રહ્યું છે કે કોરોના મહામારીના કારણે શેરબજાર અનિશ્ચિત હોવાથી લોકો હાલ સોનામાં રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

image source

હાલ પણ કોરોના વાયરસની મહામારી યથાવત છે. અને તેની સૌથી માઠી અસર વિશ્વના આર્થિકે વ્યવહારો પર પડી છે. હાલ પણ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો મોટી સંખ્યામાં વધી રહ્યો છે. હાલ વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,37,06,050 સુધી પહોંચી ગયો છે. યુ.એસ.એ માં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. હાલ માત્ર અહીં જ 36,17,040 સંક્રમીતો છે. અને મૃત્યુઆંક 140,150 સુધી પહોંચી ગયો છે.

image source

ત્યાર બાદ નંબર આવે છે બ્રાઝીલ દેશનો, બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા, 19,70,909 છે અને મૃત્યુઆંક 75523 સુધી પહોંચી ગયો છે. આ યાદીમાં ભારતનો ક્રમ ત્રીજો છે. ભારતમાં 970,596 લોકો કોરનાથી સંક્રમિત છે. અને 24935 લોકો સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. ત્યાર બાદ રશિયા પણ ખરાબ રીતે પ્રભાવિત છે, અહીં 752,797 કોરોના સંક્રમિત કેસ છે. મૃત્યુઆંક 11,937 છે.

image source

ગુજરાતમાં હાલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 43,637 છે, અને 30503 લોકો સાજા થઈને ઘરે પરત થયા છે. અને મૃત્યુઆંક 2069 છે. અને દિવસેને દિવસે કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી કોરોના વાયરસને ડામવાની કોઈ રસી કે દવા નહીં શોધાય ત્યાં સુધી આ મહામારીનો ક્યારે અંત આવશે તે કહી શકાય તેમ નથી અન તેનો આર્થિક ફટકો ભારત તેમજ વિશ્વના અન્ય દેશોને લાગતો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત