દક્ષિણ આફ્રિકામાં ભરૂચના યુવક પર હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ, ઘાયલ યુવકને હોસ્પિટલે ખસેડાયો

ફરી એકવાર દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી વેપારી નિશાના પર આવ્યા છે. નિગ્રો લોકોએ લૂંટના ઈરાદે હુમલો કર્યો છે. વાત છે દક્ષિણ આફ્રિકાના લેનાસિયા શહેરની જ્યાં સ્થાયી થયેલાં ભરૂચના યુવાનની દુકાનમાં ઘુસી આવેલાં નિગ્રો લુંટારાઓ હુમલો કરી લૂંટ ચલાવી પલાયન થઇ ગયાં હતાં. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

image source

લૂંટના ઇરાદે વધુ ગુજરાતી યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. ભરૂચના પગૂંઠણ ગામના ઇમરાન કાવીવાળા નામના વ્યક્તિ પર નિગ્રો લૂંટારુઓએ હુમલો કરી દુકાનમાં લુંટ કરતા હુમલામાં ઘાયલ ઇમરાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આફ્રિકાના લેનાસિયામાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. તો હુમલાને લઇને ભરૂચમાં વસતા સ્વજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ હુમલાની પહેલી ઘટના નથી આ પહેલા પણ ગુજરાતી લોકો પર લૂંટના ઈરાદે હુમલા કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે આફ્રિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. આ હુમલા બાદ તેમની ચિંતામાં વધારો થયો છે.

સપ્ટેમ્બર મહિનામાં પણ બની હતી હુમલાની ઘટના

image source

આ પહેલા સપ્ટેમ્બરમાં પણ હુમલાની ઘટના સામે આવી હતી. સાઉથ આફ્રિકામાં સૌથી વધુ ગુજરાતી વેપારીઓ લૂંટાય છે અને સૌથી વધુ લૂંટારુઓના નિશાન પર હોય છે. સાઉથ આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી યુવક પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિગ્રો લૂંટારુઓએ કાર પાસે ઘસી આવીને ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં થયેલ ગોળીબારમાં મૂળ ભરૂચનો રહેવાસી ઘાયલ થયો હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

બે અશ્વેત યુવકોએ નજીક આવીને તેને બંદૂક બતાવી

image source

દક્ષિણ આફ્રિકાના વેન્ડા સિટીમાં ભરૂચના દેવલા ગામનો યુવક ઈમરાન લાલસા રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેન્ડા સિટીમાં સ્થાયી થયો હતો. તે વેન્ડા સિટીમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે. તે પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચાર અશ્વેત લૂંટારુઓએ તેની પાસે આવી ચઢ્યા હતા. ઈમરાન કારમાં બેસ્યો હતો, ત્યારે બે અશ્વેત યુવકોએ નજીક આવીને તેને બંદૂક બતાવી હતી. વેન્ડામાં નિગ્રો લુંટારૂઓએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેણે લૂંટારૂઓનો પ્રતિકાર કરતાં તેનો બચાવ થયો હતો.

ન્ડાની વસ્તી માત્ર 70 હજારની

image source

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા અને ઝીમ્બાબ્વેની સરહદ પર વેન્ડા શહેર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. વસ્તીની વાત કરીએ, તો વેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આફ્રિકાના અલગ અલગ શહેરોમાં વસે છે. આફ્રિકામાં દુકાનો ધરાવતા વેપારીઓમાં સૌથી વધુ સંખ્યા પણ ગુજરાતીઓની છે.

image source

જેથી ગુજરાતનું યોગદાન મોટું હોવાનું કહી શખાય. વેન્ડામાં મોબાઇલ શોપ, ગ્રોસરી સ્ટોર, સુપર મોલ, પ્લાયવુડ, હાર્ડવેર, શાકભાજી સહિતની મહત્તમ દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. વર્ષો પહેલા ગુજરાત છોડી વેન્ડા ગયેલા લોકો વેન્ડાના સ્થાનિક બજારમાં 50 ટકા ઉપરાંતનો કબજો ધરાવે છે. ભરૂચ જિલ્લાના સૌથી વધુ લોકો વેન્ડામાં રોજગારી મેળવે છે. જેમાં કેટલાક ધંધો કરે છે, તો કેટલાક નોકરી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત