સ્વાધ્યાય પરિવાર શોકાતુરઃ પાંડુરંગ શાસ્ત્રી દાદાના જમાઈ અને જયશ્રી દીદીના પતિ શ્રીનિવાસજીનું નિધન

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા સ્વાધ્યાય પરિવાર માટે આજે મંગળવારના દિવસે અમંગળ સમાચાર આવ્યા છે. સ્વાધ્યાય પરિવારના પ્રમુખ ધનશ્રી તળવલકર એટલે કે જયશ્રી દીદીના પતિ ડો.શ્રીનિવાસ તળવલકર (રાવસાહેબ) નું અવસાન થયું છે. રાવ સાહેબની ઉમર 72 વર્ષની હતી. તેમણે હિંદુ કોલોની, માટુંગા સ્થિત તેમના નિવાસ સ્થાને 18 જાન્યુઆરીના રોજ અંતિમશ્વાસ લીધા હતા. આ સમાચાર મળતા સમગ્ર સ્વાધ્યાય પરિવારમાં શોકની લાગણી પ્રશરી છે.

image source

સ્વાધ્યાય પરિવારને ન પુરાય તેવી ખોટ

તમને જણાવી દઈએ કે રાવ સાહેબ સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પહ્મવિભૂષણ પાંડુરંગશાસ્ત્રી આઠવલે (દાદાજી)ના જમાઈ હતા. નોંધનિય છે કે સ્વાધ્યાય પરિવારના વૈશ્વિક સ્તરે વિશાળ કાર્યને સંભાળતી વખતે રાવ સાહેબનો સહકાર જયશ્રી દીદીને મળ્યો હતો. તમને જણાવી દઈએ કે સમગ્ર સ્વાધ્યાય પરિવાર માટે રાવસાહેબ તળવલકર અત્યંત આદરણીય અને લાડકું વ્યક્તિત્વ ધરાવતા હતા.

image source

તેમના અવસાનથી સમગ્ર સ્વાધ્યાય પરિવારને ન પુરાય તેવી ખોટ પડી છે. રાવસાહેબ તળવલકરના આકસ્મિક અવસાનને લીધે સ્વાધ્યાય પરિવારના લાખો સ્વાધ્યાયીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

image source

હાલમાં કોરોનાના કહેરના કારણે તેમના અંતિમ સંસ્કાર મુબઈ સ્થિત તત્વજ્ઞાન વિદ્યાપીઠ, થાણે ખાતે કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીના કારણે તેમના અંતિમ સંસ્કારમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહેશે.

image source

ગુજરાતમાં 30 હજાર કોરોના વોરિયર્સને કરી મદદ

તમને જણાવી દઈએ કે દેશમાં કોઈ પણ કુદરતી આફત વખતે લોકોની મદદ કરવામાં સ્વાધ્યાય પરિવાર હંમેશા આગળ રહ્યો છે. પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)એ સમસ્ત માનવમાત્ર માટે ચિંતા કરી છે. પછી તે મોરબીની પુર હોનારત હોય કે કચ્છનો ભૂકંપ. પૂજ્ય દીદીજી એ પણ દાદાજીના તે જ રસ્તે ચાલતા, આફતના સમયે માણસની સતત કાળજી કરી છે. સ્વાધ્યાય પરિવાર લોકેષણા થી ક્યારેય કાર્ય કરતો નથી પણ માનવની કાળજી તેના મૂળમાં છે.નિસ્વાર્થ સંબંધ બાંધવો અને નિસ્વાર્થ કાર્ય કરવું તે દાદાજીએ આપેલા સંસ્કાર છે.

image source

કોરોના મહામારીમાં સ્વાધ્યાય પરિવાર તરફથી રાત દિવસ ખડે પગે કામ કરનાર પોલીસ અને જાહેર સ્વચ્છતાનું ધ્યાન રાખનાર સ્વચ્છતા કર્મીઓને કીટ આપવામાં આવી છે. જેમાં માસ્ક, હેન્ડગ્લોવ્સ અને સેનીટાઇઝર છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાના સંલગ્ન અધિકારી સાથે સંક્લન કરી આ કાર્ય કર્યું હતું. જેમાં આવી ૩૦ હજાર કીટ આપવામાં આવી હતી. નોંધનિય છે કે ભારતના ૧૭થી વધુ રાજ્યોમાં અને ૨૩ દેશોમાં હજારો સ્વાધ્યાય કેન્દ્રમાં લાખો સ્વાધ્યાયી ભાઈ બહેનો ગીતાના વિચારો થકી ક્રાતિ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત