શું તમારા બાળકને વારંવાર દુખે છે માથું? તો ન દેખાવો બેદરકારી, હોય શકે છે આ ગંભીર બીમારી, કરો આ ઉપાય

મિત્રો, સામાન્ય રીતે મોટાભાગના લોકો એવી માનસિકતા ધરાવતા હોય છે કે, જો કોઈ બાળકને ચશ્માના નંબર આવ્યા હોય તો જ તેને માથામા અસહ્ય પીડા થાય છે પરંતુ, આવુ હકીકતમા હોતુ નથી. બાળકોને સરદર્દ થવો એ એક ખૂબ જ સામાન્ય બાબત છે. જ્યારે પણ કોઈ નાનુ બાળક અસહ્ય સરદર્દની સમસ્યાથી પીડાય છે ત્યારે મોટાભાગના માતા-પિતાને એ ચિંતા હોય છે કે, તેમને મગજમા કોઈ ગાંઠ કે કોઈ ગંભીર બીમારી તો નહી હોયને?

image source

સરદર્દ થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે. આ સમસ્યા થવા પાછળના દસમાથી આઠ એવા કારણો હોય છે કે, જેમા જો સામાન્ય કાળજી રાખવામા આવે તો તમે આ સમસ્યાથી તુરંત જ રાહત મેળવી શકો છો. તો ચાલો જાણીએ સરદર્દ થવા પાછળ જવાબદાર કારણો ક્યા છે અને દૂર કરવા માટેના ઉપાય વિશે માહિતી મેળવીશુ.

image source

જો તમે નિરંતર ટીવી, મોબાઇલ અથવા તો લેપટોપના સંપર્કમા રહો છો અથવા તો જો તમારા શરીરને પૂરતો આરામ નથી મળતો અથવા તો જો તમે તમારી ખાણીપીણીમા ધ્યાન ના રાખો, જંકફૂડનુ વધારે પડતુ સેવન કરો કે કોઈ કામ કે વસ્તુને લઈને વધુ પડતો તણાવ અનુભવો તો તમને સરદર્દની સમસ્યા થઇ શકે છે.

image source

જો તમને બપોર કે સાંજના સમયે એકાએક લમણા દુખવા લાગે , અજવાળુ, અવાજ કે પ્રકાશ સહન ના થાય, વધુ પડતો થાક લાગે, વધુ પડતો તણાવ આવવા લાગે, ચક્કર આવવા લાગે, આંખે અંધારા આવવા લાગે તો આ બધા જ લક્ષણો સરદર્દ થવાના છે. આ લક્ષણો દેખાય એટલે તુરંત જ તેની યોગ્ય સારવાર કરવી.

image source

જો તમે આ સમસ્યાનુ યોગ્ય સમયે નિદાન ના કરો તો રાતના સમયે ઊંઘ ઉડી જાય, વહેલી સવારે માથામા અસહ્ય પીડા થાય, ઊલટીઓ થવી, હાથ-પગમાં ઝાટકા વાગવા, ખેંચ આવવી, હલનચલનમા તકલીફ થવી, ગાળામા દુખાવો થવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બાળકોને સરદર્દની સમસ્યા ના થાય તે માટે માતા-પિતાએ બાળકની જીવનશૈલી બને એટલી સરળ અને ઓછા ટેન્શનવાળી રહે તે અંગે ધ્યાન દેવુ જોઈએ. નિયમિત તેને યોગ અને ધ્યાન કરાવવુ જોઈએ જેથી, તેમનો આખા દિવસનો તણાવ દૂર ભાગી જાય. આ ઉપરાંત તેને પૂરતો પૌષ્ટિક ખોરાક સમયસર આપતા રહેવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ.

image source

આ સિવાય જંકફૂડના સેવન પર નિયંત્રણ રાખવું જોઈએ અને બાળકને ડોક્ટર પાસે લઈ જઈ સરદર્દનુ યોગ્ય કારણ શોધી તેની યોગ્ય સારવાર કરવી જોઈએ અને જરૂર પડે તો મગજનો ફોટો અને લોહીની તપાસ કરાવવી અને ડોક્ટરની સૂચના અનુસાર દવા લેવી જોઈએ જેથી, સરદર્દની સમસ્યામાંથી તુરંત રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત