શું તમે જાણો છો કે કયા બ્લડ ગ્રૂપના લોકોને વધારે કરડે છે મચ્છર, અધ્યયનમાં થયો છે મોટો ખુલાસો

વરસાદની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. હાલમાં દેશમાં કોરોના મહામારી સિવાય પણ અન્ય અનેક બીમારીઓ ફેલાઈ રહી છે એવામાં એડિઝ મચ્છર કરડવાથી કેરળમાં ઝીકા વાયરસનો કહેર પણ સતત વધી રહ્યો છે. વરસાદની સીઝન પોતાની સાથે મચ્છરનો ત્રાસ પણ લઈને આવે છે. આ સમયે ખાસ કરીને ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયાનો કહેર સતત વધી જાય છે. દેશના અનેક ભાગમાં ઝડપથી વધી રહેલા ઝીકા વાયરસના કારણે કે જેઓ મચ્છરથી ફેલાય છે તેની લોકો ફરિયાદ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે મચ્છર કોઈને વધારે કરડે અને કોઈને ઓછા તેની પાછળ પણ કેટલાક કારણો હોય છે. અનેક અધ્યયન આ વાતનું સમર્થન કરી રહયા છે. અધ્યયન કર્તાનું કહેવું છે કે આપણી સ્કીન અને કેટલીક ચીજો મચ્છરોને આકર્ષિત કરે છે. વર્ષ 2014માં થયેલા એક રિપોર્ટમાં મચ્છરો પર સર્વે કરાયો હતો અને તેના વધારે કરડવા પાછળના કારણો પણ જાણવાનો પ્રયાસ કરાયો હતો. તો આજે તમે પણ જાણી લો કે શરીરની કઈ ચીજોને પ્રતિ મચ્છર વધારે આકર્ષિત થાય છે.

સ્કીનના રસાયણોથી વ્યક્તિની તરફ મચ્છર થાય છે આકર્ષિત

image source

રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે આપણી સ્કીનથી પ્રાકૃતિક રીતે અનેક પ્રકારના રસાયણોનું ઉત્પાદન થાય છે. તેમાંથી વિષેશ રીતે જે લોકોની સ્કીનથી લેક્ટિક એસિડનું ઉત્પાદન વધારે થાય છે તેમને મચ્છર વધારે પ્રમાણમાં કરડે છે. લેક્ટિક એસિડથી મચ્છર વધારે આકર્ષિત થાય છે. આ સિવાય અન્ય અનેક ચીજો છે જેનાથી મચ્છર વધારે આકર્ષિત થઈ જાય છે. તેમાંથી એક થે તમારું ખાસ ગણાતું બ્લડ ગ્રૂપ.

image source

તમને જાણીને નવાઈ લાગશે પણ બ્લડ ગ્રૂપ અને મચ્છરના કરડવાને પણ ખાસ સંબંધ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અનેક એવા સબૂત મળ્યા છે કે અન્ય બ્લડ ગ્રૂપની તુલનામાં ઓ બ્લડ ગ્રૂપ વાળા લોકોને મચ્છર વધારે કરડે છે. આ લોકો તરફ તે વધારે આકર્ષિત થાય છે. એન્ટોમોલોજિસ્ટ કહે છે કે મચ્છર, કાર્બન ડાઈઓક્સાઈડનો ઉપયોગ કરીને કરડનારા લક્ષ્યની ઓળખ કરે છે. જો કે દરેક કશેરૂકી કાર્બન ડાઈઓક્સાઈડનું ઉત્પાદન કરે છે. એવમાં મચ્છરોથી યોગ્ય તેના માટે શું હોઈ સકે.

પ્રેગનન્ટ મહિલાઓને પણ વધારે રહે છે મચ્છર કરડવાનો ખતરો

image source

અનેક ગર્ભવતી મહિલાઓ અને વધારે વજન વાળા લોકોમાં મેટાબોલિક રેટ વધારે હોય છે. જે તેમને મચ્છરનો માટે વધારે આકર્ષક બનાવે છે. આ સિવાય જો તમે વધારે પડતા ડાર્ક રંગના કપડા પહેરો છો તો પણ મચ્છર તમારી તરફ વધારે આકર્ષાય છે. આ માદા મચ્છરોને ઝડપથી આર્કષિત કરે છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે તમામ વિશેષજ્ઞોનું કહેવું છે કે મચ્છરોના કરડવાથી સુરક્ષિત રહેવું જોઈએ અને અન્ય વ્યકિતની તુલનામાં શરીરમાં આવું શું છે જે મચ્છરોનો આકર્ષિત કરે છે તે સમજવાનો પ્રયાસ પણ કરી લેવો જોઈએ.

આ કારક પણ હોઈ શકે છે મહત્વના

image source

અધ્યયનમાં કહેવાયું છે કે વ્યક્તિના શરીર સાથે સંબંધિત કેટલાક કારકને વિશે પણ કહેવાયું છે. તેનાથી મચ્છર વધારે આકર્ષિત થાય છે. જેમના શરીરું તાપમાન વધારે હોય છે તેમને મચ્છર વધારે કરડે છે. આ સિવાય ખાસ કરીને દારૂનું કે બીયરનું સેવન કરનારાના પરસેવાથી નીકળતા રસાયણોને મચ્છર વધારે પસંદ કરે છે. જો તમે સ્વાભાવિક રીતે પરસેવો વધારે અનુભવો છો તો મચ્છરો તમને વધારે પસંદ કરે છે.