સુહાના ખાનના બોયફ્રેન્ડને માનવી પડશે કિંગ ખાનની આ 7 શરતો, એક્ટરે જાતે જ જણાવ્યું આ વિશે

અભિનેતા શાહરૂખ ખાનને ફિલ્મી દુનિયાનો બાદશાહ કહેવામાં આવે છે. તેણે આ ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને તે હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એક સત્ય એ પણ છે કે શાહરૂખ ખાન ફેમિલી મેન છે. તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને જ્યારે પણ તેના પરિવાર પર કોઈ મુશ્કેલી આવે છે ત્યારે તે ઢાલની જેમ સામે ઉભો રહે છે. પરંતુ જ્યારે અભિનેતાની પુત્રી સુહાના ખાનની વાત આવે છે, ત્યારે શાહરૂખ ખાન તેની લાડલી માટે ઓવર પ્રોટેકટિવ છે. આ વાત એ પોતે પણ કહી ચુક્યા છે. શાહરુખ ખાન એમની દીકરીને રાજકુમારીની જેમ રાખે છે અને એની દરેક ઈચ્છા પૂરી કરે છે

image source

આટલું જ નહીં, શાહરૂખ ખાન તેની પુત્રીના પર્સનલ લાઈફમાં પણ કેટલીક બાબતો નક્કી કરે છે જેમ કે સુહાનાનો બોયફ્રેન્ડ. એકવાર શાહરૂખ ખાને સુહાનાના બોયફ્રેન્ડ વિશે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનામાં કયા ગુણ હોવા જોઈએ.

image socure

શાહરૂખ ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં પોતાની દીકરી સુહાનાના બોયફ્રેન્ડ સાથે જોડાયેલા 7 ગુણો વિશે જણાવ્યું હતું જે તેની પાસે હોવા જોઈએ. તેણે કહ્યું હતું કે, ‘મારી દીકરીને ડેટ કરવા માટે સાત સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જેમ કે નોકરી કરો, માની લો કે હું તમને પસંદ નથી કરતો, હું દરેક જગ્યાએ છું, એક વકીલને પણ રાખી લો, તે મારી રાજકુમારી છે અને તમે જીતી શકશો નહીં, મને ફરીથી જેલમાં જવાનો કોઈ વાંધો નથી અને તમે ગમે તે કરો એની સાથે, હું તમારી સાથે કરીશ.

image soucre

શાહરૂખ ખાને કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં તેની પુત્રી સુહાના ખાનના ભાવિ બોયફ્રેન્ડ વિશે પણ વાત કરી હતી. આ શોની પાંચમી સીઝનમાં શાહરૂખ આલિયા સાથે આવ્યો હતો. આ દરમિયાન આલિયાએ જણાવ્યું કે તેનો પહેલો બોયફ્રેન્ડ 16 વર્ષની ઉંમરમાં બન્યો હતો. આ સાંભળીને કરણે શાહરૂખને પૂછ્યું, ‘તમારી દીકરી 16 વર્ષની છે, જો તે તમારી દીકરીને કિસ કરે તો શું તમે તે વ્યક્તિને મારી નાખશો?’

આના પર શાહરૂખ કહે છે, ‘હું તેના હોઠ કાપી નાખીશ.’ શાહરૂખની આ વાત સાંભળીને કરણે જવાબ આપ્યો, ‘હું આ જાણતો હતો.’ તેના પર શાહરૂખે કહ્યું, ‘100 ટકા’. આટલું જ નહીં, શાહરૂખે એમ પણ કહ્યું હતું કે એ આર્યનના પણ હોઠ કાપી નાખશે જો તેને ખબર પડશે કે તેણે કોઈ છોકરીને કિસ કરી છે

image soucre

શાહરૂખ ખાને વર્ષ 1991માં ગૌરી ખાન સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના છ વર્ષ પછી ગૌરીએ પુત્ર આર્યન ખાનને જન્મ આપ્યો. ત્યારબાદ વર્ષ 2000માં શાહરૂખ-ગૌરીના ઘરે પુત્રી સુહાના ખાનનો જન્મ થયો હતો. આ પછી, દંપતી વર્ષ 2013 માં સરોગસી દ્વારા અબરામ ખાનના માતાપિતા બન્યા.