સુશાંતે સૌથી પહેલા લીધુ હતુ આ પીળા કલરનુ બાઇક, એ પણ ટ્યુશનની આવતી ફીમાંથી, શું તમે જોઇ આ તસવીરો?
ટયુશનના બાળકોને ભણાવીને સુશાંત સિંહે પોતાનું પ્રથમ બાઈક ખરીદ્યું હતું, વાયરલ તસ્વીરો જોવા કલીક કરો
બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યા નથી. ૩૪ વર્ષના અભિનેતા સુશાંત સિંહે ૧૪ જુનના દિવસે પોતાના મુંબઈના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઓચિંતા ઘટેલી આ ઘટનાના કારણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. સુશાંત સિંહ રાજપુતના ફેન્સ એમના સાથે જોડાયેલી યાદોને સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. આ દરમિયાન એમની પ્રથમ બાઈકને લઈને પણ ખુલાસા થઇ રહ્યા છે.
પીળા રંગની બાઈક પર બેઠેલા સુશાંત
View this post on Instagram
ખરેખર, હાલમાં જયારે સુશાંતની અનેક તસ્વીરો સોશિયલ મીડિયામાં ફરી રહી છે, ત્યારે એમાંથી એક તસ્વીરમાં તેઓ પોતાના બાઈક સાથે પણ જોવા મળી રહ્યા છે. વાયરલ થઇ રહેલ આ તસ્વીરમાં તેઓ પીળા રંગની બાઈક પર બેઠેલા જોવા મળે છે. આ તસ્વીર ને જોઇને કોઈ પણ કહી શકે કે આ તસ્વીર ઘણી જૂની છે. જો કે આ તસ્વીર સાથે સોશિયલ મીડિયામાં એવી ખબરો પણ આવી રહી છે કે આ બાઈક એમણે બાળકોને ટ્યુશન ભણાવીને ખરીદી હતી.
ફિલ્મોમાં આવતા પહેલા બાળકોને ટ્યુશન કરાવતા
સુશાંત સિંહ રાજપૂત જ્યારે ઈન્જીનીયરીંગમાં ભણતા હતા. એ સમયે ફિલ્મોમાં આવતા પહેલા તેઓ બાળકોને ટ્યુશન પણ કરાવતા હતા. આ બાઈક એમણે ટ્યુશન કરાવીને કમાયેલા એ જ પૈસાથી ખરીદી હતી. જો કે અમે આ ખબરની કોઈ આધાર ભૂત માહિતી નથી મેળવી શક્યા, પણ આ ફોટા સાથે ફરતી આ ખબર પર સુશાંત સિંહ રાજપુતના અનેક ચાહક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ખાસ તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપુતના નિધન પછી એમના નજીકના લોકો સતત એમની સાથે જોડાયેલી યાદોને વહેચી રહ્યા છે. અભિનેત્રી સંજના સંઘીએ પણ એમની ખાસ તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી. એમણે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કેપ્સનમાં લખ્યું હતું –‘જે લોકો કહી રહ્યા હતા કે સમય ઘાવ ભરી દેશે, એ લોકો ખોટું કહી રહ્યા હતા. કઈક એવું લાગી રહ્યું છે કે ઘાવ તાજા થઇ રહ્યા છે, અને લોઈ વહી રહ્યું છે. એ ક્ષણ જે હંમેશા માટે યાદ બની જશે. અમે એક સાથે હસ્યા હતા પણ હવે પછી ક્યારેય એવું બની શકશે નહી.’
દિલ બેચારાથી બોલીવુડમાં ડેબ્યુ
વધુમાં એમણે લખ્યું હતું કે, “એવા પ્રશ્નો જેમના જવાબ નહિ મળે. અવિશ્વાસ એવો જે માત્ર વધી રહ્યો છે. આ ઘાવમાં એક ફિલ્મ પણ સામેલ છે. એક ઉપહાર છે જેને બધાયે જોવાનો બાકી છે. આપણા દેશના બાળકો, એમની શિક્ષા અને એમના ભવિષ્ય માટેના સપના, આયોજનો અને ઈચ્છાઓ સામેલ છે જે પૂરી થશે. હું આ વચન આપું છું કે આ સપનાઓમાંથી દરેકને પુરા કરવા માટે બધું જ કરીશ જેવી રીતે તમે મારી પાસેથી હંમેશા ઈચ્છતા હતા. તમે એવું વચન આપ્યું હતું કે આપણે બધા એક સાથે કામ કરીશું.” ઉલ્લેખનીય છે કે સંજના સંઘી સુશાંત સિંહ રાજપૂતની આવનારી ફિલ્મ દિલ બેચારાથી બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત