સુશાંતના મોત બાદ પિતાએ પહેલીવાર આપ્યુ નિવેદન અને કૃતિ સેન પર નિશાન સાધતા કહ્યું કઇક એવુ કે…

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતાએ કર્યો ખુલાસો, કહ્યું કે કૃતિ સેનને એમની સાથે કરી હતી આ વાતો

image source

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધનને લઈને પહેલી વાર એમના પિતાએ મીડિયા સમક્ષ કઈક કહ્યું છે. એમણે જણાવ્યું હતું કે સુશાંતના નિધન પછી અનેક લોકો એમની મુલાકાત માટે આવ્યા હતા. જેમાં કેટલાક બોલીવુડ સ્ટાર પણ એમને મળ્યા હતા. જો કે લોકોમાં કૃતિ સેનન પણ એમને મળી હતી. આ દરમિયાન એમણે સુશાંતના પિતા સાથે વાત કરી હતી.

image source

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ ૧૪ જુનના દિવસે પોતાના બાંદ્રા સ્થિત ઘરે ફાંસી લગાડીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે એમના પિતાએ અત્યાર સુધીમાં ખાસ કોઈ નિવેદન આપ્યું નથી. પણ હવે આટલા દિવસો પછી એમના પિતાએ પોતાનું મૌન તોડયું છે, અને દીકરા વિશે કેટલીક વાત કરી છે. એક વેબપોર્ટલને આપેલા ઈન્ટરવ્યુંમાં એમણે જણાવ્યું હતું કે સુશાંત સિંહના નિધન પછી અભિનેત્રી કૃતિ સેનને એમની સાથે વાત કરી હતી.

image source

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપુતના પિતા કેકે સિંહે ગુરુવારના દિવસે એક સિનેમા સાથે જોડાયેલા પોર્ટલને એક ઈન્ટરવ્યું આપ્યું હતું. જેમાં એમણે પોતાના દીકરા, એની ઈચ્છાઓ, એના બાળપણ અને એમના લગ્નની યોજના વિશે વાત કરી હતી. સુશાંતના પિતાનું કહેવું છે કે અંતિમ સંસ્કારમાં જોડાવા માટે રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, રણવીર શૌરી અને ઘણા બધા અન્ય લોકો સ્મશાનમાં હાજર રહ્યા હતા.

image source

કેકે સિંહના કહ્યા પ્રમાણે આ દરમિયાન માત્ર કૃતિ સેનને જ આવીને વ્યક્તિગત રીતે એમની સાથે વાત કરી હતી. આ અંગે કેકે સિંહે કહ્યું કે “ઘણા લોકો ત્યાં આવ્યા જરૂર હતા પણ, પણ અમને માત્ર કૃતિ સેનન જ મળી હતી. એણે સાથે બેસીને વાતચીત કરી હતી. જો કે આ દરમિયાન અમે તો કાઈ વાત કરી શક્યા ન હતા પણ એણે જે કઈ પણ કહ્યું હતું એ અમે લોકો સાંભળી રહ્યા હતા.”

કેકે સિંહના જણાવ્યું હતું કે કૃતિ સેનને એમને કહ્યું હતું કે સુશાંત એક બહુ જ લાડકો છોકરો હતો. આ સાથે એમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો પાછળથી મળ્યા પણ હતા. કોરોનાના કારણે બધાયે માસ્ક પહેરેલું હતું, જેના કારણે તેઓ કોઈને ઓળખી શક્યા ન હતા.

image source

જો કે ઈન્ટરવ્યુંના અંતમાં એમણે આ અંગે પણ ખુલાસો કર્યો હતો કે એમનો દીકરો બિહારમાં ઘણું બધું કરવા ઈચ્છતો હતો. એમનું કહેવું છે કે એ બિહારમાં સ્કુલ, કોલેજ, હોસ્પિટલ જેવા નિર્માણ કરાવવા પણ ઈચ્છતો હતો. જો કે આ દુર્ઘટનાના કારણે હવે એ ઈચ્છાઓ પૂરી કરવાનો સમય પણ રહ્યો નથી.

Source: ABPLive

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત