સુશાંત કેસ અપડેટ્સ: જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોના લેવાયા નિવદેન

સુશાંત કેસ અપડેટ્સ – પોલીસે કરી પ્રોડક્સન હાઉસ મેનેજરની પુછપરછ – જૂના મિત્રોની પણ ચાલી રહી છે પુછપરછ – કૂલ 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા

image source

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રથમ તો દેશને આ સમાચારથી ભારે દુઃખ થયું અને ત્યાર બાદ જેમ જેમ બોલીવૂડનું કડવું સત્ય બહાર આવતું ગયુ તેમ તેમ લોકોનો ગુસ્સો ભડકવા લાગ્યો અને તેના કારણે હાલ સુશાંત સિંહની આત્મહત્યાના કેસને કોઈ સામાન્ય આત્મહત્યાના કેસ તરીકે નથી હેન્ડલ કરવામાં આવી રહ્યો પણ દરેક દ્રષ્ટિકોણથી તેની સઘન તપાસ થઈ રહી છે.

હાલ બાન્દ્રા પેલિસે પ્રોડક્શન હાઉસના મેનેજર આશિષ સિંહની પુછપરછ કરી હતી. મળેલા અહેવાલ પ્રમણે 2012માં આશીષ સિંહે સુશાંત સિંહ રાજપૂતનો એક જાણીતી પ્રોડક્શન કંપની સાથે સંપર્ક કરાવ્યો હતો. આ સિવાય પોલીસે સુશાંત અને અંકિતાના કોમન ફ્રેન્ડ એવા સંદીપ એસ સિંહની પણ પૂછપરછ કરી છે.

image source

જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે મિડિયા રીપોર્ટર્સ તેમની પાસેથી માહિતી મેળવવા માટે પોલીસ સ્ટેશન બહાર જ ઉભા હતા અને તેમને પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે તેમણે કોઈ જ નિવેદન આપ્યું નહોતું.

કૂલ 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા

image source

સુશાંતની આત્મહત્યા પાછળ જવાબદાર કારણ અને તે કારણ માટે જવાબદા વ્યક્તિઓને શોધવા માટે હાલ પોલીસ સઘન તપાસ કરી રહી છે અ આ હેઠળ પોલીસે સુશાંતના પરિવાર, પૂર્વ મેનેજર, ટીમ મેમ્બર્સ, તેની પૂર્વ ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ઘરનો સ્ટાફ તેમજ તેના મિત્રો તેમજ તેનું એકાઉન્ટ હેન્ડલ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટ એમ કૂલ મળી 25 લોકોની પૂછપરછ કરવામા આવી છે અને તેમના નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત યશરાજ બેનર પાસેથી સુશાંત સાથેના કોન્ટ્રાક્ટની કોપી પણ મેળવવામાં આવી છે. તેણે યશરાજ સાથે 2012માં કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. જો કે હજુ સુધી સુશાંતના ડોક્ટરનું નિવેદન લેવામાં નથી આવ્યું. આ ઉપરાંત પણ હજુ બીજી વ્યક્તિઓની પૂછપરછ પોલીસ કરે તેવી શક્યતાઓ છે.

‘દિલ બેચારા’ સુશાંતની છેલ્લી ફિલ્મ ઓટીટી પર રિલિઝ થવા જઈ રહી છે

image source

સુશાંતની છેલ્લી ફિલ્મ હજુ રિલિઝ થવાની બાકી છે, જેનું નામ છે દિલ બેચારા. ઓનલાઈન ડીજીટલ પ્લેટફોર્મ એવા હોટ સ્ટાર પર તે 24મી જુલાઈના રોજ સ્ટ્રીમ થવા જઈ રહી છે. જોકે સુશાંતના ચાહકો અને તેનો પરિવાર ઇચ્છે છે કે સુશાંતની આ ફિલ્મ ડીજીટલ પ્લેટફોર્મ પર નહીં પણ થિયેટરમાં રિલિઝ કરવામાં આવે.

સુશાંતનો પિતરાઈ ભાઈ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને મળી શકે છે

image source

ઉપર જણાવ્યું તેમ સુશાંતનો પરિવાર અને તેના ફેન્સ ઇચ્છે છે કે સુશાંતની છેલ્લી ફિલ્મને ઓનલાઈન ડીજીટલ પ્લેટફોર્મ પર નહીં પણ થિયેટરમાં રિલિઝ કરવી જોઈએ. ફેન્સના મનમાં સુશાંતને આ એક પ્રકારનું સમ્માન આપવાની વાત છે. આ બાબતે સુશાંતના કાકાના દીકરા કે જે ભાજપમાં જોડાયેલા છે તે નિરજ સિંહ બબલુ જણાવે છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ ઓટીટી પર નહીં પણ થિયેટરમાં રિલિઝ કરવામાં આવે. આ અંગે તે ફિલ્મ ડીરેક્ટર મુકેશ છાબરા સાથે વાત કરશે અને જો તેનાથી પણ કંઈ ન થયું તો તેઓ તે બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાત કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત