15 વર્ષના કિશોરે ભારે ભીડમાં સુસ્મિતા સાથે કરી ગંદી હરકત, એક્ટ્રેસે શીખવાળ્યો સબક

સુષ્મિતા સેનને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. તે આજે પણ પોતાની સુંદરતાથી ફેનના દિલોને ધડકાવે છે. પરંતુ આટલી મોટી અભિનેત્રી હોવા છતાં તેને ઘણી વખત પબ્લિકમાં પણ હેરેસમેન્ટ સામનો કરવો પડે છે. એકવાર માત્ર 15 વર્ષના કિશોરે તેની સાથે બધાની સામે ગંદી હરકત કરી હતી. પરંતુ તે છેલ્લે અભિનેત્રીએ એને પકડી લીધો

બ્યુટી વિથ બ્રેન છે સુસ્મિતા

image soucre

વર્ષ 1994માં દેશને મિસ યુનિવર્સનો ખિતાબ અપાવનાર સુષ્મિતા સેન ભલે હવે ફિલ્મોમાં જોવા ન મળતી હોય, પરંતુ તેના ફેન્સની કોઈ કમી નથી. સુષ્મિતા સેન બ્યુટી વિથ બ્રેનનું અદ્ભુત કોમ્બિનેશન છે. જ્યારે કઠુઆ અને ઉન્નાવમાં બળાત્કારની ઘટનાઓ પર દેશમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અભિનેત્રીએ તેની સાથે બનેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે તેણે પોતાની જાતને કિશોરની ખરાબ નજરથી બચાવી હતી

સુષ્મિતા સેને દુર્વ્યવહારનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે કેવી રીતે સેંકડોની ભીડમાં 15 વર્ષના છોકરાએ તેની સાથે ગેરવર્તણૂક કરી. તેણે કહ્યું કે લોકો એવું વિચારે છે કે બોડીગાર્ડ સેલિબ્રિટીઝ સાથે રહે છે, તેથી તેમણે આ બધાનો શિકાર ન થવું પડે, પરંતુ એવું નથી. અભિનેત્રીએ કહ્યું હતું કે ઘણી વખત લોકો વિચારે છે કે અમે હંમેશા બોડીગાર્ડ્સથી ઘેરાયેલા હોઈએ છીએ અને તેથી જ અમારે ખરાબ અનુભવોનો સામનો કરવો પડતો નથી પરંતુ હું તમને જણાવી દઉં. અમારી આસપાસ 10 બોડીગાર્ડ છે પણ તેમ છતાં પણ પુરુષોથી ભરેલી 100 લોકોથી વધુની ભીડ વચ્ચે ખરાબ અનુભવનો સામનો કરવો પડે છે

સુસ્મિતાએ પકડ્યો છોકરાનો હાથ

image soucre

સુષ્મિતા સેને કહ્યું હતું કે, એક એવોર્ડ શોમાં 15 વર્ષની કિશોરએ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેણે વિચાર્યું કે ભીડ મોટી છે અને તેથી મને ખબર નહીં પડે પણ તે ખોટો હતો. મેં મારી પાછળથી તેનો હાથ પકડ્યો પરંતુ મને તે જોઈને આશ્ચર્ય થયું કે તે માત્ર 15 વર્ષનો છે.સુષ્મિતાએ વધુમાં કહ્યું કે, મેં તેની ગરદન પકડી અને તેને મારી સાથે લઈ ગઈ.

છોકરાને આવી રીતે શીખવ્યો સબક

image soucre

આ પછી સુષ્મિતાએ છોકરાને કહ્યું કે જો હું આ વસ્તુનો તમાશો બનાવીશ તો તારી જિંદગી બગડી જશે. આના પર છોકરો કહેવા લાગ્યો કે તેણે કંઈ કર્યું નથી. ત્યારે સુષ્મિતાએ કહ્યું કે જો થઈ ગયું હોય તો પહેલા સ્વીકારી લો. આના પર છોકરાએ તેની માફી માંગી. મેં તેની સામે કોઈ પગલાં લીધાં નથી કારણ કે મને લાગે છે કે તે બાળકને ખબર ન હતી કે આ પ્રકારની હરકત અપરાધ છે અને કોઈપણ પ્રકારનું મનોરંજન નથી. તે પછી છોકરાએ કહ્યું કે આવું ફરી ક્યારેય નહીં થાય. તેના પર સુષ્મિતાએ કહ્યું કે મેં તારો ચહેરો જોઇ લીધો છે. આવું ફરી ક્યારેય થવું ન જોઈએ