ભૂલ્યા વગર આ માસમાં સૂર્યનારાયણને ચઢાવો જળ, લાંબી ઉંમરની સાથે અનેક બીમારીઓમાંથી મળશે મુક્તિ

મિત્રો, પોષ માસ દરમિયાન દેવતાઓના સ્વામી તરીકે પ્રભુ વિષ્ણુ અને ગ્રહોના સ્વામી સૂર્ય માનવામા આવે છે. આ માસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાની પૌરાણિક પરંપરા છે. આ માસની ૧૧મી તારીખે સૂર્યનારાયણ પોતાના જ નક્ષત્ર એટલે ઉત્તરાષાઢામાં આવી ગયો હતો અને ૨૪મી જાન્યુઆરી સુધી રહેશે.

image source

ત્યારબાદ ૧૪ જાન્યુઆરીના રોજ મકર રાશિમા પ્રવેશ કરવાથી ઉત્તરાયણનો સમય શરૂ થઇ ગયો છે. આ પર્વને દેવતાઓનો દિવસ માનવામા આવે છે. આ સમય પર સૂર્યદેવનુ આધિપત્ય હોય છે. આ પર્વ દરમિયાન શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુ એકસાથે રહે છે. આ માસ દરમિયાન સૂર્ય ધરતીની નજીક હોવાથી તેનો પ્રભાવ ખુબ જ વધી જાય છે.

image source

આ ઉપરાંત આપણા પૌરાણિક ગ્રંથ શ્રીમદ ભાગવતપુરાણમા પણ એવો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે બ્રહ્માંડનુ કેન્દ્રબિંદુ છે, ત્યા જ સૂર્ય સ્થિત છે. આ ગ્રંથમા એવુ જણાવવામા આવ્યુ છે કે, સૂર્યની પરિક્રમાનો માર્ગ એ નવ કરોડ અને એકાવન લાખ યોજન છે. તેમનુ સંવત્સર નામનુ એક પૈડુ છે, જેમા મહિના તરીકે બાર આરા છે અને તેમા પડતો પ્રભાવ એ લોકોના જીવન પર પણ પડે છે.

image source

આપણા મેડિકલ સાયન્સમા એવો ઉલ્લેખ કરવામા આવ્યુ છે કે, સૂર્યના કિરણોથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે એટલે કે સૂર્યપ્રકાશ એ તમને ડિપ્રેશનમાથી બહાર લાવવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત સૂર્યના કિરણો એ તમારા શરીરમાંથી વિટામિન-ડીની ઉણપને દૂર કરવા માટે પણ સહાયરૂપ સાબિત થાય છે.

image source

આ સિવાય સૂર્યના કિરણોથી તમને સકારાત્મક ઊર્જા પણ મળી રહે છે. આ ઉપરાંત જો તમે સૂર્યને નિરંતર જોયા રાખો તો તમારી આંખના તેજમા વૃદ્ધિ થઇ શકે છે. આ સિવાય ઉગતા સૂર્યપ્રકાશ એ શરીર ઉપર પડવાથી તમને શરીરમા ભરપૂર પ્રમાણમા ઊર્જા મળી રહે છે.

image source

આ ઉપરાંત આપણા પૌરાણિક ગ્રંથ ઋગ્વેદ મુજબ સૂર્યનારાયણ પાપમાંથી મુક્તિ અપાવવા, બીમારીઓનો નાશ કરનાર, ઉમર અને સુખમાં વૃદ્ધિ કરનાર અને ગરીબી દૂર કરવાની અપાર શક્તિ ધરાવે છે. આ સિવાય આપણા બ્રહ્મપુરાણ શાસ્ત્રમા પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, સૂર્યદેવ એ સર્વશ્રેષ્ઠ દેવતા છે અને જે તેમની ઉપાસના કરે છે અને તેમને જળ અર્પણ કરે છે, સૂર્યદેવ તેમને લાખગણુ ફળ આપે છે.

image source

આ સિવાય સૂર્યોપનિષદ મુજબ તમામ દેવતાઓ, ગંધર્વ અને ઋષિ સૂર્યના કિરણોમા વાસ કરે છે. સૂર્યદેવની ઉપાસના વિના કોઇપણ વ્યક્તિનુ કલ્યાણ શક્ય નથી. આ ઉપરાંત સ્કંદપુરાણમા એવી વાતોનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, સૂર્યદેવને જળ અર્પણ કર્યા વિના ભોજન કરવુ પાપના કર્મ સમાન છે. માટે દૈનિક વહેલી સવારે ઉઠીને સૂર્યનારાયણને જળ અવશ્ય અર્પણ કરવુ અને ત્યારબાદ જ કોઈપણ કાર્યની શરૂઆત કરવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ