તારી વફાદારીને સલામ કૂતરા, માલકિન બીમાર પડી અને એમ્બ્યુલન્સમાં લઈ ગયા તો હોસ્પિટલ સુધી દોડી ગયો

કૂતરાની વફાદારીની વાતો કરીએ એટલી ઓછી. આપણી સામે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં માણસ કરતાં પણ વધારે કૂતરો વફાદાર નીકળે છે. ત્યારે એક એવા જ કુતરાની કહાની વાયરલ થઈ રહી છે અને તેની વફાદારીની વાતો કરવામાં આવી રહી છે. તો આવો વિગતે વાત કરીએ આ કહાનીની. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. આનાથી લોકો ભાવનાત્મક બન્યા છે, આ વીડિયોએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કૂતરો આપણો વફાદાર મિત્ર છે.

image source

રોયટર્સના મતે આ મામલો ઇસ્તંબુલનો છે. એમ્બ્યુલન્સની પાછળ એક કૂતરો દોડતો જોવા મળે છે. ખરેખર, આ એમ્બ્યુલન્સમાં તેની માલકિન છે, જ્યારે તેની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી,તો કૂતરો એમ્બ્યુલન્સની પાછળ દોડી ગયો હતો અને હોસ્પિટલમાં ગયો હતો.

image source

માલકિનને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહી હતી, ત્યારે કૂતરો પણ અંદર જવાનો પ્રયાસ કરે છે. પરંતુ સલામતી અને સ્વચ્છતાનાં કારણોને લીધે તેને અંદર પ્રવેશ આપવામાં નથી આવતો.

image source

જ્યારે તે જુએ છે કે એમ્બ્યુલન્સ દ્વારા તેના માલિકનને ક્યાંક લઈ જવામાં આવી રહી છે ત્યારે તે એમ્બ્યુલન્સની પાછળ દોડે છે. તે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની પાછળ દોડે છે અને વીડિયો સમાપ્ત થાય છે, ત્યાં કૂતરો હોસ્પિટલની બહાર ઉભો જોવા મળે છે. જાણે એવું જ લાગે છે કે માલિકનના સ્વસ્થ થવાની રાહ જોવામાં આવી રહી છે. આ કૂતરાની વફાદારી જોઈને લોકો ઓળઘોળ થઈ ગયા છે અને વીડિયો હવે વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

image source

આ પહેલાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. જે વીડિયોમાં એક કૂતરો પોતાની સમજદારી અને જવાબદારીથી એક નાની બાળકીને નદીમાં પડવાથી બચાવી લેતો જોવા મળે છે. કુતરા દ્વારા કરવામાં આવેલ આ બચાવ કાર્ય સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું હતું. દરેક વ્યક્તિ આ કુતરાના વખાણ કરી રહ્યા હતા. હકીકતમાં 16 સેકન્ડના વીડિયો ક્લિપમાં દેખાઈ આવે છે કે એક નાની બાળકી નદીમાં પડી ગયેલ પોતાના બોલને લેવા માટે જાય છે.

નદી પાસે ભીની માટી હોય છે જેના લીધે બાળકીના નદીમાં પડી જવાની સંભાવના વધારે રહે છે. જોકે બાળકીની સાથે રહેલ કુતરો આ વાતને નોટીસ કરી લે છે. તે તુરંત જ તે બાળકી પાસે દોડીને જાય છે અને પોતાના મોઢાથી બાળકીના કપડાં પકડીને તેને પાછળની તરફ સુરક્ષિત સ્થાન પર લઇ જાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ ત્યારબાદ તે કૂતરો પોતે નદીમાં જાય છે અને તે બાળકીનો પાણીમાં બોલ (દડો) ઉઠાવીને લઈ આવે છે.