IRCTC ની યોજના ખાસ ટ્રેનના ટિકિટ બુકિંગમાં મુસાફરોને કરાવી આપશે ફાયદો, જાણો તમે પણ

વર્ષ 2019 ના અંતમાં આવેલી વૈશ્વિક મહામારી કોરોનાએ ભારત સહિત આખી દુનિયામાં પોતાનો પ્રભાવી પંજો ભરાવ્યો હતો અને લગભગ વિશ્વના તમામ દેશોમાં તેનો પેસારો થયો હતો. આ મહામારી સામે લડવા વિશ્વસ્તરે પ્રયાસો થયા પરંતુ તેમ છતાં 2020 નું આખુ વર્ષ લોકોને કોરોનાના ગંભીર પરિણામો ભોગવવા પડ્યા.

image source

આ દરમીયાન સાવચેતી રૂપે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સમયાંતરે લોકડાઉન લગાવવામાં આવ્યા હતા જેના લીધે પર્યટન ઉદ્યોગ મહદઅંશે ભાંગી પડ્યો હતો અને અંદાજે દોઢ વર્ષ સુધી આ ઉદ્યોગ સાવ બંધ જ રહ્યો તેમ કહીએ તો પણ ખોટું નહિ ગણાય. જો કે હવે કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થતા આ ઉદ્યોગ ફરી બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે ભારતીય રેલવેમાં મુસાફરી કરવાના શોખીન યાત્રીઓ માટે એક સારા સમાચાર છે.

ઇન્ડિયન ટેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનોનું સંચાલન કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી મહિનાથી એટલે કે ઓગસ્ટ મહિનાથી યાત્રીઓ આ સુપર કલાસ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. IRCTC લખનઉ – દિલ્હી – લખનઉ (82501 – 82502) અને અહમદાબાદ – મુંબઇ – અહમદાબાદ (82901 – 82902) પાટા પર તેજસ એક્સપ્રેસનું સંચાલન કરે છે.

image source

જો યાત્રીઓ આ બન્ને ટ્રેનોમાં યાત્રા કરવા માંગતા હોય તો તેમના માટે એક ખુશીના સમાચાર છે. અસલમાં IRCTC એ એક સ્કીમ લોન્ચ કરી છે. આ યોજનામાં યાત્રીઓને ટિકિટ બુકીંગ કરવા પર રિવોર્ડ પોઇન્ટ્સ મળશે. આ યોજના શું છે અને તે અંતર્ગત રિવોર્ડ પોઇન્ટ્સ શું છે તેના વિશે વિસ્તારથી જાણીએ.

IRCTC ના જણાવ્યા મુજબ SBI પ્રીમિયમ લોયલ્ટી કાર્ડ બન્યાના 45 દિવસની અંદર તેજસ એક્સપ્રેસની ટિકિટ બુકીંગ કરવા પર 500 રિવોર્ડ પોઇન્ટ્સ મળશે.

બીજી વખત પ્રીમિયમ કાર્ડ દ્વારા ટિકિટ બુકીંગ કરવા પર 100 રૂપિયામાં 15 પોઇન્ટ્સ આપવામાં આવશે. આ રીતે યાત્રીઓને લગભગ 15 ટકાની છૂટ મળી શકશે. જો કે યાત્રીઓ આખા વર્ષ દરમિયાન વધુમાં વધુ 1500 રિવોર્ડ પોઇન્ટ્સ લઈ શકશે. આ રિવોર્ડ પોઇન્ટ 1 રૂપિયા બરાબર ગણવામાં આવશે એટલે કે ટિકિટ બુક કરવા પર 100 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો ફાયદો મળી શકશે.

image source

કઈ રીતે મેળવી શકાય છે આ યોજનાનો લાભ

IRCTC ગ્રાહકોએ પોતાની આઈડીથી SBI પ્રીમિયમ લોયલ્ટીને લિંક કરવાની રહેશે. ટિકિટ બુકીંગ કરવાથઈ5 મળેલા રિવોર્ડ પોઇન્ટનો IRCTC ની સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ દ્વારા ઉપયોગ કરી શકાશે. એ સિવાય કાર્ડ ધારક વેબસાઈટ www.irctc.co.in પર જઈને પોતાનું રિવોર્ડ પોઇન્ટ્સ બેલેન્સ પણ ચકાસી શકશે.