તિરુપતિ દર્શન માટે જઈ રહેલી મહિલા બેહોશ થઈ જતાં પીઠ પર બેસાડીને 6 કિલોમીટર ચાલ્યા કોન્સ્ટેબલ અરશદ, લોકો કરી રહ્યા છે સલામ

આંદ્ર પ્રદેશ પોલીસના કોન્સ્ટેબલે એક મહિલા શ્રદ્ધાળુને સારવાર આપવા માટે છ કિમી તેણીને પોતાની પીઠ પર લાદીને ચાલ્યા. આ મહિલા તિરુપતિ બાલાજી દર્શને જઈ રહી હતી, પહાડ ચડતી વખતે તેણી બેહોશ થઈને પડી ગઈ હતી. મહિલાની તબિયત બગડતી જોઈ ત્યાં ડ્યૂટી પર હાજર રહેલા કોન્સ્ટેબલ શેખ અરશદે મહિલાને પોતાની પીઠ પર લાદીને છ કિલમીટર ચાલીને તેમને મેડિકલ કેંપમાં લઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાની સારવાર કરવામાં આવી હતી.

ડીજીપીએ કર્યા વખાણ

image source

આંદ્ર પ્રદેશ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલથી અરશદની તસ્વીર શેર કરતાં લખ્યું છે, ઓન ડ્યૂટી કોન્સ્ટેબલે જે પ્રકારનું કામ કર્યું છે, તેના ડીજીપીએ વખાણ કર્યા છે. અરશદ 58 વર્ષની શ્રદ્ધાળુ મહિલાનો જીવ બચાવવા માટે તેમને પોતાની પીઠ પર લાદીને છ કિલોમીટર ચાલ્યા, જ્યારે મહિલા તિરુમાલા પહાડી પર બેહોશ થઈ ગઈ હતી. તેમનું પોતાની ફરજ માટે જે સમર્પણ છે તે ઉદાહણરૂપ છે.

શું છે આખો મામલો

image source

જે પ્રમાણેની જાણકારી મળી છે તે મુજબ, માંગી નાગેશ્વરમ્મા નામની 58 વર્ષની મહિલા તિરુપતિ બાલાજીના દર્શન કરવા જઈ રહી હતી. તિરુમાલા હિલની પાસે જ્યારે તે ચાલી રહી હતી તો થાકીને બેહોશ થઈને તેણી ત્યાંજ પડી ગઈ હતી. મહિલાની તબીયત ખરાબ થવાની ખબર પડતાં જ ત્યાં ફરજ પર હાજર કોન્સ્ટેબલ શેખ અરશદ ત્યાં પહોંચી ગયા. ત્યાર બાદ તેમણે કોઈ બીજી સુવિધા ન દેખાતા તે બિમાર મહિલાને પોતાની પીઠ પર લાદીને છ કિલોમીટર દૂર આવેલા કેમ્પમાં લઈ ગયા. જ્યાં આ મહિલાની સારવાર કરવામા આવી અને તેણી ઠીક થઈ ગઈ. કહેવામાં આવે છે કે મહિલાનું બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું હતું જેના કારણે તેણી બેહોશ થઈ ગઈ હતી.

image source

લોકો આ જવાનના ખૂબ વખાણ કરી રહ્યા છે. ટ્વીટર યુઝર તેમને સલામ કરી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું છે, સેલ્યુટ સર, તો વળી બીજા ટ્વીટર યુઝરે લખ્યું છે રિસ્પેક્ટ, તો વળી એક યુઝરે આંધ્રપ્રદેશ પોલીસને સેલ્યુટ કરી છે અને સાથે સાથે કોન્સ્ટેબલ અરશદને પણ સલામ કરી છે.

image source

આંદ્ર પ્રદેશ પોલીસના આ તસ્વીરને સોશિયલ મિડિયા પર શેર કર્યા બાદ તે ઝડપથી વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ કોન્સ્ટેબલ અરશદના વખાણ કરતા થાકતા નથી. તેમણે જે કંઈ પણ કર્યું છે તેને લોકો માણસાઈની મિસાલ કહી રહ્યા છે. સોશિયલ મિડિયા યુઝર્સ પોલીસને તેમના આ કામ માટે સલામ કરી રહ્યા છે. સથે સાથે કમેન્ટ કરીને તેમને અસલી ભારતીય પણ કહી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત