ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા ફરીવાર થઈ પ્રેગનન્ટ, જાણો કેવી રીતે બાળકોને આપ્યો જન્મ

તે સાંભળીને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે ચમત્કારથી ઓછું નથી કે જે સ્ત્રી પહેલેથી સગર્ભા હતી, તે ફરીથી ગર્ભવતી થઈ અને બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે બંને બાળકોનો જન્મ એક સાથે થયો હતો, પરંતુ આ બંનેનો કંસીવિંગ સમય અલગ અલગ છે. પહેલેથી સગર્ભા મહિલાએ ત્રણ અઠવાડિયા પછી બીજુ બાળક કંસિવ કર્યુ હતુ.

image source

રેબેકા રોબર્ટ અને તેના પતિ રાઈસ વીવરએ ઘણા વર્ષોથી બાળકની ઇચ્છા રાખતા હતા. ગયા વર્ષે એક ફર્ટીલીટી દવા લીધા બાદ ડોક્ટરે બન્ને એક સારા સમાચાર આપ્યા કે તેઓ ખૂબ જ જલ્દી માતા-પિતા બનશે. જોકે, દંપતીને ખ્યાલ નહોતો કે તેમની ખુશી અચાનક બમણી થઈ જશે.

image source

ડોક્ટરે રેબેકાને ત્રીજા અલ્ટ્રાસાઉન્ડમાં બીજું બાળક હોવાનું જણાવ્યું હતું. આ ખૂબ જ આશ્ચર્યજનક હતું, કારણ કે રેબેકાના ગર્ભાશયમાં પહેલાથી જ 12-અઠવાડિયા એટલે કે ત્રણ મહિનાનું ગર્ભ હતું. રેબેકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું, ‘ગુડ મોર્નિંગ અમેરિકા, હકીકતમાં તે ખૂબ જ આઘાતજનક વાત છે કે એકના બદલે બે બાળકો હતા. ડોકટરોએ મને કહ્યું કે બંને શિશુઓ વચ્ચે ત્રણ અઠવાડિયાનો તફાવત છે, જે ડોકટરો પણ સમજી શક્યા નથી.

image source

મહિલાની આ દુર્લભ ગર્ભાવસ્થા વિશે જાણીને ખુદ ડોકટરો પણ આશ્ચર્યચકિત થયા. શરૂઆતમાં, તે આ વિશે કંઇ જાણતા ન હતા. રોયલ યુનાઇટેડ હોસ્પિટલના ‘પ્રેગ્નન્સી એન્ડ ફીમેલ રિપ્રોડક્ટિવ’ ના નિષ્ણાત અને રેબેકાના ડોક્ટર ડેવિડ વોકરે જણાવ્યું હતું કે, ‘રેબેકાની ગર્ભાવસ્થા એક દુર્લભ ઘટના છે. આવુ ભવિશ્યમાં કેટલી વાર બન્યું તે અંગે કોઈ માહિતી નથી.

image source

રેબેકાની પ્રગ્નેશીને સુપરફેટેશન તરીકે ડાયગનોસ કરવામાં આવી હતી. એક એવી સ્થિતિ જ્યાં બીજી ગર્ભાવસ્થા પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન મળી આવી હતી. આ સ્થિતિમાં, આવી સ્થિતિમાં ઓવરીથી એગ બે અલગ અલગ સમયે મુક્ત થયા હતા.

image source

ડોક્ટર ડેવિડ વોકરે કહ્યું, ‘પહેલા તો મને એ વિચારીને આશ્ચર્ય થયું કે હું બીજા બાળકને કેવી રીતે ચૂકી ગયો. પરંતુ પાછળથી તે બહાર આવ્યું કે તે મારી ભૂલ નથી. તેના બદલે તે એક દુર્લભ ગર્ભાવસ્થા હતી, જ્યાં રેબેકાના બે જોડિયા વચ્ચે ત્રણ અઠવાડિયાનો તફાવત હતો. બંને બાળકો દેખાવમાં પણ મોટા-નાના હતા.

image source

તમને જણાવી દઈએ કે રેબેકાની ગર્ભાવસ્થા પડકારજનક હતી. ડોક્ટરોએ તેમને એકવાર કહ્યું હતું કે બની શકે કે, નાના બાળક એટલે કે બાદમાં કંસીવ થયેલાને બચાવી ન શકાય. પરંતુ કેટલાક ચમત્કારની જેમ, રેબેકાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પુત્ર નુહ અને પુત્રી રોસિલને જન્મ આપ્યો હતો.

image source

જો કે રોઝિલને જન્મના 95 દિવસ સુધી NICUમાં રાખવામાં આવ્યો હતો, જ્યારે નોહેને NICUમાં ત્રણ અઠવાડિયા ગાળ્યા હતા. રેબેકા તેના બંને બાળકોને સુપર ટ્વિન્સ કહે છે. તેમને જોઈને મને હંમેશાં ફિલ થાય છે કે, હુ કેટલી ભાગ્યશાળી છુ. રેબેકાની આ કાહની સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!