શરીરમાં વધતા બ્લડ પ્રેશરને ક્યારેય ન કરો ઈગ્નોર, હંમેશા આ રીતે જ કરાવો ચેક અપ

વર્તમાન સમયમાં લોકોની તણાવ યુક્ત લાઈફ સ્ટાઈલના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે. ઘણાને હાઈ બીપી તો ઘણાને લો બીપીની સમસ્યા સતાવતી હોય છે. એવામાં એક સંશોધનમાં નવા જાણકારી સામે આવી છે. તમે ગમે ત્યારે તમારૂ બ્લડ પ્રેશર ચેક કરાવવા ડોક્ટર પાસે જાવ ત્યારે તમે નર્સને બન્ને હાથનું બ્લડ પ્રેશર ચેક કરવાનો આગ્રહ રાખો. જર્નલ હાઈપરટેન્શનમાં સોમવારે પ્રકાશિત થયેલા 24 વૈશ્વિક અધ્યયનોના એક નવા મેટા-વિશ્લેષણ અનુસાર બંને હાથ વચ્ચે જોવા મળતા સિસ્ટોલિક કે ઉચા બ્લડ પ્રેશર રીડિંગનું મહત્વપૂર્ણ અંતર ભવિષ્યમાં આવનારા હાર્ટ એટેકનો સંકેત હોય શકે છે.

એક વાર તો બન્ને હાથની તપાસ અવશ્ય કરાવવી

image source

નોંધનિય છે કે જે દર્દીઓને બ્લડ પ્રેશર ચેક અપની જરૂરીત હોય તેમણે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું કે તેમના બન્ને હાથની તપાસ કરવામાં આવે, ઓછા નામે એક વાર તો બન્ને હાથની તપાસ અવશ્ય કરાવવી જોઈએ. યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ એક્સેટર મેડિકલ સ્કૂલના ક્લિનિકલ વરિષ્ઠ લેક્ચરર ક્રિસ ક્લાર્કે એક નિવેદનમાં આ અંગે જણાવ્યું હતું.

image source

બ્લડ પ્રેશરને પારાના મિલિમીટરના એકમોમાં માપવામાં આવે છે (mmHg સંક્ષિપ્તમાં), જેમા બે નંબરો હોય છે. એક ઉપરના અથવા સિસ્ટોલિક રિડિંગ જે તમારી ધમનીઓમાં મહત્તમ દબાણનું પ્રતિનિધિત્વ કરે છે, અને નીચું અથવા ડાયસ્ટોલિક રિડિંગમાં જાણવા મળે છે કે દબાણમાં તમારા હૃદયની માંસપેશી ધબકારા વચ્ચે આરામ કરે છે ત્યારે તમારી ધમનીઓ.

હ્યદય સંબંધી બીમારીઓનું જોખમ વધુ

image source

તો બીજી તરફ નવા અધ્યયનમાં સામે આવ્યું છે કે પારાના 10 મિલીમીટરથી વધારે બે હાથ વચ્ચેના પ્રત્યેક ડિગ્રી વચ્ચેના તફાવત માટે, નવી એન્જાઈના (છાતીમાં દુખાવો), હાર્ટ એટેક અથવા આવતા દાયકામાં 1% નો વધારો થયો છે. અભ્યાસમાં સામે આવેલા પરિણામોમાં એ સંકેત મળે છે કે બંને હાથ વચ્ચે 5 મિલીમીટરથી વધુ પારાનો તફાવત સર્વાંગી મૃત્યુદરની આગાહી, કાર્ડિયો-વેસ્ક્યુલર મૃત્યુદર અને કાર્ડિયાક ઘટનાઓની આગાહી કરે છે. આ અંગે ક્લાર્કે કહ્યું કે, અમે લાંબા સમયથી જાણીએ છીએ કે બંને હાથ વચ્ચેના બ્લડ પ્રેશરમાં તફાવત નબળા સ્વાસ્થ્ય પરિણામો સાથે સંકળાયેલ છે. આ અભ્યાસમાં અમને જાણવા મળ્યું કે બે હાથ વચ્ચે બ્લડ પ્રેશરમાં જેટલો તફાવત વધુ હોય છે, હ્યદય સંબંધી બીમારીઓનું જોખમ તેટલુ જ વધારે રહે છે, તેથી તે દર્દીઓને જોખમમાં નાખી શકે છે.

લોહીના પ્રવાહને અસર કરી શકે છે

અમેરિકન હાર્ટ એસોસિએશનના મતે 120 હાઈ અને 80 લોને સામાન્ય બ્લડ પ્રેશર માનવામાં આવે છે.

image source

AHA દ્વારા બન્ને હાથ વચ્ચે 10 મિલીમીટર પારા અથવા તેનાથી ઓછુ અંતર સામાન્ય માનવામાં આવે છે અને ચિંતાનું કોઈ કારણ ગણવામાં નથી આવતું. જો કે બંને હાથ વચ્ચેનું વધુ રીડિંગ ધમનીઓને સંકુચિત અથવા સખ્ત હોવાનો સંકેત હોઈ શકે છે, જે લોહીના પ્રવાહને અસર કરી શકે છે.

એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના દિશાનિર્દેશોની વિપરીત યુકે અને યુરોપિયન યુનિયન સંઘ બંનેમાં વધારાના કાર્ડિયોવાસ્કુલર જોખમના થ્રેશહોલ્ડ સંકેતના રુપમાં બંને હાથ વચ્ચે 15 mmHg અથવા તેથી વધુનો એક સિસ્ટોલિક તફાવત છે.

આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓનું પુનર્મૂલ્યાંકન થવું જોઈએ

image source

ફ્રાન્સના લિમોજિસમાં ડ્યુપુટ્રિન યુનિવર્સિટી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર અને મુખ્ય સહ-સંશોધનકર્તા વિક્ટર અબોયન્સે જણાવ્યું હતું કે આ અભ્યાસ સૂચવે છે કે આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓનું પુનર્મૂલ્યાંકન થવું જોઈએ. એબોયન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમારું માનવું છે કે 10 mmHg ને વ્યાજબી રૂપે સિસ્ટોલિક ઇન્ટર-આર્મ બ્લડ પ્રેશર માટે સામાન્યની ઉપરની સીમાના રૂપમાં ગણાવામાં આવવું જોઈએ. જ્યારે બન્ને હાથોને નિયમિત ક્લિનિકલ એપોઇન્ટમેન્ટ દરમિયાન અનુક્રમમાં માપવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત