વસંત પંચમી: પતિ-પત્ની વચ્ચે બહુ થાય છે ઝઘડા? નાની-નાની વાતો પણ લઇ લે છે મોટું સ્વરૂપ? તો આજના શુભ દિવસે કરી લો આ કામ

વસંત પંચમીના અવસરે જો પતિ- પત્ની કરી લેશે આ કાર્ય તો તેમના દામ્પત્યજીવનમાં ક્યારેય નહી આવે ખટાશ.

વસંત ઋતુના સમય દરમિયાન પતિ- પત્નીના સંબંધમાં નવો ઉત્સાહ અને મીઠાશ આવી જાય છે. આ ૫ કાર્યો કરવાથી આપના સંબંધમાં આવી ગયેલ ખાલીપણું દુર થઈ જશે.

  • -વસંત પંચમીના અવસરે કરી લો પૂજા.
  • -કામદેવ- રતિનું પૂજન કરવું જરૂરી.
  • -આપના સંબંધમાં ખટાશ અને તાણ પ્રવેશ કરી ગયા છે તો કરો પૂજા.
image source

વસંત ઋતુ અને કામદેવની વચ્ચે ખાસ સંબંધ ધરાવે છે એટલા માટે વસંત પંચમીના દિવસે કામદેવ અને તેમના પત્ની દેવી રતિનું પૂજન કરવાનું ખાસ મહત્વનું હોય છે. એવું માનવામાં આવે છે કે, જો પતિ અને પત્ની એકસાથે મળીને કામદેવની આરાધના કરે છે તો તેમના દામ્પત્ય સંબંધ વધારે ગાઢ થઈ જાય છે. કામદેવને વિષે પૌરાણિક માન્યતા એવી ચાલી આવે છે કે, જો કામદેવ ના હોય તો પ્રાણીઓ વચ્ચે એકબીજા પ્રત્યે જે પ્રેમ છે તે સમાપ્ત થઈ જશે અને સૃષ્ટિ આગળ વધી શકશે નહી. એટલા માટે વસંત ઋતુના દેવતા તરીકે કામદેવને માનવામાં આવ્યા છે.

image source

કામદેવનું પુષ્પોનું ધનુષ.

હિંદુ ધર્મીક્માંન્યતા મુજબ એવી માન્યતા પ્રચલિત છે કે, કામદેવ પાસે એક ખાસ પુષ્પોથી બનેલ ધનુષ છે કામદેવ આ ધનુષની મદદથી તીર છોડે છે જેના વારથી કોઈનું પણ બચી શકવું શક્ય નથી. કામદેવના બાણ સીધાજ મનુષ્યના હ્રદયમાં કામ ભાવ ઉત્પન્ન કરે છે. કામદેવની પત્ની રતિને પણ કામની દેવી તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ આકર્ષણ માટે કામદેવ અને રતિ દેવીનું મહત્વનું યોગદાન ધરાવે છે. વસંત ઋતુના આગમન થતા આ ૫ કાર્યો કરી લેવાથી આપના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.

આપે આવી રીતે કામદેવનું પૂજન કરવું.

image source

હિંદુ પુરાણોમાં જણાવ્યા મુજબ, વસંત પંચમીના અવસરે રતિ દેવી અને કામદેવની પૂજા કરવાથી આપના ગૃહસ્થ જીવનમાં ચાર ચાંદ લાગી જશે. વસંત પંચમીના અવસરે પીળા કપડું પાથરીને તેની પર ચોખાની મદદથી કમળ બનાવવું. ત્યાર અબ્દ આગળના ભાગમાં હળદર અને ગણેશજીની મુકવા અને ત્યાર અબ્દ પાછળના ભાગે દેવી રતિ અને કામદેવને સ્થાપિત કરવાના રહેશે. આપે સૌથી પહેલા ભગવાન ગણેશનું પૂજન કરવું અને ત્યાર અબ્દ કામદેવ અને દેવી રતિનું પૂજન કરવું. આપે વસંત પંચમીના દિવસે પતિ અને પત્ની બંનેએ સંયમ જાળવીને બ્રહ્મચર્યનું પાલન કરવું.

દામ્પત્ય જીવનમાં ખટરાગ ચાલી રહ્યો છે.

image source

જે પતિ અને પત્નીના દામ્પત્ય જીવનમાં ખટરાગ ચાલી રહ્યો હોય તેવા દંપતીએ વસંત પંચમીના અવસરે પીળા વસ્ત્રો પહેરીને પીળા પુષ્પથી કામદેવ અને રતિની પૂજા કરવી જોઈએ. આ સાથે આપે કોઈ સૌભાગ્ય સ્ત્રીને સૌભાગ્યની સામગ્રીઓ ભેટ કરવાથી આપના વૈવાહિક જીવનમાં આવતી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. પતિ- પત્નીએ વસંત પંચમીના દિવસે પાનનું સેવન જરૂરથી કરવું જોઈએ.

બ્રેકઅપ

જો આપના પાર્ટનર સાથે આપનું બ્રેકઅપ થઈ ગયું છે અને આપના સંબંધમાં ખટાશ આવી ગઈ છે તો આપે નિરાશ થવું નહી. વસંત પંચમીના દિવસે આપે ઘણા બધા અલગ અલગ પુષ્પોથી કામદેવનું પૂજન કરવું જોઈએ. રતિ અને કામદેવની કૃપાદ્રષ્ટિથી આપના સંબંધોમાં પહેલા જેવી મીઠાશ આવશે.

image source

કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું.

  • -વસંત પંચમીના અવસરે પતિ- પત્નીએ માતા સરસ્વતીની સાથે સાથે કામદેવ- રતિ અને ભગવાન વિષ્ણુ- માતા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.
  • -દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપે લાલ ગુલાબ અને સફેદ ભોગ ધરાવીને પૂજન કરવું જોઈએ.
  • -આપે વસંત પંચમીના અવસરે રંગબેરંગી ફૂલોતી કામદેવ અને રતિને પ્રસન્ન કરવા.
  • -વસંત પંચમીના દિવસે પતિ- પત્નીએ પાનનું સેવન કરવું.
  • -વસંત પંચમીના દિવસે પતિ- પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!