વાસ્તુ પ્રમાણે ઘરમાં બોનસાઇ ટ્રી રાખવાથી થાય છે અનેક ફાયદાઓ, શું તમે જાણો છો આ વિશે?

વાસ્તુ ટીપ્સ: આ 4 કારણોથી ઘરમાં રાખવામાં આવે છે બોનસાઇ ટ્રી..!

આપણા દેશમાં હિંદુ ધર્મમાં માનવા વાળા લોકોની સંખ્યા ઘણી વધારે છે. અને હિંદુ ધર્મના માનતા લોકોમાં વાસ્તુ શાસ્ત્રનું ઘણું જ મહત્વ હોય છે. આપણે ત્યાંની પ્રાચીન માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે, જે પણ વ્યક્તિ વાસ્તુ શાસ્ત્રનું અનુસરણ કરે છે, તેમણે જીવનમાં ક્યારે પણ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. અને તેઓ પોતાનું જીવન આનંદ પૂર્વક પસાર કરે છે. હિંદુ ધર્મ અનુસાર છોડ, ઝાડ વગેરેમાં પણ જીવ હોય છે. અને સાથે જ તે સંવેદનશીલ પણ હોય છે. અને તેના શક્તિશાળી ભાવોના માધ્યમથી તમારું જીવન બદલાઈ શકે છે.

image source

હિંદુ ધર્મમાં અમુક ઝાડ અને છોડને પવિત્ર માની એમની પૂજા કરવામાં આવે છે અને વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં છોડનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. કારણ કે છોડ જેવી રીતે આપણને જીવવા માટે અલગ વસ્તુઓ પૂરી પાડે છે, તેવી જ રીતે તે આપણા જીવનમાં આનંદ અને દુઃખનું કારણ પણ બને છે.વિશ્વભરમાં બોનસાઇ ટ્રી પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી છે. આ એક જાપાની આર્ટ છે જેમાંથી એક નાનકડા કન્ટેનર અથવા પોટમાં આ પ્રકારના ટ્રીને સાચવવામાં આવે છે. તેની ખાસિયત એ હોય છે કે આ વૃક્ષ તમારી સાથે ક્યાંય પણ જઇ શકે છે અને જીવનભર તમારી સાથે રહી શકે છે. જાપાની કળામાં તેને બ્યૂટી અને વિઝ્ડમનું પ્રતીક માનવામાં આવે છે.

એવામાં જો તમે પણ પોતાની આસપાસ કોઇ પૉઝિટિવ વસ્તુઓને હંમેશા માટે રાખવા ઇચ્છો છો તો બોનસાઇ વૃક્ષ તેમાં તમારી મદદ કરશે. કેટલીય ખાસિયતોથી ભરપૂર આ વૃક્ષને તમે સજાવટ સ્વરૂપે પણ પોતાની પાસે રાખી શકો છો અને એક હમસફર તરીકે પણ રાખી શકો છો. આ ઉપરાંત તેની દેખરેખ કરવી પણ ખૂબ જ મુશ્કેલીઓ ભર્યુ નથી હોતું. તેને માત્ર થોડીક સૂરજની રોશની અને થોડુક પાણી આપવાની જરૂર હોય છે. જાણો, ઘરમાં બોનસાઇ ટ્રી કેમ રાખવું જોઇએ.

image source

તણાવ ઓછો કરે છે

ઘરમાં જો તમે બોનસાઇ વૃક્ષો રાખો છો તો આ ઘરમાં સકારાત્મક એનર્જી ફેલાવે છે જેનાથી તમારું સ્ટ્રેસ ઓછુ થાય છે. આ તમારા જીવનમાં શાંતિ લાવે છે. જો તમને નાની-નાની વાત પર ગુસ્સો આવે છે તો તમારે આ બોનસાઇ વૃક્ષને પોતાના ઘરે ચોક્ક્સપણે લાવવું જોઇએ કારણ કે આ તમને માનસિક રીતે રિલેક્સડ પણ રાખે છે.

ઘરને રાખે છે પ્રદૂષણ મુક્ત

બોનસાઇનું વૃક્ષ પોતાની આસપાસના કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઑક્સીજન આપે છે જેના કારણે ઘરની હવા સ્વચ્છ રહે છે અને ઘરનું ટૉક્સિન બહાર રહે છે. આજના સમયમાં આપણે જે હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ તે ઘણી હાનિકારક છે અને લંગ્સને ખરાબ રીતે અસર કરે છે. એવામાં બોનસાઇ નેચરલ પ્યૂરિફાયરની જેમ કામ કરે છે અને સ્વચ્છ હવા પ્રદાન કરે છે.

image source

બીમારીઓ દૂર રહેશે

ઘરે જો બોનસાઇ વૃક્ષ છે તો ખાંસી, શરદી જેવી બીમારીઓ તમારાથી દૂર રહે છે. આ ઉપરાંત તમે કેટલાય પ્રકારની એલર્જીથી પણ દૂર રહેશે. ઑક્સીજન મળવાના કારણે શ્વાસ સંબંધિત કેટલીય બીમારીઓથી તમે બચી શકશો.

દેખભાળ કરવી સરળ છે

બોનસાઇ વૃક્ષની દેખરેખ કરવી ખૂબ જ સરળ હોય છે. તેના માટે તમારે ક્યારેક ક્યારેક તડકો, પાણી અને સમય-સમય પર ટ્રિમિંગ અને ખાતર નાંખવાની જરૂર પડે છે. જો તમે તેનું આટલું ધ્યાન રાખો છો તો તે ખૂબ જ સુંદરતાની સાથે મોટું થશે. નાના આકારનું હોવાને કારણે તમે તેને પોતાના ડાયનિંગ રૂમથી લઇને બાલકનીમાં રાખી શકો છો. અને આ બધા ઉપરાંત જો વાસ્તુ શાસ્ત્રનું માનીએ, તો આપણે આપણા ઘરમાં કોઈ એવો છોડ ન રાખવો જોઈએ જે સુકાઈ ગયો હોય કે મૃત થઇ ગયો હોય. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવા છોડથી પણ ઘરમાં નકારાત્મકતા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!