વિકેટ ના મળવા પર કોહલી થઇ ગયો ખુશ-ખુશ, અને મેદાનમાં જ કરવા લાગ્યો ડાન્સ, જોઇ લો વિડીયોમાં તમે પણ

વિકેટ ન મળવા પર પણ ખુશ જોવા મળ્યો કોહલી, મેદાન પર ડાન્સ કર્યો; બાદમાં શાનદાર કેચ પકડ્યો

આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ કર્યો ત્યાર બાદ છેલ્લા બે વર્ષમાં વિશ્વની તમામ ટીમે આકરી મહેનત કરી હતી પરંતુ ભારત અને ન્યૂઝીલેન્ડ એ તમામમાં ચડિયાતા પુરવાર થયા અને તેથી જ તેઓ ફાઇનલમાં પ્રવેશી શક્યા છે. વન-ડે વર્લ્ડ કપ અને ટી20 વર્લ્ડ કપ ટાઇટલ બાદ હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના ટાઇટલ માટે યોજાયેલા જંગમાં શુક્રવારથી અહીંના એજીસ બાઉલ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાશે. પાંચ દિવસ બાદ વિશ્વને નવી ટેસ્ટ ચેમ્પિયન ટીમ મળશે.

image source

જોકે એક શક્યતા એવી પણ છે કે ખરાબ હવામાનને કારણે મેચમાં પરિણામ આવે નહીં તો સંયુક્ત વિજેતા પણ જાહેર કરી શકાય. વર્લ્ડ ટેસ્ટ ફાઇનલ રમતા અગાઉ ભારત પાસે ઇંગ્લેન્ડના હવામાનમાં રમવાનો અનુભવ નથી જે ન્યૂઝીલેન્ડ પાસે છે કેમ કે કેન વિલિયમ્સનની ટીમ ગયા પખવાડિયામાં ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટની સિરીઝ રમી ચૂકી છે અને તેમાં તે વિજેતા પણ બની હતી.


પરંતુ ભારત પાસે સાઉધમ્પ્ટનમાં રમવાનો અનુભવ છે જે ન્યૂઝીલેન્ડ પાસે નથી. ભારતીય ટીમ 2018માં આ મેદાન પર રમી હતી જેમાં ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી વાર અહીં રમી રહી છે. આ ઉપરાંત ફોર્મની દૃષ્ટિએ ભારતીય ટીમનો હાથ ઉપર રહેશે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બેટ્સમેન અને બોલર તમામ ફોર્મમાં છે. ખુદ વિરાટ કોહલી, રોહિત શર્મા, પૂજારા અને રહાણે બેટિંગમાં કમાલ કરી રહ્યા છે તો ભારત પાસે હાલમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. જસપ્રિત બુમરાહ અને ઇશાન્ત શર્મા અગાઉ ઇંગ્લેન્ડ સહિત વિદેશી ધરતી પર કમાલ કરી ચૂક્યા છે. સ્પિન બોલિંગ આ મેચમાં ઉપયોગી થઈ પડશે તેવી અપેક્ષા રખાય છે એ સંજોગોમાં રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા બે ઉમદા સ્પિનર ભારત પાસે છે.

વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશતા અગાઉ વિદેશી ધરતી પર સારી એવી સફળતા હાંસલ કરી છે. ખાસ કરીને 2019માં ચેમ્પિયનશિપના પ્રારંભે તેણે વેસ્ટ ઇન્ડિઝમાં સિરીઝ જીતી હતી અને આ વર્ષના પ્રારંભે ઓસ્ટ્રેલિયામાં 0-1થી પાછળ રહેવા છતાં ભારતે અંતે 2-1થી સિરીઝ જીતી હતી જેમાં બ્રિસબેનના ઐતિહાસિક વિજયનો સમાવેશ થતો હતો. વિરાટ કોહલી આક્રમક સુકાની તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે પરંતુ બીજી તરફ કેન વિલિયમ્સન અત્યંત ધૈર્યવાન છે.

image source

તે મક્કમતાથી ટીમને આગળ લઈ જતો જોવા મળ્યો છે. પ્રતિભાની રીતે ન્યૂઝીલેન્ડ પાસે પણ કોઈ કમી નથી. ખુદ વિલિયમ્સન વર્લ્ડ ક્લાસ બેટ્સમેનની હરોળમાં આવે છે તો ડેવોન કોનવે નવોદિત છે પણ તેણે ગયા સપ્તાહે જ પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. ટોમ લાથમ, હેનરી નિકોલસ અને રોઝ ટેલર પણ ઉમદા બેટ્સમેન છે. બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ, નીલ વેગરન, ટિમ સાઉથી અને સ્પિનર ઐજાઝ પટેલ સામે ભારતની કસોટી થશે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ રહી છે. ભારતીય ટીમ 217 રને પ્રથમ ઈનિંગમાં ઓલ આઉટ થઈ ગઈ છે. ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી મસ્તીના મૂડમાં નજરે પડ્યો હતો. વિકેટ ન મળવા બદલ ઉદાસ થવાને બદલે તેણે મેદાન પર ડાન્સ શરૂ કરી દીધો હતો. એક તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સારી શરૂઆત કરી રહ્યા હતા. જોકે બાદમાં કોહલીએ લાથમનો શાનદાર કેચ પકડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!