હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરભદ્ર સિંહનું નિધન

હિમાચલ પ્રદેશના છ વખતના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરભદ્રસિંહનું ગુરુવારે 87 વર્ષની વયે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. તેમણે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (આઈજીએમસી) હોસ્પિટલમાં સવારે 3:40 કલાકે અંતિમ શ્વાસ લીધા. અહીં તેને લગભગ બે મહિનાથી ભરતી હતા. સોમવારે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

image source

વીરભદ્રસિંહને બે વાર કોરોના થયો હતો. તેમનો રિપોર્ટ પ્રથમ વખત 12 એપ્રિલે અને બીજી વખત 11 જૂને પોઝિટિવ આવ્યો હતો. બુધવારે એક દિવસ અગાઉ આઇજીએમસીના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જનક રાજે કહ્યું હતું કે વીરભદ્રસિંહની હાલત નાજુક છે પરંતુ તે સ્થિર છે. વીરભદ્રસિંહનો જન્મ 23 જૂન 1934 માં થયો હતો. તેમના પિતા પદમસિંહ બુશહર રજવાડાના રાજા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાજ્યના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે સોમવારે સોલન જિલ્લાના અર્કીના ધારાસભ્ય વિરભદ્રસિંહની તબિયત વિશે પૂછપરછ કરવા આઇજીએમસી હોસ્પિટલ આવ્યા હતા.

image source

વિરભદ્રસિંહ 1962માં પ્રથમ વખત મહાસુ સીટ પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. આ પછી તે 1967, 1971, 1980 અને 2009 માં લોકસભામાં માટે ચૂંટાઈ આવ્યા હતા. વીરભદ્ર અગાઉ રોહરૂ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડતા હતા. બાદમાં, જ્યારે રોહરુ બેઠક અનામત રાખવામાં આવી ત્યારે તેણે 2012 માં સિમલા રૂરલ બેઠક પરથી ચૂંટણી લડી હતી. 2017 માં, તેણે આ બેઠક પુત્ર વિક્રમાદિત્ય સિંઘ માટે છોડી દીધી હતી અને પોતે અર્કીથી ચૂંટણી લડ્યા હતા. હાલમાં તે અરકી બેઠક પરથી ધારાસભ્ય હતા.

image source

1983 માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા

વીરભદ્રસિંહે 1983 થી 1985 દરમિયાન પહેલી વાર હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે, 1985 થી 1990 દરમિયાન બીજી વખત 1993 થી 1998 સુધી ત્રીજી વખત 1998 માં ચોથી વાર 2003થી 2007 સુધી પાંચમીં વાર અને 2012 થી 2017 સુધી છટ્ઠી વાર હિમાચલના સીએમ રહ્યા હતા.

image source

યુપીએ સરકારમાં તે કેન્દ્રીય સ્ટીલ પ્રધાન પણ હતા. તેમણે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પણ સંભાળ્યું. આ પહેલા તેઓ ડિસેમ્બર 1976 થી 1977 દરમિયાન ઈન્દિરા ગાંધીની સરકારમાં કેન્દ્રીય પર્યટન અને ઉડ્ડયન રાજ્યમંત્રી હતા. તેઓ 1982 થી 1983 સુધી કેન્દ્રીય ઉદ્યોગ રાજ્યમંત્રી હતા.

image source

વીરભદ્રસિંહે આ વર્ષે જાન્યુઆરીમાં ચૂંટણીલક્ષી રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણી લડશે નહીં. પરંતુ તેઓ કોંગ્રેસના ખરા સૈનિક રહ્યા છે, તેથી તેઓ કોંગ્રેસને એક મજબૂત પક્ષ તરીકે જોવા માંગે છે. આ સાથે તેમણે સલાહ આપતી વખતે કહ્યું હતું કે, ‘કેટલાક લોકો કોંગ્રેસમેન બને છે અને તેમના લોકો દ્વારા કોંગ્રેસને જ પરાજિત કરે છે. આવા લોકોને પાર્ટીમાં ન રાખવા જોઈએ. હું ચૂંટણી લડિશ નહીં પરંતુ હું કોંગ્રેસી હતો અને મારા મૃત્યુ સુધી કોંગ્રેસી રહીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!