વિશ્વના સૌથી સસ્તા શહેરોની યાદી થઈ જાહેર, જાણો ભારતના ક્યાં શહેરોનો થયો સમાવેશ

વર્તમાન સમયમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. લોકોને પોતાનું ઘર ચલાવવુ મુશ્કેલી બની રહ્યું છે. એમાય ઘરનું ઘર બનાવવાની વાત તો બહુ દુરની વાત છે. પરંતુ આજે અમે તમને ભારતના એવા બે શહેર વિશે જણાવીશુ જ્યા રહેવું તમારા માટે ફાયદાકારક હશે કારણ કે આ બે શહેરો ભારતાના સૌથી સસ્તા શહેરો છે અને અહિયા તમે તમારા સપનાનું ઘર બનાવી શકો છો. જ્યારે ઘર લેવાની વાત આવે ત્યારે સારું વાતાવરણ, સારા અને સ્વચ્છ શહેરમાં રહેવાનું દરેકનું સપનું હોય છે. કોઈ પણ શહેરમાં રહેવા માટે બજેટ જોવું ખૂબ જ જરૂરી હોય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, દુનિયાના સૌથી સસ્તા શહેર, જ્યાં તમે રહેવાનો પ્લાન બનાવી શકો છો.

સૌથી સસ્તા શહેરોની લિસ્ટમાં ભારતના બે શહેર

image source

ઈકોનોમિક ઇન્ટેલિજેન્સે વર્ષ 2020 વર્લ્ડ વાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વેના આધાર પર દુનિયાના 130 શહેરોની રેન્કિંગ જાહેર કરી છે. તેમાં સૌથી સસ્તા શહેરોની લિસ્ટમાં ભારતના બે શહેર સામેલ છે. તો સૌથી મોંઘા શહેરોમાં જ્યાં હોંગકોંગ અને પેરિસ સામેલ છે, તો સૌથી સસ્તા શહેરોની લિસ્ટમાં ભારતના બેંગલોર અને ચેન્નાઈ શહેર સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વે અનુસાર દુનિયાના સૌથી સસ્તા શહેરોની લિસ્ટમાં પહેલા અને બીજા નંબર પર એશિયાના બે શહેર દમિશ્ક અને તાશ્કંદ સામેલ છે.

130 શહેરોની રેન્કિંગ જાહેર કરવામાં આવી

image source

તમને જણાવી દઈએ કે આ સર્વે વર્ષમાં એકવાર કરવામાં આવે છે, પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાયરસની અસરને જાણવા માટે ફરી સર્વે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 130 શહેરોની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ઈકોનોમિક ઇન્ટેલિજેન્સ યુનિટ દ્વારા કરવામાં આવનારા આ સર્વેના આધારે કોસ્ટ ઓફ લિવિંગ છે. ચોખ્ખા શબ્દોમાં સમજાવવામાં આવે તો ઘરનો ખાવા-પીવાનો થતો ખર્ચ, વીજળી, પાણીનું બિલ સામેલ હોય છે. એ સિવાય શહેરોના ટ્રાન્સપોર્ટ, બજારને પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવે છે.

વિશ્વના સૌથી સસ્તા શહેરોની યાદીમાં પ્રથમ નંબરે દમાસ્ક

image source

વિશ્વના સૌથી સસ્તા શહેરોની યાદીમાં પ્રથમ નંબરે દમાસ્ક છે, બીજા નંબર પર તાશ્કંદ, ત્રીજા નંબરે લુસાકા અને કારાકાસ, પાંચમા ક્રમે અલ્માતી, છઠ્ઠા ક્રમાંકે કરાચી અને બ્યુનોસ આયર્સ, આઠમાં નંબરે આલ્જીઅર્સ અને નવમાં નંબરે બેંગ્લોર અને ચેન્નઈ આવે છે. દિલ્હી 10મા નંબર પર.

આ રિપોર્ટમાં ભારતના આ બે શહેરો

image source

આ રિપોર્ટમાં ભારતના આ બે શહેરો સિવાય, બુલગારિયાનું શહેર સોફિયા, ચેક ગણરાજ્યની રાજધાની પ્રાગ, રૂમનિયામાં બુકારેસ્ટ અને યુક્રેનના કીવને પણ દુનિયાના સસ્તા શહેરોમાં સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ ન્યુયોર્ક દુનિયાનું સૌથી મોંઘું શહેર છે અને ત્યારબાદ સ્વિસ શહેર જ્યુરિક અને જીનિવા, નૉર્વેનું ઓસ્લો અને હોંગકોંગનો નંબર આવે છે. સ્વિસ બેન્ક UBSના રિપોર્ટ મુજબ બ્રિટનની રાજધાની લંડન પાંચમું સૌથી મોંઘું શહેર છે.

લંડનમાં રહેવું મોંઘું

પરંતુ મોટા શહેરોની તુલનામાં અહીં રહેવું મુશ્કેલ છે. જોકે લંડનની તુલનામાં સિડની, કોપેનહેગન અને શિકાગોમાં રહેવું સસ્તું છે, કેમકે લંડનવાસીયોની અપેક્ષાએ આ શહેરોના લોકોની આવક વધારે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના વર્ષોમાં ભાડામાં થયેલા વધારાના કારણે લંડનમાં રહેવું મોંઘું થઈ ગયું છે, કેમકે અહીં માંગણીની ગણતરીએ પર્યાપ્ત ઘર નથી, જેથી ભાડું અને બીજી વસ્તુઓની કિંમત વધારે થઈ ગઈ છે.

આ સર્વે વર્ષમાં એકવાર કરવામાં આવે છે

image source

તમને જણાવી દઈકે કે આ સર્વે વર્ષમાં એકવાર કરવામાં આવે છે, પરંતુ આ વખતે વૈશ્વિક રોગચાળા કોરોનાના પ્રભાવને જાણવા આ સર્વે ફરીથી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 130 શહેરોની રેકીંગ બહાર પાડવામાં આવી છે. ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કરાયેલા આ સર્વેનો આધાર કોસ્ટ ઓફ લિવિંગ છે. જો સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવે તો, ઘરમાં ખાવા-પીવા પાછળ કરવામાં આવતો ખર્ચ, ભાડુ, ઓફિસ જવા આવવા પર થતો ખર્ચ, વીજળી અને પાણીના બીલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરના પરિવહન, બજારનો પણ આ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત