વિશ્વનો એક એવો ટાપુ જેને કહેવાય છે હિન્દ મહાસાગરનો અણમોલ હીરો

મેડાગાસ્કરથી 70 કિલોમીટર ઉત્તરમાં એક ટાપુ આવેલો છે ” ઓર્ગન પાઈપ્સ ” ધ્યાનાકર્ષક પ્રાકૃતિક સુંદરતા ધરાવતો આ ટાપુ લગભગ 12.5 કરોડ વર્ષ પહેલાં જ્યારે મેડાગાસ્કર આફ્રિકાથી અલગ થયું ત્યારે અસ્તિતવમાં આવ્યો હોવાનું મનાય છે.

image source

અહીં માત્ર હોડી દ્વારા જ પહોંચી શકાય છે અને આ અત્યાર સુધીમાં અહીં થોડા ઘણા પર્યટકો જ પહોંચી શક્યા છે. આ ટાપુને હિન્દ મહાસાગરનો અણમોલ હીરો પણ કહેવાય છે.

image source

આ ટાપુ તે 20 દ્વીપ સમૂહનો જ એક ભાગ છે જેની સૌથી મોટી ખાસિયત ટ્યુબ આકારની બેસાલ્ટ જ્વાળામુખીના વિશાળ પથ્થરો છે જે ઊંચે આકાશેથી પણ નજરે પડે છે. આ પથ્થરો ઘણા અંશે આયર્લેન્ડના પ્રસિદ્ધ જોઈન્ટ કૌજવે જેવા લાગે છે. બન્ને જગ્યાઓના આવા પથ્થરો અચાનક.જ્વાળામુખી વિસ્ફોટ થવા અને ઝડપથી લાવારસ નીકળવાનો કારણે બની છે.

જો કે આયર્લેન્ડનો જોઈન્ટ કૌજવે વર્લ્ડ હેરિટેઝ સાઇટ ગણાય છે અને અહીં દર વર્ષે હજારો પર્યટકો આવે છે જ્યારે ઓર્ગન પાઈપ્સ ટાપુ પર વર્ષ દરમિયાન થોડા પર્યટકો જ આવે છે અને તે પણ હોડીની મદદથી.

image source

અહીં આવનારા મોટાભાગના પર્યટકો એક દિવસની યાત્રા માટે જ આવે છે. અને તેનું મુખ્ય આકર્ષણ સળગેલા તાંબા જેવા દેખાતા સેંકડો પથ્થરો હોય છે. આ પથ્થરોની લંબાઈ લગભગ 20 મીટર સુધીની છે. એ સિવાય અહીં આવતા અમુક પ્રવાસીઓ 4 કરોડ વર્ષ પહેલા વિલુપ્ત થયેલી માછલીઓની પ્રજાતીના હાડપિંજર શોધવા માટે પણ આવે છે. જ્વાળામુખીના લાવાને કારણે એ અવશેષો સમુદ્રતળેથી ઉપર આવ્યા હોવાનું અનુમાન છે. એ સિવાય લીલા કાચબાઓ અને બોટલ જેવું નાક.ધરાવતી ડોલ્ફીન માછલી પણ અહીંનું આકર્ષણ છે.

image source

ઓર્ગન પાઈપ્સમાં તાંબા અને બેસાલ્ટના પથ્થરો વચ્ચે કુદરતી સૌંદર્ય પણ લાજવાબ છે. ઉપરોક્ત તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તાંબા જેવો રંગ ધરાવતા પથ્થરમાં એક છોડ કેવો વિકસિત થઈ રહ્યો છે ? લગભગ 12 કિલોમીટર લાંબો અને ત્રણ કિલોમીટર પહોળા આ ટાપુ પર અનેક સમુદ્રી પક્ષી પણ રહે છે. તેમાં બ્રાઉન બુબિઝ, નાર્દન ગેનેટ્સ, અને સફેદ પૂંછડી વાળા ટ્રોપિક પક્ષી શામેલ છે. આ પક્ષીઓ વરસાદ પથ્થરોમા થઈને આવેલું પાણી પી પોતાની તરસ સંતોષે છે.

image source

વળી, આ ટાપુ પર ખાસ ફ્રિગેટ પક્ષીઓની 100 જેટલી જોડીઓ પણ રહે છે. પક્ષી વિશેષજ્ઞ અને પક્ષીઓ અંગે રુચિ ધરાવનાર પ્રવાસીઓ પણ પક્ષીદર્શન માટે અહીં આવે છે. અહીં વિશ્વના લુપ્ત એવા મેડાગાસ્કર ફિશ ઇગલ પણ જોવા મળે છે.

image source

લગભગ 20 દ્વિપોના આ સમૂહમાં માત્ર ગ્રાન્ડ મીટસીયોમાં જ માણસો રહે છે જે ઓર્ગન પાઈપ્સથી 20 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. ગ્રાન્ડ મીટસીયોમાં લગભગ 1500 જેટલા લોકો રહે છે જેનું જીવન ખેતીવાડી આધારીત છે. આ વિસ્તારમાં સ્વોર્ડફિશ અને આફ્રિકન રેડ સ્નેપર જેવી માછલીઓ શોધવા માટે માછીમારો પણ આવે છે. પહેલા આ મેડાગાસ્કરનો જ ભાગ હતું અને તેના કારણે પ્રાચીન રાજના અવશેષો પણ અહીં મળે છે.

image source

ખાસ કરીને અહીં 15 મી શતાબ્દી સુધી મડાગાસ્કર પર રાજ કરનાર સાકાલાવા રાજવંશના રાજાઓ દ્વારા બનાવાયેલી ઇમારતો અને મઝારોની ઝલક જોવા મળે છે.

ઓર્ગન પાઈપ્સથી 40 કિલોમીટર ઉત્તર પૂર્વમાં આવેલા તોલોહો ટાપુ પર આવો જ એક મઝાર આવેલો છે. અહીં પર્યટકો વર્ષના અમુક સમયમાં જ આવે છે અને આવવા સમયે અહીંના પરંપરાગત વસ્ત્રો પહેરીને આવે છે અને રાજાઓની આત્મા માટે મધ, પૈસા અને ભેટ પણ લાવે છે.

image source

ઓર્ગન પાઈપ્સથી 37 કિલોમીટર ઉત્તર પૂર્વમાં ચાર વિશાળકાય બેસાલ્ટ પથ્થરો નજરે પડે છે. આ પથ્થરોને લઈને સ્થાનિકોમાં અનેક પ્રકારની માન્યતાઓ પણ પ્રચલિત છે જો કે તેને વાસ્તવિક્તા સાથે લેવા દેવા ન હોય તેમ પણ લાગે છે.

image source

આ દ્વીપ સમૂહમાં એક જ દ્વીપ પર એક પ્રાઇવેટ રિસોર્ટ કોન્સ્ટેન્સ સારાબાનઝીના છે જ્યાં રોકાણ કરવા માટેની વ્યવસ્થા પણ છે. આ રિસોર્ટ ઓર્ગન પાઈપ્સથી 30 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. આ ટાપુમાં પથ્થર, જ્વાળામુખી શિલાઓ અને ખાસ પ્રકારના બાડામેયર છોડવાઓ પણ જોવા મળે છે. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન અહીં વ્હેલ માછલી પણ જોવા મળે છે.

આ દ્વીપ સમૂહ આસપાસ સમુદ્રી જીવો પણ વસે છે. અહીં લગભગ 300 થી વધુ પ્રકારની માછલીઓ અને સમુદ્રી જીવો જોવા મળે છે. જેમાં ઇલ, બારાકુડા, કિંગ ફિશ અને ટુના માછલી શામેલ છે. એ સિવાય શાર્ક માછલીઓ પણ અહીં છે. એટલું જ નહીં શાર્કમાં પણ ગ્રે રીફ, વ્હાઇટ ટીપ, સિલ્વર ટીપ, જેબ્રા જેવી પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ દ્વીપ સમૂહ પ્રદુષણ બિલકુલ નહિવત છે જેના કારણે અહીંથી સૂર્યાસ્તનો નજારો અદભુત દેખાય છે. અહીંના સમુદ્રમાં મોઝામ્બિક ચેનલ ડૂબતા દેખાય છે અને સુરજ જાણે ઓગળી રહેલું સોનુ હોય તેવો દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત