શિયાળામાં આ બોલીવૂડ એક્ટ્રેસીસના વિન્ટર લૂકને કરો ફોલો, અને મેળવો સેલિબ્રીટી લૂક: PICS

શિયાળો આવી ગયો છે અને ફેશનેબલ જીન્સ, જેકેટ અને બૂટ્સ પહેરાવી સિઝન પણ આવી ગઈ છે. શિયાળામાં પણ તમે ફેશનેબલ દેખાઈ શકો છો. ચોક્કસ શિયાળામા તમારી પાસે ઉનાળા કરતાં ઓછા વિકલ્પો હોય છે પણ જો તમે બોલીવૂડ એક્ટ્રેસીસને ફોલો કરશો તો તમે પણ તેમના જેવા જ ફેશનેબલ દેખાઈ શકશો.

image source

ઉનાળાની સિઝનમાં સ્ટાઇલિશ દેખાવું ઘણું સરળ હોય છે કારણ કે તેના માટે તમારી પાસે ઘણી બધી પસંદગીઓ હોય છે. પણ તેની વિરુદ્ધ શિયાળામાં તમારી પાસે કપડાને લઈને ઘણા ઓછા વિકલ્પો હોય છે. વિટંરમાં લેયરિંગ ફેશનનનો એક અલગ જ ક્રેઝ હોય છે. જ્યારે તમારી પાસે વિકલ્પો ઓછા હોય ત્યારે શિયાળાની સિઝનમાં બોલીવૂડ અભિનેત્રીઓ પાસેથી ફેશન ઇન્સ્પિરેશન લઈ શકો છો. ફેશનમાં
પ્રિયંકા ચોપરાનો કોઈ જ જવાબ નથી તો પરિણીતી ચોપરા, મૌની રોય અને કરિશ્મા કપૂરે હજુ થોડા દિવસ પહેલાં જ વિનંટર આઉટફિટમાં તસ્વીરો શેર કરી છે. તમે આ શિયાળામાં આ વિન્ટર ફેશન ટ્રિકને અપનાવી શકો છો.

પરિનિતી ચોપરા

image source

જો તમને લેધર જેકેટનો શોખ હોય તો તમારે પણ પરિણિતી ચોપરાની જેમ બ્લેક લેધર જેકેટ, વ્હાઇટ સ્નીકર્સ અને નીચે બ્લેક જીન્સ અથવા તો કોઈ પણ ટ્રાઉઝરનો લૂક ક્રિએટ કરવો જોઈએ. જો તમે હોલિડે લૂક ટ્રાઈ કરવા માગતા હોવ તો તમારે ઓવરકોટ, એક નોર્મલ ટોપ, ટ્રાઉઝર અને સ્નીકર્સની જરૂર રહેશે. આ લૂકને ક્રિએટ કરીને તમે કોઈ પણ ફરવાની જગ્યા પર પહેરી શકો છો.

કરિશ્મા કપૂર

image source

જો તમને સિંપલ અને ક્લાસી લૂક પસંદ હોય તો તમારે કરિશ્મા કપૂરને ફોલો કરવી જોઈએ. તેણીની મોટા ભાગની તસ્વીરો ખૂબ જ ક્લાસી અને તેમ છતાં પણ ફેશનેબલ હોય છે. અહીં તેણીએ વિન્ટર લૂક માટે નોર્મલ જેકેટ અને જીન્સ પેયર કર્યા છે. જો તમે પણ કરિશ્મા કપૂર જેવો લૂક ઇચ્છતા હોવ તો તમારે તેના માટે બ્લેક જેકેટ, બ્લૂ જીન્સ અને નોર્મલ ટૉપની જરૂર પડશે. તમે તેની સાથે બૂટ્સ પહેરી શકો છો.

મૌનિ રૉય

image source

જો તમે ગર્લી લૂક ઇચ્છતા હોવ તો તમારે મૌની રૉયનો આ લૂક અપનાવવો જોઈએ. તેના માટે તમારે લોન્ગ સ્વેટરની જરૂર પડશે. તેની સાથેસાથે તમે લોંગ બૂટ્સ પહેરી શકો છો. તેમ કરવાથી તમે ખૂબ જ સ્માર્ટ દેખાશો.

પ્રિયંકા ચોપરા

image source

પ્રિયંકા ચોપરાની જેમ તમે લેયર ઉપર લેયર પહેરીને સ્ટાઇલિશ દેખાઈ શકો છો. આ લૂકની સાથે તમને ઠંડી પણ નહીં લાગે. આ ટ્રિક માટે તમારે એક સ્વેટર, બૂટ્સ અને એક વન-પીસની જરૂર રહેશે. તમે આ લૂકની સાથે ન્ડૂય લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત