રાત્રે બહાર નીકળતી મહિલાઓએ કેવી રીતે પોતાનો બચાવ કરવો જોઈએ, જાણો આ વાતો

રાત્રે બહાર નીકળતી મહિલાઓ કેવી રીતે પોતાનો બચાવ કરવો જોઈએ, જાણો આ વાતો

image source

આજકાલ સ્ત્રીઓના રાત્રીના સમયે બહાર નીકળવાના મામલે અનેક ગુનાહિત ખબરો અવારનવાર આપણી સામે આવતી જોવા મળે છે. આવા સમયે સ્ત્રીઓનું રાત્રીના સમયે ઘરમાંથી બહાર નીકળવું પણ હવે સુરક્ષિત રહી ગયું નથી. મોટા ભાગે આવા બધા કિસ્સા મેટ્રો સીટીઓમાં જોવા મળે છે. આવા સમયે આજે અમે આપને જણાવીશું એવી અમુક બાબતો જેનું ધ્યાન રાખવાથી રાત્રી દરમિયાન બહાર નીકળતી સ્ત્રીઓની સુરક્ષાનો ભય ઘણો ઓછો થઇ જાય છે.

image source

આજના સમયમાં જ્યારે સ્ત્રી અને પુરુષોમાં કામ કરવાને લઈને ઘણા અંશે સમાનતા જોવા મળી રહી છે. ત્યારે હવે પુરુષોની જેમજ સ્ત્રીઓ પણ પોતે કમાઈને આત્મનિર્ભર બની રહી છે. પણ બધી જ નોકરીઓ સ્ત્રીઓને વહેલા ઘરે આવવાની સુવિધા આપતી નથી. એવા સમયે સમાચાર માધ્યમો, દુકાનોમાં કામ કરતી સેલ્સ ગર્લ વગેરેને ઘરે આવતા મોડું થઇ જતું હોય છે. આવા સમયે રાત્રીના અંધકાર અથવા એકલતાનો લાભ લઈને અપહરણ, છેડછાડ, ચોરી-લુંટ અથવા બળાત્કાર જેવી ઘટનાઓ પણ ઘટી જતી હોય છે.

image source

સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવાથી અમુક અંશે આપણે આ ઘટનાઓને રોકી શકીએ છીએ. જેમ કે સ્ત્રીઓ નીચેની કેટલીક વાતો ધ્યાનમાં રાખે તો ચોક્કસ તેઓ અમુક પ્રકારના ખતરામાંથી બચી શકે છે.

• ધ્યાન રાખો કે રાત્રીના સમયમાં નીકળવાનું હોય તો તમારા કપડા ઉશ્કેરણી જનક ન હોવા જોઈએ. કારણ કે મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે આવા પ્રકારના કપડા અમુક પ્રકારના વિકૃત પુરુષોને છંછેડતા હોય છે.

image source

• રાત્રીના સમયે ઘરેણા પહેરીને નીકળવું સુરક્ષિત નથી. કારણ કે મોટે ભાગે ચોરી અને લુંટના હેતુથી ફરતા લોકોની નજર આવી વસ્તુઓ પર હોય છે. ધ્યાન રાખો કે કોઈ પાર્ટી કે લગ્નમાંથી પાછા ઘરે આવવાનું હોય તો એવામાં દાગીના કાઢીને બેગમાં મૂકી દેવા જોઈએ.

• શક્ય હોય ત્યાં સુધી મોડી રાત્રે ચાલીને જવા માટે વ્યસ્ત રસ્તાઓ જ પસંદ કરો. કારણ કે મોટા ભાગની સ્ત્રીઓ સાથેની દુર્ઘટના સુમસાન રસ્તાઓ પર જ ઘટતી હોય છે. કારણ કે સુના રસ્તાઓ પર સરળતાથી મદદ મળી સકતી નથી.

image source

• તમારી ચાલવાની પ્રક્રિયા સ્વભાવિક અને નીર્ભીગ્ન હોવી જોઈએ. ચાલમાં ડરનો ઓછાયો આવા લોકોને ઉશ્કેરી શકે છે. બનાવટી ચાલ પણ મુશ્કેલીમાં મૂકી શકે છે.

• સામાન્ય રીતે રાત્રીના સમયે સીધી દ્રષ્ટીએ ચાલવું જ યોગ્ય માનવામાં આવે છે. અટકી અટકીને ચાલવું અથવા અમથી તેમ જોતા જોતા ચાલવાથી એવી સ્ત્રીઓ પર શંકા જઈ શકે છે. આવા સમયે દુર્ઘટના ઘટવાની સંભાવનાઓ વધી જાય છે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત