કોરોનાના કહેર વચ્ચે વિશ્વમાં નવા વર્ષનું કરાયું સ્વાગત, જાણો ક્યાં ક્યાં દેશમાં શરૂ થઈ ઉજવણી

New Year 2021 Celebration: નવું વર્ષ 2021 વિશ્વમાં નવી અપેક્ષાઓ સાથે દસ્તક આપી રહ્યું છે. વર્ષ 2020 ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, આ વર્ષે વિશ્વમાં કોરોના જેવા રોગચાળાનો સામનો કરવો પડ્યો હતો. હવે નવા વર્ષથી નવી અપેક્ષાઓ છે અને આશા છે કે 2021 બધું સામાન્ય રહેશે. જો કે 2021 રાત્રે 12 વાગ્યે ભારતમાં પહોંચશે, પરંતુ ન્યુઝીલેન્ડમાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ઘણા દેશોમાં પ્રતિબંધો સાથે નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દુનિયામાં નવા વર્ષનો સૂરજ સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા નજીક આવેલા ટોંગા આઈલેન્ડ પર નવા વર્ષના સૂરજનાં કિરણો પથરાય છે. ત્યાર પછી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી થાય છે અને સૌથી છેલ્લે બેકર આઈલેન્ડ પર નવા વર્ષના સૂરજનાં કિરણો પથરાશે.

નવું વર્ષ સૌ પ્રથમ ક્યાં દસ્તક દે છે?

ઘણા દેશોમાં નવા વર્ષની ઉજવણી જુદા જુદા સમયે ઉજવવામાં આવશે. પ્રથમ આર્કટિક દેશ ટોંગામાં 2021 શરૂ થશે. જો કે, મુખ્યત્વે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એવા દેશો છે જ્યાં નવું વર્ષ ભારતીય સમયમાં જલ્દી આવશે. ભારતના સમય પ્રમાણે નવું વર્ષ ગુરુવારે બપોરે 3.30 વાગ્યે અહીં શરૂ થઈ જાય છે.દુનિયાના સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે માનવામાં આવે છે કે અહીં સૌથી પહેલા રાતના 12 વાગે છે. જ્યારે અમેરિકા પાસે હોલેન્ડ અને બેકર આઈલેન્ડ પર સૌથી છેલ્લે (ભારતીય સમય પ્રમાણે 1 જાન્યુઆરીએ સાંજે 5.30 વાગે) નવા વર્ષનો સૂરજ પહોંચે છે. જોકે આ એવો વિસ્તાર છે ત્યાં કોઈ વસ્તિ નથી.

ઓકલેન્ડમાં આતશબાજી શરૂ

ન્યૂઝીલેન્ડ એ દેશોમાં સામેલ છે, જ્યાં નવું વર્ષ સૌથી પહેલા આવે છે. ભારતમાં જ્યારે સાંજના 4.30 વાગે છે ત્યારે ન્યૂઝીલેન્ડની ઘડિયાળમાં રાતના 12 વાગે છે. નવા વર્ષની સૌથી પહેલી મોટી ઈવેન્ટ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં મનાવવામાં આવી છે. અહીંના હાર્બર બ્રિજ પર 5 મિનિટની આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ દુનિયાનું એક એવું મોટું શહેર છે, જ્યા નવા વર્ષની શરૂઆત કોઈપણ પ્રતિબંધ વગર થઈ રહી છે.

ભારતમાં ઘણા સ્થળોએ ઉજવણી પર પ્રતિબંધો

ભારતમાં નવા વર્ષને જોતા, ખૂબ સાવચેતી રાખવામાં આવી રહી છે. નવા વર્ષ પહેલા જ ભારતમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે, તેથી ઘણા રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. નવી દિલ્હી, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોએ સંપૂર્ણ અથવા આંશિક નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. રાત્રે 11 વાગ્યા પછી બહાર જવાની મનાઈ છે, ભીડમાં ન જવાની સલાહ આપવામાં આવે છે અને સાથે ડ્રાઇવિંગ કરનારાઓના બ્લડની તપાસ કરાવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં, લોકોએ નવું વર્ષ ફક્ત કોરોના સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન કરીને ઉજવવું જોઈએ, જેથી કોઈ મુશ્કેલી ન થાય.

ઓસ્ટ્રેલિયાનું શહેર સિડની અહીં જોરદાર આતશબાજી માટે પ્રખ્યાત

image source

ઓસ્ટ્રેલિયાનું શહેર સિડની અહીં જોરદાર આતશબાજી માટે પ્રખ્યાત છે. માનવામાં આવે છે કે આ દુનિયાનું પહેલું એવું શહેર છે, જ્યાં નવા વર્ષની ઉજવણી સૌથી પહેલા કરવામાં આવે છે. 31 ડિસેમ્બરની બપોરથી સિડનીના હાર્બરબ્રિજ પર ફેરી રેસ, મ્યુઝિકલ ઈવેન્ટ્સ અને સૈન્ય પ્રદર્શન ન્યૂ યર કાર્યક્રમનો ભાગ બને છે. આ વર્ષે પણ આ થશે, પરંતુ કોરોનાને કારણે અહીં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સિડનીના લોકો આ કાર્યક્રમ લાઈવ જોઈ શકશે.

દુબઈમાં પણ તૈયારી શરૂ

તો બીજી તરફ દુબઈમાં પણ નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન દર વખતની જેમ આ વર્ષે પણ ભારતીય સમય અનુસાર રાત્રે અંદાજે 1.30 વાગે બુર્જ ખલીફા પર આતશબાજી, લાઈટ અને લેસર શો કરાશે. લોકોને આ વિસ્તારમાં બનાવવામાં આવેલા પાંચ ગેટથી QR કોડ બતાવીને એન્ટ્રી મળી શકશે. અહીં કોરોના ગાઈડલાઈન્સ કડક રીતે લાગુ કરવામાં આવી છે. કાર્યક્રમનું લાઈવ સ્ટ્રિમિંગ પણ કરાશે. એને mydubainewyear.com પર જોઈ શકાશે.

ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર પણ રોશનીથી ઝળહળ્યું

image source

ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર 24 કલાક રોશનીથી ઝગમગાટ થવા માટે પ્રખ્યાત ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર પર 31 ડિસેમ્બરની રાત્રે ભીડ નહીં દેખાય. 31 ડિસેમ્બરની સાંજ થતાં જ ન્યૂયોર્કની પોલીસ ટાઈમ સ્ક્વેર પર સામાન્ય જનતાને જતા રોકશે. જોકે લોકો વર્ચ્યુઅલી ન્યૂ યરનું કાઉન્ટડાઉન અને બોલ ડ્રોપ જોઈ શકશે. આ કાર્યક્રમ ભારતીય સમય પ્રમાણે, શુક્રવારે સવારે 10.30 વાગે થશે. અહીં સૌ પહેલા વર્ષ 1907માં બોલ ડ્રોપ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ટાઈમ્સ સ્ક્વેરની ઉપર 7 ફૂટે ન્યૂમેરલ્સ રાખવામાં આવ્યું છે. નોંધનિય છે કે અમેરિકામાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો હતો જેને લઈને લોકોને સાવધાની પુર્વક નવા વર્ષની ઉજવણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત