397 વર્ષ બાદ જોવા મળશે અંતરિક્ષમાં આ અદ્ભૂત નઝારો, પછી 60 વર્ષ સુધી જોવી પડશે રાહ

અંતરિક્ષમાં સતત અનેક ઘટનાઓ બનતી રહે છે. આ વર્ષે અંતરિક્ષમાં એક ખાસ અદ્ભૂત ઘટના ઘટવા જઈ રહી છે. આ ઘટના 21 ડિસેમ્બરે જોવા મળશે. આ પછી ફરી વખત આ ઘટના જોવા માટે 60 વર્ષ સુધી રાહ જોવી પડશે.

image source

ખગોળીય ઘટનાઓ ક્યારેક જ બને છે અને તે ફરી ક્યારે બનશે તે ખાસ નિશ્ચિત હોતું નથી. અનેક સંયોગ બાદ આ ઘટનાઓ વર્ષો બાદ જોવા મળે છે. આવું જ કંઈક 21 ડિસેમ્બરે બનવા જઈ રહ્યું છે. ખગોળશાસ્ત્રીઓના મતે આ એક દુર્લભ ઘટના છે. આ સમયે બૃહસ્પતિ એટલે કે ગુરુ અને શનિ એકમેકની એકદમ નજીક દેખાશે. આ સમયે તે બંને ચમકદાર તારાની જેમ લોકોને નજર આવશે.

image source

1623 ઈ.સ. બાદ આ બંને ગ્રહો ક્યારેય એકમેકની આટલા નજીક આવ્યા નથી. આ માટે તેને એક મહાન સંયોગ ગણવામાં આવી રહ્યો છે. એમપી બિડલા તારામંડલના નિર્દેશક ના અનુસાર આ એક દુર્લભ સંયોગ છે. જે હજારો વર્ષોમાં ક્યારેક જ બને છે. તેઓએ કહ્યું કે જો 2 ખગોળીય પિંડ પૃથ્વીથી એક મેકની નજીક દોવા મળે તો તેને એક સંયુગ્મન કહેવામાં આવે છે અને સાથે જો શનિ અને બડહસ્પતિ એટલે કે ગુરનો સંયોગ બને છે તો તેને મહાન સંયુગ્મન કહેવાય છે.

image source

21 ડિસેમ્બરની રાતે આ બંને ગ્રહોની ભૌતિક દૂરી લગભગ 735 મિલિયન કિમીની હશે. આ પછી એવો અદ્ભૂત સંયોગ 15 માર્ચ 2080 માં એેટલે કે 60 વર્ષ બાદ ફરીથી જોવા મળી શકે છે. 21 ડિસેમ્બરે આ બંને ગ્રહ એકમેકની નજીક આવતા દેખાશે. આ સાથે ભારતના અનેક પ્રમુખ શહેરોમાં સૂર્યાસ્ત બાદ આ અદ્ભૂત નઝારો લોકો નરી આંખે સરળતાથી જોઈ શકશે.

image source

તો જોજો આ દિવસને ચૂકતા નહીં. આ અદૂભૂત સંયોગ ભાગ્યે જ બને છે. આ દિવસે ચૂકી ગયા તો તમારે ફરી આ ખગોળીય ઘટનાને માણવા માટે 60 વર્ષ સુધી રાહ જોવી પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત